જાણો સમગ્ર મામલે શુ કહ્યું DGP આશિષ ભાટિયાએ?
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 49 આરોપીઓ દોષિત સાબિત થયા છે. જ્યારે 28 પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. આ અંગે DGP આશિષ ભાટિયાએ નિવેદન આપતા કહ્યું કે, અમદાવાદમાં 23 સ્થળોએ બોંબ મૂકાયા હતા, આરોપીઓ વટવામાં મકાન ભાડે રાખીને રહેતા હતા. તમામ બ્લાસ્ટમાં સાયકલનો ઉપયોગ કરાયો હતો, જેમાં 56 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે કેસની તપાસમાં અલગ-અલગ ટીમ જોડાઈ હતી, અને ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ તપà
અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે 49 આરોપીઓ દોષિત સાબિત થયા છે. જ્યારે 28 પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. આ અંગે DGP આશિષ ભાટિયાએ નિવેદન આપતા કહ્યું કે, અમદાવાદમાં 23 સ્થળોએ બોંબ મૂકાયા હતા, આરોપીઓ વટવામાં મકાન ભાડે રાખીને રહેતા હતા. તમામ બ્લાસ્ટમાં સાયકલનો ઉપયોગ કરાયો હતો, જેમાં 56 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે કેસની તપાસમાં અલગ-અલગ ટીમ જોડાઈ હતી, અને ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી, સિવિલ અને એલ.જી.હોસ્પિટલમાં બોમ્બ મૂકાયા હતા, ત્યારે 82 આરોપીઓ સામે અમે પુરાવા એકઠા કર્યા, DGP આશિષ ભાટિયાએ કહ્યું કે અમે નિર્દોષ છૂટેલા આરોપીઓને લઇ અભ્યાસ કરીશું, કેટલાક આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. ત્યારે જજમેન્ટની કોપીનો અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરીશું
Advertisement