Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેસીબી મશીન ઓપરેટર કેવી રીતે બન્યો ડ્રગ્સ પેડલર?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી શાહરૂખાન પઠાણ નામના શખ્સની કુલ 18 લાખના એમ.ડી ડ્રગ્ઝ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ડ્રગ્સ અને એક ફોર વ્હીલર સહિત કુલ 21 લાખનો મુદ્દમાલ જપ્ત કરાયો છે. ડ્રગ્સનો આ જથ્થો રાજસ્થાનથી સાબરકાંઠા થઈને અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આ ઘટનામાં આરોપી શાહરુખ ખાન પઠાણ જેસીબી મશીન ચલાવતો હતો. અને તેને પોતાને જ ડ્રગ્સની લત à
11:38 AM Sep 01, 2022 IST | Vipul Pandya

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી શાહરૂખાન પઠાણ નામના શખ્સની કુલ 18 લાખના એમ.ડી ડ્રગ્ઝ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી ડ્રગ્સ અને એક ફોર વ્હીલર સહિત કુલ 21 લાખનો મુદ્દમાલ જપ્ત કરાયો છે. ડ્રગ્સનો આ જથ્થો રાજસ્થાનથી સાબરકાંઠા થઈને અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટનામાં આરોપી શાહરુખ ખાન પઠાણ જેસીબી મશીન ચલાવતો હતો. અને તેને પોતાને જ ડ્રગ્સની લત હતી. ડ્રગ્સ ખરીદવા માટે પૈસા ખૂટી પડતા બાદમાં ડ્રગ્સની ખેપ મારવાનું કામ શરૂ કર્યુ હતું. તેને એક ખેપના રૂપિયા 20 હજાર મળતા હતા.
આ ઘટનામાં પોલીસે આરોપી શાહરુખ ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો.અને અમદાવાદમાં કોને ડ્રગ્સ આપવાનો હતો. તે તમામ વિગતો મેળવી લીધી છે. અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
Tags :
DrugPeddlerGujaratFirstJCBmachineoperator
Next Article