Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઇ, માધુપુરા પોલીસે 03 આરોપીની ધરપકડ કરી

માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીંકીને હત્યા થઇ હતી. પોલીસે બનેવી અને બે સાળાની કરી ધરપકડ કરી છે. માધવપુરા પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપી બનેવી અબાસ અલારખા ભટ્ટી અને બે સાળા આરીફ મોવર તથા અકરમ મોવર છે. જેમણે પૈસાની ઉઘરાણીમાં એક નિર્દોષ યુવતીની હત્યા કરી દીધી.ભાઈ પર છરીથી હુમલો થતા જોઈને બહેન રહેના બચવા માટે વચ્ચે પડી આ ઘટના એવી છે કે મૃતà
રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઇ  માધુપુરા પોલીસે 03 આરોપીની ધરપકડ કરી
માધુપુરામાં પૈસાની લેતી દેતીમાં ભાઈને બચાવવા વચ્ચે આવેલી બહેનને છરીના ઘા ઝીંકીને હત્યા થઇ હતી. પોલીસે બનેવી અને બે સાળાની કરી ધરપકડ કરી છે. માધવપુરા પોલીસની કસ્ટડીમાં આવેલા આરોપી બનેવી અબાસ અલારખા ભટ્ટી અને બે સાળા આરીફ મોવર તથા અકરમ મોવર છે. જેમણે પૈસાની ઉઘરાણીમાં એક નિર્દોષ યુવતીની હત્યા કરી દીધી.

ભાઈ પર છરીથી હુમલો થતા જોઈને બહેન રહેના બચવા માટે વચ્ચે પડી 
આ ઘટના એવી છે કે મૃતકના ભાઈ શાહરુખ મોવર પાસેથી આરોપીઓ રૂપિયા 2 લાખ માંગતા હતા. શાખરુખ 1.40 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે 60 હજાર ચૂકવવાના બાકી હતા. જેની અદાવત રાખીને આરોપીએ શાહરુખને મારવાનું ષડયંત્ર રચીને માધુપુરા વિસ્તારમાં આવેલ ઘરમાં જઈ હુમલો કરવા પહોંચ્યા. ભાઈ પર છરીથી હુમલો થતા જોઈને બહેન રહેના બચવા માટે વચ્ચે પડતા આરોપીએ યુવતીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી દીધી. આ ઘટનાને લઈને માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી.

સાળા - બનેવીની ધરપકડ કરી
શાહરુખે પાંચ-છ મહિના પહેલા ત્રણેય આરોપીઓ પાસે ઉછીના પૈસા લીધા હતા. જેમાંથી આરોપી અબ્બાસ ભટ્ટી પાસેથી એક લાખ રૂપિયા અને બન્ને સાળા પાસેથી એક લાખ સહિત 2 લાખ લીધા હતા. જેમાં શાહરૂખે અબાસને 1 લાખ આપી દીધા અને સાળા અકરમના 40 આપી દીધા. જ્યારે આરીફના 60 હજાર બાકી હોવાથી તેની ઉઘરાણી કરવા જીવલેણ હુમલો કરતા યુવતીનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે મૃતક બહેન રહેના પરણિત છે અને રાજકોટમાં લગ્ન કર્યા છે  ઘટના સમયે તે માતા-પિતાના ઘરે રોકાવા માટે આવી હતી અને ભાઈના ઝઘડામાં વચ્ચે આવતા આરોપીઓ બહેન છરી મારતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે ફરિયાદી શાહરુખ છૂટક મજૂરી કરે છે અને જુગારમાં દેવું થઈ જતા પૈસા ચૂકવવા લીધા હોવાની આશકા છે. હાલમાં માધુપુરા પોલીસે આ કેસમાં સાળા અને બનેવી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે ક તેને લઈ તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.