Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઇ, મળી આવ્યા અધધ મોબાઈલ

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. માત્ર બે મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં તપાસ કરી રહેલી ઝોન 7 એલસીબી ટીમને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેમ 58 મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરેલા મળી આવ્યા છે.. અને સાથે જ મોબાઈલને ખરીદનારા શખ્સો પણ મળી આવતા પોલીસે અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.ઝોન 7 એલસીબીએ  5 આરોપીઓની મોબાઈલ ચોરી કરીને વહેચà
10:15 AM Aug 28, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. માત્ર બે મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં તપાસ કરી રહેલી ઝોન 7 એલસીબી ટીમને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેમ 58 મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરેલા મળી આવ્યા છે.. અને સાથે જ મોબાઈલને ખરીદનારા શખ્સો પણ મળી આવતા પોલીસે અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ઝોન 7 એલસીબીએ  5 આરોપીઓની મોબાઈલ ચોરી કરીને વહેચી દેવાના ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં એઝાઝ પઠાણ, મોહંમદ સલીમ શેખ, મોસીન શેખ, મોહમદ રફીક સુથાર અને મુસ્તકીમ રહેમાન સુથાર છે.. અમદાવાદનાં પાલડી વિસ્તારમાં રસ્તે જતી મહિલાના મોબાઈલને ખેંચીને રીક્ષામાં આવેલા બે યુવકો ફરાર થઈ ગયા હતા, જેમાં ઝોન 7 એલસીબીએ અલગ અલગ સીસીટીવી તપાસતા શંકાસ્પદ રીક્ષા સાથે બે શખ્સો જેમાં એઝાજ પઠાણ અને સલીમ શેખ મળી આવ્યા હતા. જે બન્ને આરોપીઓ દાણીલીમડા વિસ્તારના રહેવાસી છે, આરોપીઓ રીક્ષામાં અલગ અલગ વિસ્તારમાં ફરીને જ્યાં ભીડ ન હોય ત્યાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હતા..
રીક્ષા સાથે પકડાયેલા બન્ને આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે તેઓ શેરખાન પઠાણ નામનાં વોન્ટેડ આરોપી સાથે શહેરના અલગ વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગ કે ચોરી કરીને તે મોબાઈલ વટવાના મોહસીન નામનાં શખ્સને આપતા હતા અને મોહસીને એક સાથે 8-10 મોબાઈલ ભેગા થાય તો મોડાસામાં મોબાઈલની દુકાન ચલાવતા મોહમદ રફીક અને મુસ્તકીમ રહેમાનનો સંપર્ક કરી તેઓને અમદાવાદ બોલાવી આ મોબાઈલ ફોનનો સોદો કરતો હતો.. જે બાદ મોડાસાનાં આરોપીઓ તે મોબાઈલ ઓછી કિંમતમાં ત્યાં વેચી દેતા હતા.. આ મામલે એક બાદ એક કડી જોડાતા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરનાર, મોબાઈલ ખરીદનાર અને સોદો કરાવનાર તમામની ધરપકડ કરી છે..
આ મામલે ઝોન -7 એલસીબીએ આરોપીઓ પાસેથી 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યાં છે, તેમજ રીક્ષા સહિત કુલ 4.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબ્જે કરાયેલા મોબાઈલમાં 8-10 હજારની કિંમતનાં મોબાઈલથી લઈને દોઢ લાખની કિંમતનો મોબાઈલ પણ જપ્ત કરાયો છે. આરોપીઓ છેલ્લાં 5 મહિનામાં આ મોબાઈલ ચોરી અથવા સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ તો વાસણા, પાલડી, કાગડાપીઠ અને રાણીપમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉફેલાયો છે..જેમાં થોડા સમય પહેલા પાલડીમાં થયેલી મોબાઈલ ચોરીમાં તો નિવૃત DYSP નો ફોન આરોપીઓએ ચોરી કર્યો હોવાનુ ખુલ્યું છે..તેવામાં હવે પોલીસે મળી આવેલા તમામ મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે માલિકનો સંપર્ક કરી ગુનો નોંધાવાય તે પ્રકારની તજવીજ હાથ ધરી છે. 
Tags :
GangcaughtGujaratFirsthalfmobilesfoundMobilesnatching
Next Article