ભાઈગીરી કરતી ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળ્યો કસ્યો, તમામ સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
શહેરના કોટ વિસ્તારમાં આવેલ જમાલપુરમાં એક ગેંગએ નાકે દમ લાવી દીધો હતો.આ ગેંગ ના સભ્યો એક જ પરિવારના 5 લોકો હતા અને અન્ય એક મળી 6 સભ્યોની ટોળકી છે.આ ગેંગ 7થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો.જેથી પોલીસે આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોક નો ગુનો નોંધ્યો.આ ગેંગમાં 3 સગાભાઈઓ અને તેમના બે પુત્રો સાથે એક શખ્સ મળી કુલ 6 આરોપીઓ છે.જેમાં ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો પરંતુ એકવાàª
03:32 PM Sep 19, 2022 IST
|
Vipul Pandya
શહેરના કોટ વિસ્તારમાં આવેલ જમાલપુરમાં એક ગેંગએ નાકે દમ લાવી દીધો હતો.આ ગેંગ ના સભ્યો એક જ પરિવારના 5 લોકો હતા અને અન્ય એક મળી 6 સભ્યોની ટોળકી છે.આ ગેંગ 7થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો.જેથી પોલીસે આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોક નો ગુનો નોંધ્યો.આ ગેંગમાં 3 સગાભાઈઓ અને તેમના બે પુત્રો સાથે એક શખ્સ મળી કુલ 6 આરોપીઓ છે.જેમાં ગેંગનો મુખ્ય આરોપી બાલમખાન પઠાણ હતો પરંતુ એકવાર જેલમાં ગયા બાદ ગેંગનો કારોબાર પુત્ર હમઝા પઠાણ સભાળ્યો હતો.આ ગેંગમાં હમઝા ખાન હથિયાર રાખી કોઈની પર હુમલો કરતો જે સહેજ પણ ખચકાતો નહિ..આમ ગેંગમાં 40 જેટલા ગુનાઓ આચરી વિસ્તારમાં આંતક મચાવ્યો.
આ ગેંગના સભ્યો ની વાત કરીએ તો આરોપી બાલમખાન પઠાણ,અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણે સગા ભાઈઓ છે જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે.જેમાં અન્ય એક સાગરીત મઝહરખાન પઠાણ છે.આ ગેંગના તમામ સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એકટના ગુના આચરી ચુક્યા છે.
છેલ્લા 8 વર્ષથી આ ગેંગ સક્રિય થઈ છે જેનાથી જમાલપુર વિસ્તારના સમગ્ર લોકો ત્રાહિમામ પોકારી ઉઠી હતી.કારણકે આરોપીઓ સામાન્ય બાબત પર જીવલેણ હુમલો કરી દેતા હતા.એટલું જ નહીં સામાન્ય લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવા અને મારમારી કરવી નજીવી બાબત બની ગઈ હતી જેને લઈ સ્થાનિકોમાં એક ડર બેસી ગયો હતો.જેમાં મોટા ભાગના લોકો આ ગેંગ સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવામાં પણ ડરી રહ્યા છે.ત્યારે આ ગેંગના સભ્યો વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે.જેમાં મુખ્ય આરોપી હમઝા ખાન વિરુદ્ધ 18 જેટલા ગુના આચર્યા છે.જ્યારે શરીફખાન પઠાણએ 12,બાલમખાન પઠાણ 9,અજીમખાન પઠાણ 8,શેરબાઝખાન 6 અને મઝહરખાન પઠાણ 3 ગુના આચાર્ય છે.
ગેંગ સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના આરોપી શરીફખાન પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજખાન પઠાણની ધરપકડ કરી છે .જ્યારે અન્ય બે આરોપી હમઝાખાન અને અજીમખાન જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકો ટ્રાન્સફર વોરંટ લાવી કાયદેસરની કાર્યવાહી કરશે..
જમાલપુર વિસ્તારમાં જો કોઇ બાંધકામ કરે તો આ ગેંગ દ્વારા તેની પાસે પૈસા પડાવવામાં આવતા હતા.અને એવું કહેતા કે વિસ્તારમાં અમઝા ટેક્ષ અને બાલમ ટેક્ષ વગર બાંધકામ ન કરી શકે..આવી રીતે આ ગેંગ સ્થાનિકો હેરાન કરતી હતી.ત્યારે આરોપી હમઝાખાનએ મ્યુ. કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે 10 દુકાન અને એક બંગલો પર બાંધ્યો છે.ત્યારે આ ગેંગ દ્વારા બેનામી સંપત્તિ અને ગુનાની તમામ હક્કીતોની તપાસ કરવા ઇ ડિવિઝનના એસીપી સોંપવામાં આવી છે.
Next Article