અગ્નિપથ યોજનાના વિરોધ વિશે જાણો શું કહ્યું, યોગ ગુરુ બાબા રામદેવજીએ
યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા યોગ ગુરુ બાબા રામદેવે 'ગુજરાત ફર્સ્ટ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે યોગ ધર્મ જ આજનો યુગ ધર્મ છે. અગ્નિપથ પ્રોજેક્ટ પર ચાલી રહેલા તોફાનો અંગે તેમણે કહ્યું કે આ બહાદુરીનું કામ નથી પણ કાયરતાનું કામ છે. અમદાવાદમાં વિરાટ નગરમાં આવેલા બાબા રામદેવજીએ 'ગુજરાત ફર્સ્ટ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે યોગ ધર્મ જ આજનો યુગ ધર્મ છે. આજે માનવ અનેક àª
યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા યોગ ગુરુ બાબા રામદેવે 'ગુજરાત ફર્સ્ટ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે યોગ ધર્મ જ આજનો યુગ ધર્મ છે. અગ્નિપથ પ્રોજેક્ટ પર ચાલી રહેલા તોફાનો અંગે તેમણે કહ્યું કે આ બહાદુરીનું કામ નથી પણ કાયરતાનું કામ છે.
અમદાવાદમાં વિરાટ નગરમાં આવેલા બાબા રામદેવજીએ 'ગુજરાત ફર્સ્ટ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે યોગ ધર્મ જ આજનો યુગ ધર્મ છે. આજે માનવ અનેક રોગથી પિડાઇ રહ્યો છે અને તેનું એક માત્ર સમાધાન યોગ છે. તમામ રોગ યોગ મટાડે છે. શારિરીક, માનસિક , આધ્યાત્મક આરોગ્ય યોગથી મળે છે.
બાબા રામદેવજીએ કહ્યું કે યોગનું ભારે મહત્વ છે. યોગ એટલે માત્ર યોગાસન નહી પણ પ્રાણાયામ, ધ્યાન અને યોગમય જીવનનો અભ્યાસ તે મહત્વનું છે.
યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તે વિશેના એક સવાલના જવાબમાં બાબા રામદેવજીએ કહ્યું કે યોગની આદત કેળવવાના કારણે તમામ યુવકો ખરાબ આદતથી બહાર નિકળશે. તેમણે કહ્યું કે યોગ નહી કરે તો ખોટી આદત પડી જશે જેથી તમામ લોકો યોગ કરે તવું મારુ આહવાન છે. યોગથી ચેતના જાગે છે અને આત્મ સાથે જોડાય છે.
હાલ દેશભરમાં અગ્નિવીર યોજના વિશે તોફાન ફાટી નિકળ્યા છે તે અંગે પ્રતિક્રિયા આપતાં બાબા રામદેવજીએ કહ્યું કે અગ્નિપથના અગ્નિવીરોને વિનંતી છે કે તે યોગ પથ પર ચાલે. રેલવે ફૂંકવાથી તથા આગજની કરવાથી અને હિંસા કરવાથી કોઇ રસ્તો નિકળશે નહી. તેમણે કહ્યું કે આ બહાદુરીનું કામ નહી, પણ કાયરતાનું કામ છે. ગુજરાતમાં ક્યાંય આગજની નથી. ગુજરાતના લોકો ધૈર્ય વાળા છે. પુરુષાર્થી છે. ગુજરાત શાંતિ અને સમૃદ્ધીના માર્ગે છે. ગુજરાત આખા દેશમાં આગળ છે. આખો દેશ ગુજરાતનું અનુંકરણ કરશે તો આગળ વધશે.
Advertisement