ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન દ્વારા ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે બેઠક
ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કંપનીઓને કિંમત અને માર્જિન પોલિસીના તફાવત દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ સિવાય સરકારને વન નેશન વન ટેક્ષ પોલીસી લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું હતુ.કંપનીઓની ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસીને કારણે રિà
ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસી માટે રિટેલર અને જથ્થાબંધ વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કંપનીઓને કિંમત અને માર્જિન પોલિસીના તફાવત દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આ સિવાય સરકારને વન નેશન વન ટેક્ષ પોલીસી લાગુ કરવા સૂચન કરવામાં આવ્યું હતુ.
કંપનીઓની ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસીને કારણે રિટેલર્સને ધંધો કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ફેડરેશન કંપનીઓ, ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર્સ વચ્ચેની કડી તરીકે કામ કરે છે. ફેડરેશનના સભ્યો સમગ્ર ગુજરાતમાં FMCG બિઝનેસ કરે છે. રાષ્ટ્રીય સ્તરે પાંચ લાખથી વધુ વિતરકો અને 1.5 કરોડ રિટેલર્સ છે. જેઓ છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. FMCG સેક્ટરના કુલ બિઝનેસમાં લગભગ 90% યોગદાન આપે છે અને 25%થી વધુ વસ્તીને રોજગારી આપે છે, જ્યારે આધુનિક અને ઓનલાઈન વેપાર માત્ર 10% ફાળો આપે છે અને રોજગારમાં માત્ર 1% ફાળો આપે છે.
કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે ‘આ ભાવ તફાવતને કારણે સરકારને GSTની આવકમાં ઘટાડો થાય છે અને અમને ધંધામાં નુકસાન થાય છે. જો એક જ રિટર્ન ભરવું પડે તો વેપાર કરવામાં સરળતા રહેશે.’ FMCGના ચેરમેન અરુણ પરીખે કહ્યું કે ‘હાલમાં ડીફરન્સીયલ પ્રાઇસ અને પેક પોલિસીના કારણે ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે અને છેતરાય છે. છૂટક વેપારીને 10% માર્જિન મળી રહ્યું છે અને મોલને 20 થી 22% નું માર્જિન મળે છે પરંતુ વજનમાં ફરક કરે છે જેથી ગ્રાહકો છેતરાય છે.’
Advertisement