Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ: AK-47 અને AK-56ના પાર્ટ્સને સપ્લાય કરનાર ક્રાઈમ બ્રાન્ચના સંકંજામાં

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AK-47 અને AK-46 જેવી રાઈફલ બનાવવા માટે વપરાતા પાર્ટ્સની હેરાફેરી કરનારને ઝડપીપાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલી સ્કાય ઇન ટુ હોટલના રૂમ નંબર 211 માંથી યમનના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ભારતમાં આવી ગેરકાયદેસર રીતે ઓટોમેટિક રાઈફલના પાર્ટસ બનાવડાવી પોતાàª
10:21 AM Feb 11, 2022 IST | Vipul Pandya
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે AK-47 અને AK-46 જેવી રાઈફલ બનાવવા માટે વપરાતા પાર્ટ્સની હેરાફેરી કરનારને ઝડપી
પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલી સ્કાય ઇન ટુ હોટલના રૂમ નંબર 211 માંથી યમનના એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ભારતમાં આવી ગેરકાયદેસર રીતે ઓટોમેટિક રાઈફલના પાર્ટસ બનાવડાવી પોતાના દેશમાં સપ્લાય કરવાની  પ્રવૃત્તિ કરી રહ્યો છે,તેની પાસે રાયફલના અનેક પાર્ટ્સ છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે યમનના નાગરિક અબ્દુલ અઝીઝ મોહમ્મદ અલ અઝઝાનીની ધરપકડ કરી છે.
રાયફલ બનાવવાના પાર્ટ્સ સહિત મહત્વના દસ્તાવેજો પણ મળ્યા
ક્રાઈમ બ્રાન્ચે હોટલમાં રેડ કરીને આરોપીની સાથે રાયફલ બનાવવાના પાર્ટ્સ જેમાં ગેસ બ્લોક, રાયફલમાં લગાવવામાં આવતા મિકેનિકલ પાર્ટ, રાયફલ જીરોઇંગ કરવાના પાનાં, રાયફલ બનાવવાના ભાગોના પ્લાસ્ટિકના સેમ્પલ, રિપબ્લિક ઓફ યમનના બે પાસપોર્ટ અને 3 મોબાઈલ ફોન સહિત અલગ અલગ કંપનીના કેટલાંક અને ડોક્યુમેન્ટ કબજે કર્યા હતાં.  આ સાથે જ રાયફલના જુદા જુદા પાર્ટસના સેમ્પલની ડિઝાઇન કરેલા કાગળો અને જરૂરી દસ્તાવેજો ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ પણ કબજે કર્યું છે.
 
10 ટકા કમિશન પેટે આરોપી હથિયારોનો કરતો હતો સપ્લાય
પકડાયેલા આરોપી અબ્દુલ અઝીઝની ક્રાઈમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે- આરોપી નવેમ્બર 2021માં અમદાવાદ આવ્યો હતો. યમનમાં હાલ આંતરિક સંઘર્ષના કારણે અસ્થિરતાનું વાતાવરણ છે,ત્યાં હાઉથી, અલ ઝનબ, અલકાયદા જેવા ગ્રુપ એક્ટિવ છે.  પડોશમાં સોમાલિયા દેશ આવેલો હોવાથી હાલના સંજોગોમાં યમનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.જેના કારણે હથિયારોની વ્યાપક માત્રામાં જરૂરિયાત હોવાથી તેને યમનમાં મોહમ્મદ કાસીમ નામનો યુવક મળ્યો હતો જેણે અત્યાધુનિક હથિયારના પાર્ટ્સ કમિશન પેટે 10 ટકા રકમ આપવાની વાત કરી હતી.

પિતાની સારવારના નામે આવીને કરી ગેરકાયદે પ્રવૃતિ
પકડાયેલો આરોપી યમનમાં છૂટક મજૂરી અને કેતના પ્લાન્ટની ખેતી કરી ગુજરાન ચલાવે છે.તેના પિતાને હૃદયની તકલીફ હોવાથી વર્ષ 2018 માં મુંબઇ ખાતે સ્ટેન્ટ મુકાવ્યું હતું, અને દર વર્ષે મેડિકલ ચેકઅપ માટે મુંબઈ આવવાનું રહેતું હોવાથી પિતાની સારવારના બહાને મેડિકલ ચેકઅપ માટે વિઝા મેળવી 2021માં યમનથી મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં CBD વિસ્તારમાં આવેલી એક હોટલમાં 28 દિવસ રોકાયો હતો.જે દરમિયાન 19 કે 20 નવેમ્બરના રોજ મુંબઈની એપોલો હોસ્પિટલમાં ચેકઅપ કરાવી પિતાને યમન પરત મોકલ્યા હતાં.
 
અમદાવાદની કંપનીઓમાં પાર્ટસ બનાવ્યાં
યમનના મિત્ર મોહમ્મદ કાસીમના જણાવ્યા અનુસાર અત્યાધુનિક હથિયાર રાઇફલના પાર્ટ્સ બનાવવાના પ્રયત્નો કર્યા. 1લી જાન્યુઆરીએ તેણે મુંબઈથી અમદાવાદમાં આવીને રાયફલના પાર્ટસના મેઝરમેન્ટ સાથેના ફોટાના આધારે ડિઝાઇન બાબતે ઓનલાઇન સર્ચ કર્યા હતું. જે બાદ શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈને તપાસ કરી ઓઢવ જીઆઇડીસી ખાતે આવેલી ડી.કે એન્જિનીયરિંગ કંપનીમાં જઈને સેલ્સમેન તરીકે પોતાની ઓળખાણ આપી હતી. તેમજ જુદી જુદી મશીનરીના સ્પેરપાર્ટ બનાવતો હોવાનું જણાવી સૌપ્રથમ રાઇફલના પાર્ટસની જુદી-જુદી ચાર ડાઈ બનાવી હતી.  જે ડાઈના આધારે તેણે કઠવાડા જીઆઈડીસીમાં આવેલી મારુતિ ઇનવ સ્ટીલ કસ્ટ, તેમજ કલ્પેશ અલોયેઝ કંપનીમાં રાયફલ બનાવવાના પાર્ટ્સનો ઑર્ડર પણ આપ્યો હતો. આરોપી આ તમામ પાર્ટ્સ યમનમાં ખાતે મુનિર મોહમ્મદ કાસીમને કાર્ગો મારફતે સપ્લાય કરવાનો હતો.

ઓઢવ અને કઠવાડા GIDCમાંથી રાયફલ બનાવવાના પાર્ટ્સ રિકવર કર્યા
ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ જીઆઇડીસી અને કઠવાડા જીઆઈડીસીમાં આવેલી કંપનીઓમાં સર્ચ કરી રાયફલ બનાવવાના પાર્ટ્સ રિકવર કર્યા છે. જેમાં એક લાખની કિંમતની રાયફલના પાર્ટ્સ બનાવવાની ડાઈ સહિત અન્ય જુદા જુદા સામાન મળીને એક લાખ ચાર હજારથી વધુનો મુદ્દામાલ તેમજ રાયફલના પાર્ટ્સ, સેમ્પલની ડિઝાઇન કરેલા કાગળો પણ કબજે કર્યા છે.પકડાયેલા આરોપી સાથે આ ગુનામાં અન્ય  કોઇ સ્થાનિક લોકોની સંડોવણી છે કે કેમ તેમ જ આરોપી છેલ્લા અઢી મહિનાથી ભારતમાં આવ્યો હતો, તે દરમિયાન કોને કોને મળ્યો અને રાઈફલના પાર્ટસ બનાવડાવી યમન ખાતે સપ્લાય કર્યા છે કે કેમ તેમજ આરોપી અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

Tags :
ak47GujaratGujaratFirst
Next Article