Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી ટાણે જ અમદાવાદ ગ્રામ્યમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ

એક તરફ વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અશ્વમેઘ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી 17.77 લાખનો વિદેશી દારુ (Liquor) ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે દારુના જથ્થા સાથે 6 શખ્સની ધરપકડ કરી છે.  ચૂંટણી ટાણે જ લાખો રુપિયાનો દારુ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ નવાઈની વાત એ છે àª
ચૂંટણી ટાણે જ અમદાવાદ ગ્રામ્યમાંથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂ
એક તરફ વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) ની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અશ્વમેઘ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી 17.77 લાખનો વિદેશી દારુ (Liquor) ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલે દારુના જથ્થા સાથે 6 શખ્સની ધરપકડ કરી છે.  ચૂંટણી ટાણે જ લાખો રુપિયાનો દારુ ઝડપાતા ચકચાર મચી ગઇ છે. 

સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ 
નવાઈની વાત એ છે કે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલું આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જેમાં લાખો રૂપિયાની મત્તાનો વિદેશી દારૂ આવી જાય છે અને સ્થાનિક પોલીસને સમગ્ર બાબતની ગંધ સુધ્ધાં પણ આવતી નથી. ઝડપાયેલા 6 આરોપીને અસલાલી પોલીસને સોંપવામાં આવ્યા છે.  પોલીસે અન્ય 7 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. 
ચૂંટણી નજીક આવતા શહેરમાં દારૂની રેલમછેલ
સામાન્ય રીતે ઇલેક્શન નજીક આવતું હોય છે તેવા સમયમાં બેનામી રોકડ રકમ તથા દારૂનો મોટો જથ્થો  લાવવામાં આવતો હોય છે. અમદાવાદ ના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા દસક્રોઈ તાલુકાની હદમાં આવેલા અશ્વમેઘ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં SMCએ  દરોડો પાડતાં ટ્રકમાંથી 17 લાખ 77 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં  મુખ્ય આરોપી ગણાતા એવા 7 આરોપીઓ ફરાર થઇ ગયા છે.

મિલ્ક પાઉડરની આડમાં દારૂ મંગાવ્યો હતો
દૂધના પાવડરની આડમાં રાજસ્થાનથી અમદાવાદ સુધી વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો  હતો. પોલીસે ટ્રક ઉપરાંત એક છોટા હાથી અન્ય બે ટુ-વ્હીલર સહિત કુલ 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ સુધી કેવી રીતે આવી પહોંચ્યો તે વિશે પણ સવાલ ઉભા થયા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.