અમદાવાદમાં ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી 2 સ્માર્ટ સ્કૂલનો પ્રારંભ
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સંચાલીત શાળાઓની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. હવે અમદાવાદમા ખાનગી સ્કુલોને ટક્કર આપતી સ્કુલો અમદાવાદ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે.બુધવારે અમદાવાદમા 2 સ્માર્ટ સ્કુલોનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં બે સ્માર્ટ સ્કૂલોની શરુઆત કરવામાં આવી છે. સરસપુર વિસ્તારમાં આવેલી સ્માર્ટ શાળાની મુલાકાત લો તો બહારથી જોતા જ બાળકોને સ્કુલમાં àª
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા સંચાલીત શાળાઓની ગુણવત્તામાં સુધારો આવ્યો છે. હવે અમદાવાદમા ખાનગી સ્કુલોને ટક્કર આપતી સ્કુલો અમદાવાદ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે.બુધવારે અમદાવાદમા 2 સ્માર્ટ સ્કુલોનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં બે સ્માર્ટ સ્કૂલોની શરુઆત કરવામાં આવી છે. સરસપુર વિસ્તારમાં આવેલી સ્માર્ટ શાળાની મુલાકાત લો તો બહારથી જોતા જ બાળકોને સ્કુલમાં ભણવા જવાની ઈચ્છા થાય. સ્માર્ટ સ્કૂલમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ સામેલ છે. સ્માર્ટ શાળા અંતર્ગત ગણિત-વિજ્ઞાનની પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી છે જેમાં ભણવા માટે વિદ્યાર્થીઓ અત્યારથી જ આતુર છે.બાળકોની સાથે શિક્ષકોએ પણ શિક્ષણની તૈયારી અને આતુરતા બતાવી છે.ગણિતની પ્રયોગશાળામાં ગણિતને લગતા તમામ સાધનો રુમમાં ઉપલબ્ધ છે.જ્યારે વિજ્ઞાનની પ્રયોગશાળામાં વિજ્ઞાન સાથે સંકળાયેલા સાધનો, સંશોધન કર્તાની જાણકારી ઉપલબ્ધ છે.
વિદ્યાર્થીઓના ક્લાસ રુમ કે જેમાં ડિજિટલ બોર્ડ ઉપલ્બધ છે.સીસીટીવી થી સજ્જ તમામ રુમની સાથે ફુલપ્રુફ ફાયરની સુવિધા પણ શાળામાં ઉપલબ્ધ છે.ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી શાળાઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 13 સ્માર્ટ સ્કૂલો શરૂ થઈ છે જ્યારે ઓગષ્ટ સુઘી 42 સ્માર્ટ શાળાઓ ખુલ્લી મુકવાનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યુ છે.
Advertisement