Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી નદીના પટમાં ખાડો ખોદી સંતાડેલો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ હોય અને બુટલેગરો પર લગામ લગાવવા પ્રયાસ ધર્યો છે. સાબરમતી નદીના પટમાં જમીનમાં સંતાડેલો દારૂ ઝડપાયો છે. રાતના અંધારાનો લાભ લઈને દારૂને જમીનમાં દાટી સગેવગે કરતા બે શખ્સો ઝડપાયા છે.રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ છે નમન
સાબરમતી નદીના પટમાં ખાડો ખોદી સંતાડેલો દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળો પર રહી ગઈ હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડની ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ હોય અને બુટલેગરો પર લગામ લગાવવા પ્રયાસ ધર્યો છે. સાબરમતી નદીના પટમાં જમીનમાં સંતાડેલો દારૂ ઝડપાયો છે. રાતના અંધારાનો લાભ લઈને દારૂને જમીનમાં દાટી સગેવગે કરતા બે શખ્સો ઝડપાયા છે.
રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ઝડપેલા આ બન્ને આરોપીઓના નામ છે નમન છારા અને શરદ છારા. જેઓ  મિનિ છારાનગર તરીકે ઓળખાતા સાબરમતી વિસ્તારમાં રહેતા આ બન્ને આરોપીઓએ સાબરમતી નદીનાં પટમાં રાસ્કા પાઈપ લાઈનનાં બ્રિજ નીચે જમીનમાં ખાડો ખોદી દારૂ સંતાડી રાખ્યો હતો. જે બાબતની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની 204 બોટલો સાથે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. 
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે સાબરમતીનાં કુખ્યાત બુટલેગર રતન છારા અને નિતેશ છારા દ્વારા આ દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા રિવરફ્રન્ટ વેસ્ટ વિસ્તારમાં પણ વરસાદમાં અંધારાનો લાભ લઈને દારૂ સગેવગે કરતા ઝડપાયેલા આરોપી અને દારૂના ગુનામાં આ આરોપીઓ સામેલ છે. સાથે જ આરોપીઓ દ્વારા બહારથી દારૂ લાવીને નદીમાં પટમાં ખાડો કરીને તેમાં સંતાડી દેવામાં આવતો હતો અને જ્યારે જેટલા દારૂની જરૂર પડે તેટલો દારૂ કાઢીને વેચવામાં આવતો હતો.
સાબરમતી નદીના પટમાં અગાઉ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાતા દેશી દારૂની હાટડીઓ બંધ થઈ હતી. જોકે ભારતીય બનાવટના વિદેશી દારૂને સંતાડવા માટે સાબરમતી નદીનો ખાલી પટ વાપરવામા આવતો હોવાનુ ખુલતા જ પોલીસ સજ્જ બની છે. તેવામાં પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ નદીના પટમાં દારૂની બોટલો સંતાડી હોવાનું ખુલતા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.