ફિલ્મ નિર્માતા અવિનાશ દાસને કોર્ટે જાણો કેટલા દિવસના રિમાન્ડ આપ્યાં
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિવાદાસ્પદ ફોટા પોસ્ટ કરવા મુદ્દે લઈને ફિલ્મ નિર્માતા અવિનાશદાસ વિરુદ્ધ નોંધાયો છે. બે મહિના સુધી સર્ચ બાદ ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસની ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે મુંબઈથી ધરપકડ કરી છેઅવિનાશ દાસ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પરની એક વેબ સિરીઝને લઈને લાઇમ લાઇટમાં આવ્યાં હતાં. અવિનાશ દાસ વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાનને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાà
01:33 PM Jul 20, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિવાદાસ્પદ ફોટા પોસ્ટ કરવા મુદ્દે લઈને ફિલ્મ નિર્માતા અવિનાશદાસ વિરુદ્ધ નોંધાયો છે. બે મહિના સુધી સર્ચ બાદ ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસની ક્રાઇમ બ્રાન્ચે ગઇકાલે મુંબઈથી ધરપકડ કરી છે
અવિનાશ દાસ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પરની એક વેબ સિરીઝને લઈને લાઇમ લાઇટમાં આવ્યાં હતાં. અવિનાશ દાસ વિરુદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાનને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઘણી મહેનત બાદ અવિનાશ દાસની તેના મુંબઇ ખાતેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી લીધી હતી. આજે તેમને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયાં હતાં. જ્યાં કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જૂનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં ગૃહમંત્રીનો વિવાદિત આઇ.એસ. અધિકારી પૂજા સિંધલ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ મહિલા અધિકારી ઝારખંડના છે અને હાલમાં તેઓ મની લોન્ડરિંગ ના કેસમાં સંડોવાયેલા હતા તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો પાંચ વર્ષ જૂનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ ફિલ્મ નિર્માતા પર રાષ્ટ્રધ્વજની ગરિમાને નુકશાન પોહચેં તે મુજબ એક નગ્ન સ્ત્રીનું વિકૃત પેન્ટિંગ બનાવ્યું હતું. આ તમામ બાબતોને લઈને અવિનાશ દાસ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે ઇન્ડિયન પીનલ કોડ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ સાથે જ પ્રિવેનશન ઓફ ઇન્સલટ્સ ટુ નેશનલ ઓનર એકટ 1971 ની કલમ 2 મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે.જેના પગલે મુંબઇ ખાતેથી અવિનાશ દાસની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
Next Article