Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતનો સૌથી યુવાન અને ઝડપી ડ્રમર અમદાવાદના કર્મન સોનીની કહાની

અહેવાલ - સંજય જોષી, અમદાવાદ કર્મન સોની જેની ઉમ્ર માત્ર 16 વર્ષ છે અને અત્યાર સુધી તેણે ડ્રમર તરીકેની પોતાની કારકિર્દી માટે અનેક સફળતાઓ હાંસલ કરી છે. દેશમાં નહીં પરંતુ દુનિયામાં કર્મને ડ્રમ વગાડવામાં પોતાનો ડંકો વગાડ્યો છે. કર્મન કહે...
08:27 AM May 03, 2023 IST | Viral Joshi

અહેવાલ - સંજય જોષી, અમદાવાદ

કર્મન સોની જેની ઉમ્ર માત્ર 16 વર્ષ છે અને અત્યાર સુધી તેણે ડ્રમર તરીકેની પોતાની કારકિર્દી માટે અનેક સફળતાઓ હાંસલ કરી છે. દેશમાં નહીં પરંતુ દુનિયામાં કર્મને ડ્રમ વગાડવામાં પોતાનો ડંકો વગાડ્યો છે. કર્મન કહે છે કે મ્યુઝિક જ મારું જીવન છે. તે ભારતનો સૌથી યુવા અને સૌથી ઝડપી ડ્રમર છે અને તે સૌથી યુવા વ્યવસાયિક સંગીતકાર પણ છે. તે ડ્રમ્સ પર સંગીતની ચાર શૈલીઓ એટલે કે વેસ્ટર્ન, બોલિવૂડ, ફ્યુઝન અને ઇન્ડિયન ક્લાસિકલ વગાડે છે. હાલમાં તેની ઉંમર 16 વર્ષની છે. તેની નાની ઉંમરમાં સંગીતની પૃષ્ઠભૂમિમાંથી ન હોવા છતાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે નાની ઉંમરે જ નેશનલ ગેમિંગ એપ માટે પ્રોફેશનલ મ્યુઝિક પણ કંપોઝ કર્યું છે અને તેથી હવે તેણે સૌથી યુવા પ્રોફેશનલ મ્યુઝિક કમ્પોઝર બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

કર્મન સોનીને ભારતના ટોચના 100 ચાઇલ્ડ પ્રોડિજીઝમાંના એક તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને 'ધ ચાઇલ્ડ પ્રોડિજી મેગેઝિન' દ્વારા "ઇન્ડિયાઝ મ્યુઝિક ચેમ્પિયન"નું બિરુદ મેળવ્યું છે. તે 7 વર્ષની ઉંમરથી ડ્રમ શીખી રહ્યો છે. તેણે ડ્રમ સ્ટીક્સનો ઉપયોગ કરીને એક મિનિટમાં સૌથી વધુ સંખ્યામાં ડ્રમ બીટ વગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તે ભારતનો સૌથી ઝડપી ડ્રમવાદક બન્યો છે. ડ્રમ ઉપર 1 મીનીટમાં 2357 બિટ્સ પ્લે કરી તે 13 વર્ષનો હતો ત્યારે ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.. તેણે પોતાના હુનર થકી દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાં મોટી નામના મેળવી છે. તેની નાની ઉંમરમાં અસાધારણ સિદ્ધિને કારણે, તેને ભારતના સૌથી યુવા ડ્રમર તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત કર્મન સોનીએ ડ્રમ્સમાં ટ્રિનિટી કોલેજ ઑફ લંડનની પરીક્ષાના તમામ 8 ગ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, ખાસ કરીને તેણે 8મા ધોરણમાં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. માત્ર ડ્રમ જ નહીં, કર્મન તબલા, કેજોન અને કીબોર્ડ વગાડી શકે છે. તે ડ્રમ પર ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકે છે. તેણે ઘણા મ્યુઝિક બેન્ડમાં લાઈવ પરફોર્મન્સ આપ્યા છે. તે રાઈઝિંગ બેન્ડનો સભ્ય છે. દુનિયામાં મ્યુઝિકની દુનિયામાં વિશેષ નામના મેળવવી તે તેનું ડ્રીમ છે.

કર્મનની માતા જીનલ સોની જણાવે છે કે રોજ 4 કલાકથી વધુ સમય તે ડ્રમ વગાડવામાં પસાર કરે છે. તેના શોખ ને તેની ઉપલબ્ધિ સુધી પહોંચાડવા તેનો પરિવાર પણ હર હંમેશ તેની સાથે જોડાયેલો રહે છે. પરિવાર ના આશીર્વાદ અને પોતાની આવડત અને ધગશને કારણે કર્મને દુનિયાભરમાં ડ્રમ વગાડવા માં અમદાવાદ નો ડંકો વગાડ્યો છે.. નાનપણથી જ તેને મ્યુઝિક પ્રત્યે લાગણી હતી અને તે લાગણીને પરિવાર સારી રીતે સમજી શક્યો અને તેને તે દિશામાં સતત પ્રેરિત કરતો રહ્યો અને પરિણામે આજે તે દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ સંગીતની દુનિયામાં બનાવી શક્યો....

અત્યાર સુધી મહત્વની કર્મને મેળવેલી સિદ્ધિઓની વાત કરીએ તો તેણે..

આ પણ વાંચો : AUDA શહેરના વિવિધ પ્લોટની હરાજી કરશે, થશે આટલા કરોડની કમાણી

Tags :
AhmedabadFastest DrummerKaraman SoniYoungest Drummer
Next Article