Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad City Police દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન, મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21 મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોનનું ફલેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે. 5,10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ નાઈટ હાફ મેરેથોનમાં હજારોની સંખ્યામાં રનર્સ આવવાના હોવાથી તેઓના આકર્ષણ માટે ખાસ સ્ટેજ પણ તૈયાર કરાયા છે.CM કરાવશે ફ્લેગ ઓફઅમદાવાદ શહેર પોલીસ àª
ahmedabad city police દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન  મુખ્યમંત્રીશ્રી કરાવશે પ્રારંભ
Advertisement
અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21 મી જાન્યુઆરીએ નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે મેરેથોનનું ફલેગ ઓફ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાવવામાં આવશે. 5,10 અને 21 કિલોમીટરની મેરેથોનને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ નાઈટ હાફ મેરેથોનમાં હજારોની સંખ્યામાં રનર્સ આવવાના હોવાથી તેઓના આકર્ષણ માટે ખાસ સ્ટેજ પણ તૈયાર કરાયા છે.
CM કરાવશે ફ્લેગ ઓફ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત નાઈટ હાફ મેરેથોનમાં ભાગ લેવા અત્યાર સુધીમાં 75 હજારથી વધુ રનર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખાસ તો આ મેરેથોનમાં BSF, નેવી, SRP સહિતના જવાનો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અનેક યુવાનો ભાગ લેશે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી 21મી જાન્યુઆરીએ સાંજે 5:00 વાગે મેરેથોન શરૂ થશે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેનો પ્રારંભ કરવામાં આવશે, તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
મેરેથોન
5, 10 તેમજ 21 કિલોમીટરની મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 કિલોમીટરની ફનરેસ રહેશે. 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ પાંચ ક્રમે આવનારા રનર્સને ઇનામ આપવામાં આવશે. આ ભાગ લેનારા તમામ દોડવીરો માટે મેડિકલ ફેસીલીટી, ફિઝિયોથેરાપી તેમજ હાઇડ્રેશન પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે. નાગરિકો માટે પણ એન્ટરટેનમેન્ટની પણ ખાસ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
દોડવીરોનો ઉત્સાહ વધારાશે
21 કિલોમીટરની દોડ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી શરૂ થઈને સુભાષ બ્રિજ સર્કલ સુધી રહેશે. સમગ્ર રૂટ ઉપર પાંચ જેટલા અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવશે, જે સ્ટેજ ઉપર બીએસએફ બેન્ડ નેવી બેન્ડ તેમજ અનેક સ્થાનિક બેન્ડ દ્વારા અલગ અલગ પ્રસ્તુતિ કરીને દોડવીરો અને નાગરિકોનો ઉત્સાહ વધારવામાં આવશે.
ડાયવર્ઝન
નાઈટ મેરેથોનને લઈને અમદાવાદ પશ્ચિમનો રિવરફ્રન્ટનો ભાગ બપોરે સાડા ત્રણ વાગ્યેથી રાત્રિના 10:00 વાગ્યા સુધી બંધ રહેશે, તેમજ સુભાષ બ્રિજ અને અંજલિ સુધીનો રસ્તો ટ્રાફિક માટે ડાયવર્ઝન કરવામાં આવશે.
ગુજરાતી કલાકારો અને ખેલાડીઓની ઉપસ્થિતિ
નાગરિકોના એન્ટરટેનમેન્ટ માટે ગુજરાતી ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ગુજરાતી ખેલાડીઓ સહિત અનેક સેલિબ્રિટી આ ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારે ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસનો હજારોની સંખ્યામાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

featured-img
અમદાવાદ

એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!

featured-img
અમદાવાદ

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે તંત્રની કડક કાર્યવાહી, વસ્ત્રાલમાં ગુંડાગર્દીનો જવાબ બુલડોઝરથી?

featured-img
અમદાવાદ

Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

×

Live Tv

Trending News

.

×