Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે રાજ્યમાં 20 સ્થળોએ E-CHALANની કાર્યવાહી હાથ ધરાશે

અહેવાલ -સંજય જોશી ,અમદાવાદ  રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં 20 નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના...
હવે રાજ્યમાં 20 સ્થળોએ e chalanની કાર્યવાહી હાથ ધરાશે

અહેવાલ -સંજય જોશી ,અમદાવાદ 

Advertisement

રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં 20 નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી. હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 20 સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.

Advertisement

ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે.
તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠા માં સુઇગામ અને દાંતા ખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે , સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર,દાહોદ,પોરબંદર,તાપી,ગીર દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ,ચલાણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આપણ  વાંચો- JAMNAGAR : ધોધમાર વરસાદના લીધે પાણી જ પાણી, સર્કિટ હાઉસનું પરિસર તળાવ બન્યુ

Advertisement

Tags :
Advertisement

.