Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલીવુડ 'કિંગ ખાને' પોતાના પર થયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી

23જાન્યુઆરી વર્ષ 2017માં કિંગ ખાનની આવેલી ફિલ્મ રઈશના પ્રમોશન સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાનને જોવાં ભીડ એકઠી થઇ હતી. ભીડ સામે જોઇને તેણે ટી-શર્ટ અને બોલ ફેંક્યા,જેના કારણે રેલ્વે સ્ટેશન પર  અફરા તફરી સર્જાઈ હતી.બનાવને જોતાં પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ ભીડમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઓગસ્ટ ક્રાંતિ  ટ્રેનમાં ફિલ્મ રઈશના પ્રમોશન સમયનો બનાવ આ વાત છે ,23 જ
બોલીવુડ  કિંગ ખાને  પોતાના પર થયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી
23જાન્યુઆરી વર્ષ 2017માં કિંગ ખાનની આવેલી ફિલ્મ રઈશના પ્રમોશન સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાનને જોવાં ભીડ એકઠી થઇ હતી. ભીડ સામે જોઇને તેણે ટી-શર્ટ અને બોલ ફેંક્યા,જેના કારણે રેલ્વે સ્ટેશન પર  અફરા તફરી સર્જાઈ હતી.બનાવને જોતાં પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આ ભીડમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
 
ઓગસ્ટ ક્રાંતિ  ટ્રેનમાં ફિલ્મ રઈશના પ્રમોશન સમયનો બનાવ 
આ વાત છે ,23 જાન્યુઆરી વર્ષ 2017ની જ્યારે કિંગખાનની આવેલી ફિલ્મ 'રઈશ'ના પ્રમોશન સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર એકઠી થયેલી ભીડના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. વડોદરા રેલ્વે સ્ટેશન પર રાત્રિના 10.00 કલાકે શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ 'રઈશ'ના પ્રમોશન માટે આવ્યો હતો. તે સમયે ટ્રેન થોડા સમય માટે વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર રોકાઈ હતી, અને આ સમયે શાહરૂખ ખાને પોતાની ટી-શર્ટ અને બોલ ઉમટી પડેલી ભીડ તરફ ફેંક્યો હતો,તે લેવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં. ટોળાએ ભારે અફરાતફરી મચાવી નાખી હતી. જ્યાં આ ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. જે દરમ્યાન મચેલી નાસભાગમાં એક વ્યક્તિનું ભીડની અડફેટે મોત નીપજ્યું હતું. 

કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા પર આવશે ત્યારે પણ આટલી જ ભીડ એકત્ર થશે
જેમાં અરજદારના વકીલે ગુજરત હાઈકોર્ટે સમક્ષ એવી દાદ માંગી હતી કે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને રેલ્વેમાં પ્રવાસ પર હતાં. આવા સમયે તેમણે આવા કોઈ પ્રમોશન કરવાની જરૂર રહેતી નથી. તદ્ઉપરાંત શાહરૂખ ખાને ભીડ સામે જાણી જોઈને ટી-શર્ટ અને બોલ ફેંક્યા, જેના કારણે રેલ્વે સ્ટેશન પર અફરા તફરી સર્જાઈ હતી.અને પોલીસને લાઠીચાર્જ કરવની ફરજ પડી હતી. જેથી દોડાદોડમાં મારા અસીલનું મોત નીપજ્યું હતું. હાઈકોર્ટે હળવા અંદાજમાં અરજદારના વકીલને કહ્યું કે ભવિષ્યમાં જો આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા પર આવશે ત્યારે પણ આટલી જ ભીડ એકત્ર થશે તેનો તમને ખ્યાલ છે? આ ઉપરાંત હાઈકોર્ટે ઉમેર્યું કે,આ મુદ્દે  શાહરૂખ ખાનને માંફી માંગવાનું પણ કહેવામાં આવશે. આ સમગ્ર બાબતે હાઈકોર્ટે વધુ સુનવણી 24મી ફેબુઆરીના રોજ મુલતવી રાખી છે 
Advertisement
Tags :
Advertisement

.