Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાહનચાલકો માટે રાહતના સમાચાર, હીટવેવમાં ગરમીથી મળશે રાહત

અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે, તેવામાં બપોરના ખરા તડકામાં ટ્રાફિક સિગ્નલ ઉપર 60 સેકેન્ડથી લઈને બે-અઢી મીનિટ ઉભા રહેવું વાહનચાલકોને આકરું પડી જતું હોય છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન-ચાલકોની મુશ્કેલીને દૂર કરવા ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઉંચો જતા બપોરના સમયે ઘર-ઓફિસની બહાર પગ મુકવો પણ મુશ્કેલ બની ગયો
વાહનચાલકો માટે રાહતના સમાચાર  હીટવેવમાં ગરમીથી મળશે રાહત
અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે, તેવામાં બપોરના ખરા તડકામાં ટ્રાફિક સિગ્નલ ઉપર 60 સેકેન્ડથી લઈને બે-અઢી મીનિટ ઉભા રહેવું વાહનચાલકોને આકરું પડી જતું હોય છે. તેવામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન-ચાલકોની મુશ્કેલીને દૂર કરવા ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઉંચો જતા બપોરના સમયે ઘર-ઓફિસની બહાર પગ મુકવો પણ મુશ્કેલ બની ગયો છે. તેવામાં શહેરમાં બપોરના સમયે બહાર નિકળતા લોકોને અનેક સિગ્રલ પર એકથી ત્રણ મીનિટ સુધી ઉભું રહેવું પડે છે, જેના કારણે ઘણીવાર વાહનચાલકો ડી-હાઈડ્રેશનના શિકાર બનતા હોય છે. ત્યારે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિગમ અપનાવવાનો પ્રયાસ કરાયો છે.હાલમાં અમદાવાદના અલગ-અલગ ટ્રાફિક સિગ્નલો પરથી ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે, જેમાં આજથી બે દિવસ માટે અમદાવાદના કુલ 120 સિગ્નલોમાંથી 60 સિંગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા નહી સર્જાય તો આવનારા દિવસોમાં આ અભિપ્રાયના અનુસંધાને બપોરના ખરા તડકામાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે, જેના કારણે તમામ વાહન ચાલકોને ગરમીથી રાહત મળશે. 
ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે અમદાવાદના 60 સિંગ્નલો બપોરના સમયે બંધ રાખી વાહનચાલકોને રાહત આપવામાં આવી છે, વળી આ અંગે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કહ્યું છે કે, અમદાવાદમાં બપોરના સમયે બહાર વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બપોરના 1થી 4 વાગ્યા સુધી શહેરના 60 ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. બે દિવસની ટ્રાયલ બાદ રિપોર્ટના આધારે સંપૂર્ણ રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, જો આ પ્રયોગ સફળ રહે છે તો જ્યા સુધી ઉનાળાનો અંત ન આવે ત્યા સુધી સમગ્ર રાજ્યમાં સમાન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. 
Advertisement

મહત્વનું છે કે, આ પ્રકારનો નિર્ણય અગાઉ રાજકોટ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, જેનાં કારણે વાહનચાલકોને બપોરના સમયે ગરમીમાં ઘણી રાહત રહે છે, ત્યારે રાજકોટ બાદ અમદાવાદ પોલીસે આ પ્રયોગ કર્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં વડોદરા અને સુરત શહેર પોલીસ દ્વારા વાહનચાલકો માટે આ પ્રયોગ હાથ ધરાશે કે કેમ.
Advertisement
Tags :
Advertisement

.