કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ મૌલવી કમરગનીને જ્યુડિશીયલ કસ્ટડીમાં રખાયો
અમદાવાદના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ આરોપી મૌલવી કમરગનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત ATSએ વધુ રિમાન્ડની માગણી ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાકેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું. શું હતી સમગ્ર ઘટના ?ધંધુકાના મોઢવાડામાં ડેલુ પાસે મંગળવારે કિશન નામનો યુવક જà
અમદાવાદના ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ આરોપી મૌલવી કમરગનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત ATSએ વધુ રિમાન્ડની માગણી ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ હત્યાકેસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું.
શું હતી સમગ્ર ઘટના ?
ધંધુકાના મોઢવાડામાં ડેલુ પાસે મંગળવારે કિશન નામનો યુવક જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. યુવકને સારવાર મળે તે પહેલા જ તે સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનો સહિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Advertisement