Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શહેરના ખાણી પીણીના બજારોમાં વેચાઈ રહ્યું છે એમ.ડી ડ્રગ્સ

તાજેતરમાં અમદાવાદ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે અને તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક ડ્રગ પેડલરને પકડવામાં સફળતા મળી છે.  પોલીસે પકડાયેલા ડ્રગ્સ પેડલર પર પાસેથી 7 લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી કેફે પર વેચાતા ડ્રગ્સ સિન્ડિકેટ નો પર્દાફાશ કર્યો છે.ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીનું નામ છે મà
10:40 AM May 22, 2022 IST | Vipul Pandya
તાજેતરમાં અમદાવાદ પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા કેટલાક આરોપીઓની તપાસ દરમિયાન મહત્વનો ખુલાસો થયો છે અને તેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક ડ્રગ પેડલરને પકડવામાં સફળતા મળી છે.  પોલીસે પકડાયેલા ડ્રગ્સ પેડલર પર પાસેથી 7 લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી કેફે પર વેચાતા ડ્રગ્સ સિન્ડિકેટ નો પર્દાફાશ કર્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીનું નામ છે મોહમ્મદ સોહેલ મન્સૂરી. મૂળ અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે સોહીલ છેલ્લા બે વર્ષથી કેફે પર ડ્રગ્સનું ગેરકાયદેસર છૂટક વેચાણ કરતો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ સિંધુભવન રોડ ઉપરથી પકડેલા કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની તપાસ કરતા આ ખુલાસો થયો હતો. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 13 જેટલા શખ્સોની અટકાયત કરતા સામે આવ્યું હતું કે કેફે પર આસાનીથી કેવી રીતે ડ્રગ્સ લેનારાઓને આ ડ્રગ્સ મળી રહેતું હતું. જે સંદર્ભે વધુ તપાસ કરતા મોડી રાત્રે મકરબા રોડ પરથી ખાણીપીણી જગ્યા પરથી  મોહમ્મદ સોહેલ મન્સૂરી પાસેથી 71.28 ગ્રામ MD કબ્જે કર્યું 
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવી છે કે છેલ્લા 3 માસ થી સોહીલ મન્સૂરી પણ MD ડ્રગ્સનું સેવન કરતો હતો અને એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની  જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો. મહત્વનું છે કે પોલીસને સોહીલ પાસેથી મોટી 50 ગ્રામની જીપર પણ મળી આવી હતી.સોહીલ મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી MD ડ્રગ્સની નાની નાની 1 ગ્રામની જીપર  2000 થી 2500 ના ભાવ માં વેચતો. જોકે પોલીસ હવે તે અંગે તપાસમાં લાગી છે કે MD ડ્રગ્સનો જથ્થો સોહેલ મન્સૂરી કોની પાસેથી લાવતો હતો?
Tags :
AhmedabadCrimeBranchdurgsGujaratFirstpolice
Next Article