Kankaria Carnival 2024 નો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
- આજે ૨૫ મી ડિસેમ્બર વાજપેઇ જીનો જન્મદિન
- 2014થી આ દિવસ સુશાશન દિન તરીકે ઉજવાય
- અમદાવાદ ને રિવરફ્રન્ટ અટલ બ્રિજ આપ્યા pm મોદીએ
- નરેન્દ્ર ભાઈને કાંકરિયાની કાયા પલટ કરી અલગ ઓળખ આપી
- સમાન્ય બાળકો માટે મનોરંજન ની જગ્યા મળી
kankariacarnival:આજથી અમદાવાદ (Ahmedabad) શહેરના કાંકરિયા ખાતે 15મા કાંકરિયા કાર્નિવલ(kankariacarnival)નો પ્રારંભ થયો છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendrapatel)ના હસ્તે કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
કાંકરિયા કાર્નિવલની 2008થી થઇ શરૂઆત
કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. આ ઉત્સવ નાગરિકોને સાંસ્કૃતિક અને મનોરંજનના વિશિષ્ટ મિશ્રણની ભેટ આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવનું ભવ્ય આયોજન દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે 15મા કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાર્નિવલના આયોજનમાં નાગરિકોને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો -Ahmedabad: ISKCON મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ મામલે યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 'કાંકરિયા કાર્નિવલ 2024 ના પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનશ્રીના વિરાસત ભી વિકાસ ભી' ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.
આ પણ વાંચો -Ahmedabad: ડો.બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે આરોપીઓને રજૂ કરતા કોર્ટે પોલીસનો ઉધડો લીધો
સુશાસન દિવસે અમદાવાદને વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ.868 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના 100 માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે. તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનના વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે.