Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નશાની હાલતમાં આવેલા લોકોએ બાપના બગીચામાં કરી તોડફોડ

બાપના બગીચા કેફેમાં તોડફોડ :તોડફોડ બાદ કેફેમાં આગ લગાડવામાં આવી...નશાની હાલતમાં આવેલા લોકોએ તોડફોડ કરી હોવાનું અનુમાન...વાહન પાર્ક કરવાનું કહેતા મામલો બીચકાયો હતો...સમગ્ર કેફેનું ફર્નીચર તોડી નાખવામાં આવ્યું...નશામાં ધૂત લોકોના હાથમાં રિવોલ્વર પણ હોવાનું અનુમાન...અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કેફેમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. ફોરવ્હીલર ચાલકને પોતાની ગાડી વ્યવ
11:59 AM Feb 03, 2023 IST | Vipul Pandya
બાપના બગીચા કેફેમાં તોડફોડ :

  • તોડફોડ બાદ કેફેમાં આગ લગાડવામાં આવી...
  • નશાની હાલતમાં આવેલા લોકોએ તોડફોડ કરી હોવાનું અનુમાન...
  • વાહન પાર્ક કરવાનું કહેતા મામલો બીચકાયો હતો...
  • સમગ્ર કેફેનું ફર્નીચર તોડી નાખવામાં આવ્યું...
  • નશામાં ધૂત લોકોના હાથમાં રિવોલ્વર પણ હોવાનું અનુમાન...
અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કેફેમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. ફોરવ્હીલર ચાલકને પોતાની ગાડી વ્યવસ્થિત પાર્ક કરવાનું કહેતા માથાકૂટ થઇ હતી. રાત્રીના 2 વાગ્યે એક ફોરવ્હીલર લઈને વિશ્વનાથ રાજપૂત નામનો વ્યક્તિ આવ્યો હતો અને કેફેના સિક્યોરીટી ગાર્ડે વાહન વ્યવસ્થિત પાર્ક કરવાનું કહ્યું અને બાદમાં આ નશામાં આવેલા ગાડી ચાલકે માથાકૂટ કરી હતી અને કેફેમાં હાજર કર્મચારીઓએ પ્રતિકાર કર્યો હતો અને બાદમાં એ જ દિવસે સવારે 04:00 વાગ્યે વિશ્વનાથ રાજપૂત અને તેના મળતિયાઓ ભેગા થઈને આવ્યા હતા અને બાપના બગીચામાં તોડફોડ કરી હતી. ઉપરાંત કેફેમાં આગ પણ ચાંપી હતી. સમગ્ર મામલે બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હાલ ચારથી વધુ લોકોની અટકાયત કરી લીધી છે.
અમદાવાદ શહેરમાં એસપી રીંગ રોડ પર બેરોકટોક કેફે શોપ અને રેસ્ટોરંન્ટ ધમધમી રહ્યા છે અને સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ પ્રકારના કેફે શોપ રીંગ રોડ પર બેરોકટોક ધમધમી રહ્યા છે. અવાર-નવાર આવા કેફે શોપ અને રેસ્ટોરન્ટમાં મારામારીના બનાવો છાશવારે બને છે. ઉપરાંત નશાના સોદાગરો પણ આ કેફે અને રેસ્ટોરન્ટમાં આવતા હોય છે. તેવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. થોડાક વર્ષો અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બાપના બગીચા કેફે શોપ પાસેથી એમ.ડી ડ્રગ્ઝના જથ્થા સાથે કેટલાક લોકોની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આજે ફરી એક વખત આજ કેફે શોપ અને રેસ્ટોરન્ટમાં અસમાજિક તત્વો દ્વારા તોડફોડ કરવાનો બનાવ સામે આવ્યો છે. 
જેમાં નજીવી બાબતે એક શખ્સ સાથે માથાકૂટ થઇ હતી અને બાદમાં આ કેફેશોપમાં કેટલાક લોકોએ આવીને તોડફોડ કરીને ચીજ વસ્તુઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ સત્તાવાર રીતે કશું જ કહેવાની મનાઈ કરી દીધી છે. ત્યારે સમગ્ર બનાવને 24 કલાક વીતી ગયા છે. તેમ છતા પણ બોપલ પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધવાની તસ્દી નહીં લેતા ચોક્કસ લાગી રહ્યું છે કે, સ્થાનિક પોલીસ આ બાબતમાં ભીનું સંકેલવાની નીતિ અપનાવી રહી છે.
બોપલ પોલીસ સ્ટેશનના હદમાં આવેલા એસ.પી રીંગ રોડ પર આખી રાત ચાલતા બેરોકટોક કોફીશોપ અને ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટમાં ચાલતી ગેરરીતોને લઈને સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટ જાણકાર છે પરંતુ બોપલ પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ બાપના બગીચા જેવા અન્ય રેસ્ટોરન્ટ અને કોફીશોપમાં મારામારી અને તોડફોડના બનાવો સામે આવી ચુક્યા છે અને આજે તો જાણે એવું બની ગયું હતું કે અસમાજિક તત્વોને પોલીસનો ડર જ  હવે રહ્યો ના હોય તે પ્રકારે કહેવાત નશાની હાલતમાં કેટલાક લોકો બાપના બગીચા પર આવ્યા અને તોડફોડ કરીને આગ લગાડવામાં સુધીની હરકત આવા અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવી છે. 
જેના પગલે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પણ  ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ બોપલ પોલીસ સ્ટેશન દ્વારા આખાય મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તટસ્થ તપાસના નામે પોલીસ સ્ટેશનમાં આવતા અન્ય અરજદારોને પણ પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. મહત્વનું છે કે હાલ પોલીસે વિશ્વનાથ રઘુવંશી સહીત ચાર લોકોની અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચો - અમદાવાદવાસીઓને નવું નજરાણું, આગામી 7 ફેબ્રુઆરીએ નવા નરોડા વિસ્તારમાં ખુલ્લુ મુકાશે ફ્લાવર વેલી ગાર્ડન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadNewsBaapnoBagichoBap'sGardenCafeGujaratFirstRestaurant
Next Article