ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ખોવાશે તો ચિંતા કરવાની જરૂર નથી, રેલવેએ શરૂ કરી નવી પહેલ
રેલવેની 'મિશન અનામત' સુવિધાજો તમે તમારો કિંમતી સામાન ટ્રેન અથવા તો પ્લેટફોર્મ પર ભૂલી જશો તો, ચિંતા કરવાની જરુર નથી. કારણ કે રેલવેએ મુસાફરોના ખોવાયેલા સામાનને પરત મેળવવા એક અનોખી સુવિધા શરૂ કરી છે જેનું નામ છે મિશન અનામત. પણ શું છે આ મિશન અનામત તે પણ જાણીએ. પશ્ચિમ રેલ્વે ખાતે મુસાફરો માટે અનેક નવી સુવિધાઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે પશ્ચિમ રેલવેએ મુસાફરો માટે મિશન અનામત
રેલવેની "મિશન અનામત" સુવિધા
જો તમે તમારો કિંમતી સામાન ટ્રેન અથવા તો પ્લેટફોર્મ પર ભૂલી જશો તો, ચિંતા કરવાની જરુર નથી. કારણ કે રેલવેએ મુસાફરોના ખોવાયેલા સામાનને પરત મેળવવા એક અનોખી સુવિધા શરૂ કરી છે જેનું નામ છે મિશન અનામત. પણ શું છે આ મિશન અનામત તે પણ જાણીએ.
Advertisement
પશ્ચિમ રેલ્વે ખાતે મુસાફરો માટે અનેક નવી સુવિધાઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે પશ્ચિમ રેલવેએ મુસાફરો માટે મિશન અનામત સુવિધા શરૂ કરી છે. ઉતાવળમાં મુસાફરો ટ્રેન અથવા તો પ્લેટફોર્મ પર સામાન ભૂલીને જતા હોય છે. આ સામાન આરપીએફને મળી ગયો હોય પણ સામાનના માલિક કોણ છે તેને શોધવો મુશ્કેલ બની જાય છે. ત્યારે આ મુશ્કેલીને સરળ બનાવવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ "મિશન અમાનત" વેબ પેજ બનાવ્યું છે. આ વેબ પેજ પર મુસાફરોને પોતાનો ખોવાયેલ સામાન પરત મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે વેબ પેજ બનાવ્યું છે. જેમાં કોઈપણ મુસાફરોનો સામાન ખોવાઈ જાય છે. અને તે સામાન આરપીએફને મળે છે. પરંતુ મુસાફરોને તેની જાણ નથી હોતી કે તેમનો સામાન ક્યાં હશે. એટલા માટે જ "મિશન અમાનત" વેબ પેજ શરૂ કરાયું છે. જો મુસાફરોનો સામાન આરપીએફને મળ્યો હશે તો પેજ પર તાત્કાલિક તેની વિગત મુકવામાં આવશે. અને મુસાફરો પોતાનો સામાન તે વેબ પેજ પર શોધી શકશે. રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાથી મુસાફરોને તેમનો ખોવાયેલ કિંમતી સામાન પરત મેળવવામાં મદદ મળશે.
જાણો મિશન અમાનતના પેજ પર જવા માટે શું કરવું?
જો તમારો સામાન ખોવાઈ ગયો છે અને આરપીએફ તે સામાન મળ્યો છે, તો તેની વિગત વેબ પેજ પર મૂકી દેવામાં આવશે. જે વેબ પેજ પર પહોંચવા માટે www.indianrailways.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાર બાદ પેસેન્જર સર્વિસ પર ક્લિક કરતા તેમાં ઓપ્શન આવશે. મિશન અમાનત તેના પર ક્લિક કર્યા બાદ ડિવિઝન લિસ્ટ આવશે. જે સ્ટેશન પર સામાન ખોવાયો છે તે સ્ટેશનના ડિવિઝન પર ક્લિક કરશો એટલે તેના પર ફોટા સહિત સામાનની વિગત જોવા મળશે. સામાન જમા કરનારનું નામ,તારીખ,સામાનનો ફોટો સહિતની વિગત હશે. જો તમારો પોતાનો સામાન છે. તો જેતે ડિવિઝનનો સંપર્ક કરી સામાન પરત મેળવી શકશો. જો કે અત્યારે મિશન અમાનતના પેજ પર અમદાવાદ ડિવિઝનમાં 26 જેટલા અલગ અલગ સામાન જમા થયા છે. પરંતુ આ સુવિધા નવી હોવાથી લોકોને તેની જાણ નથી.
પશ્ચિમ રેલ્વે આરપીએફ મુસાફરો સુરક્ષિત અને સલામત મુસાફરી કરી શકે તે માટે ચોવીસ કલાક કામ કરે છે.વર્ષ 2021 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી, પશ્ચિમ રેલ્વે ઝોનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સે (RPF) કુલ 1,317 રેલ્વે મુસાફરોનો રૂ. 2.58 કરોડનો સામાન મેળવ્યો હતો અને યોગ્ય ચકાસણી કર્યા બાદ તેમના મુળ માલિકોને પરત કર્યો હતો. પશ્ચિમ રેલવે RPF ઓપરેશન ‘મિશન અમાનત’ અંતર્ગત રેલવે મુસાફરોને આ સેવા પૂરી પાડી રહ્યું છે. રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધાથી લોકોને ચોક્કસ મદદ મળશે અને આ સુવિધાનો ઉપયોગ કરી મુસાફરો તેમનો ખોવાયેલ કિંમતી સામાન ઝડપથી પરત મેળવી શકે છે.
Advertisement