Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે રાજ્યમાં દર વર્ષે 1 લાખથી વધુ મહિલાઓ અત્યાચારનો બને છે ભોગ

8 મે ના દિવસે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. પણ સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે કોઈના કોઈ સ્વરૂપે રહેલી માતૃશક્તિ પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે. ગુજરાતમાં દર વર્ષે 1 લાખથી વધારે મહિલાઓ અલગ અલગ અત્યાચાર (હિંસા)નો ભોગ બને છે. ગુજરાતમાં 8 વર્ષમાં 10 લાખ જેટલા મહિલા અત્યાચારના બનાવો સામે આવ્યા છે. ગુજરાતમાં દર મહિને 10 હજાર મહિલાઓ અત્યાચારનો ભોગ બનતા મહિલા હેલ્પલાઇન 181નો સહારો લીધà«
સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે રાજ્યમાં દર વર્ષે 1 લાખથી વધુ મહિલાઓ અત્યાચારનો બને છે ભોગ
8 મે ના દિવસે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. પણ સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે કોઈના કોઈ સ્વરૂપે રહેલી માતૃશક્તિ પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે. ગુજરાતમાં દર વર્ષે 1 લાખથી વધારે મહિલાઓ અલગ અલગ અત્યાચાર (હિંસા)નો ભોગ બને છે. ગુજરાતમાં 8 વર્ષમાં 10 લાખ જેટલા મહિલા અત્યાચારના બનાવો સામે આવ્યા છે. ગુજરાતમાં દર મહિને 10 હજાર મહિલાઓ અત્યાચારનો ભોગ બનતા મહિલા હેલ્પલાઇન 181નો સહારો લીધો હતો.
8  મે મધર્સ ડે ની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં તો જાણે ફોટા મુકવાનું ઘોડાપુર ચાલે છે. તેની વચ્ચેપણ સમાજમાં હજુ પણ મહિલાઓ અનેક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘરેલુ હિંસા, નશો કરીને મહિલા સાથે મારામારી, એક્સ્ટ્રા મેરીટલ ઇસ્યુ, સહિતની હિંસાનો ભોગ મહિલા બની રહી છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 10 લાખ મહિલાઓ અલગ-અલગ મહિલા અત્યાચારનો ભોગ બની છે. જેમાં સૌથી વધારે કેસ ઘરેલું હિંસા, હરેસમેન્ટ, એક્સ્ટ્રા મેરિટીયલ ઇસ્યુ, તેમજ ટેલિફોન દ્વારા મહિલાની પજવણી આ તમામ કેસો સૌથી વધારે છે. જેમાં ઘરેલુ હિંસાના 3,90,780 સતામણી/ટોર્ચરના 60,081 લિગલ ઇસ્યુના 28,333માં કેસ 181 મહિલા હેલ્પલાઈનમાં સામે આવ્યા હતા.
આમ જ્યારે 181 મહિલા હેલ્પલાઇનની શરૂઆત થયી ત્યારે 2015માં મહિલા ઉત્પીડનના 81,300 કેસ હતા, જે વધીને અત્યારે 1,50,000 ને પાર પહોંચ્યા છે. એટલે કે, મહિલા ઉત્પીડનના કેસોમાં 90 ટકાનો વધારો થયો છે. અને તેમાં પણ મેટ્રો સિટીમાં કેસ વધી રહયા છે.
10 વર્ષમાં મેટ્રો સિટીમાં નોંધાયેલા અલગ-અલગ મહિલા ઉત્પીડનના બનાવો...
અમદાવાદ  -   1,51,792
રાજકોટ     -   74,306
વડોદરા      -   90,628
સુરત         -   77,371
મહાનગરોમાં મહિલા પર થતા અત્યાચારના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 18,974 કેસ સામે આવે છે. જ્યારે રાજકોટમાં દર વર્ષે 9,288 અને વડોદરામાં 11,328 અને સુરતમાં 9,671 દર વર્ષે અલગ-અલગ અત્યાચારનો ભોગ બનતા 181નો સહારો લીધો હતો. આમ મધર્સ ડે ના દિવસે સોશિયલ મીડિયામાં ફોટા મુકવાની સાથે સાચા અર્થમાં મહિલાઓને સન્માન આપીશું તો જ આ પ્રકારના બનાવો અટકી શકે.
Advertisement
Tags :
Advertisement

.