Gmdc ગ્રાઉન્ડ ખાતે CM ભૂપેન્દ્રભાઇના હસ્તે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ , નવ દિવસ સુધી અલગ-અલગ સેલિબ્રિટિઝ મચાવશે ધૂમ
મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ (Navratri). કોઇ પૂજા પાઠ કરીને તો કોઇ ગરબે ઘૂમીને કરે છે નોરતાની ઉજવણી. ત્યારે રાજ્યમાં પહેલા નોરતે કેવી ગરબાની રમઝટ જામી હતી. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ 2022નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના યુનિવર્સિટી ખાતે આવેલા જીએંમડીસી ગ્રાઉન્ડમાં રાજ્ય સરકારના નવરાત્રિ મહોત્સવની ધમાકેદાર શરૂઆત કરવાàª
મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ (Navratri). કોઇ પૂજા પાઠ કરીને તો કોઇ ગરબે ઘૂમીને કરે છે નોરતાની ઉજવણી. ત્યારે રાજ્યમાં પહેલા નોરતે કેવી ગરબાની રમઝટ જામી હતી.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ 2022નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદાવાદના યુનિવર્સિટી ખાતે આવેલા જીએંમડીસી ગ્રાઉન્ડમાં રાજ્ય સરકારના નવરાત્રિ મહોત્સવની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકાયો. આ ઉપરાંત આનંદ નગરી, ફૂડ સ્ટોલ, થીમ પેવેલિયન, ક્રાફ્ટના સ્ટોલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદી, અમદાવાદના મેયર સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવદુર્ગાના નવ રૂપોને નાટ્ય રૂપે ભજવવામાં આવ્યા હતા. ધાર્મિક અને પૌરાણિક કથાઓના કેટલાક અંશ પણ સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિષાસુર મર્દિની સ્ત્રોત પર દમદાર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું હતું.
માથે દિવડાઓ લઇને બાળાઓ ગરમે ઘૂમી ઉઠી હતી. પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઇને બાળાઓ તલવાર રાસ રમી હતી. બે કલાકથી વધુના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંદાજિત 300થી વધુ કલાકારોએ પર્ફોમન્સ આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. અંતે આદ્યશક્તિના સ્વરૂપની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજકીય દિગ્ગજોએ પણ આરતી ઉતારીને ધન્યતા અનુભવી. આ પ્રસંગે જીએમડીસીમાં હાજર જનમેદનીએ પણ હાથમાં દિવડા લઇને આરતી કરતા આખુ ગ્રાઉન્ડ ઝગમગી ઉઠ્યુ હતું. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઇ સ્ટેજ પર આવીને તમામ કલાકારો સાથે ફોટો સેશન કરાવ્યુ હતું.
જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા મહોત્સવમાં કલાકારોના પર્ફોમન્સ વિશે વાત કરીએ તો 27 સપ્ટેમ્બર મંગળવારે શ્યામલ સૌમિલ મુન્શી. 28 સપ્ટેમ્બરે સમીર માના રાવલ. 29 સપ્ટેમ્બરે દેવાંગ પટેલ અને દેવિકા રબારી. 30 સપ્ટેમ્બર એટલે કે પાંચમા નોરતે હિરલ બ્રહ્મભટ્ટ અને પાયલ વખારિયા. 1લી ઑક્ટોબરે છઠ્ઠા નોરતે અમિત ઠક્કર અને દીપ્તિ દેસાઈ-દર્શના ગાંધી ઠક્કર. 2જી ઑક્ટોબરે સાતમના દિવસે બ્રિજરાજ ગઢવી અને મિતાલી નાગ, આઠમના દિવસે જયકાર ભોજક અને પાયલ શાહ તેમજ નોમના દિવસે પ્રિયંકા બાસુ હિમાલી વ્યાસ ધૂમ મચાવશે.
Advertisement