આજે ભારત-વિન્ડિઝ વચ્ચે ત્રીજી વન ડે, ભારતને ક્લીન સ્વીપની તક
અમદાવાદના નરેન્દ્ર મોદી
સ્ટેડિયમમાં ભારત- વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રીજી વનડેનો મુકાબલો
થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમે વનડે સિરીઝ પોતાના
નામે કરી ચૂકી છે, ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ છે. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ભારતે
સિરીઝ જીતવાની શરૂઆત કરી છે. હવે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાની નજર વધુ એક
રેકોર્ડ પર ટકી છે, ભારતીય ટીમ પ્રથમવાર વિન્ડીઝ વિરુદ્ધ સિરીઝમાં ક્લિન
સ્વિપ કરવા ઉતરશે.
વર્ષ 2019માં ભારતે વિન્ડીઝનો પ્રવાસ
કર્યો હતો, ત્યારે ભારતે 3
મેચની સિરીઝ 2-0થી જીતી હતી.હવે ભારત સિરીઝમાં અજેય લીડ મળેવી ચૂક્યુ હોવાથી કેપ્ટન રોહિત
પાસે અંતિમ મેચમાં સાહસ કરવાની તક રહેશે.
ધવનના ઓપનિંગથી ટીમ બનશે વધુ મજબૂત
શિખર ધવન સહિત 4
ખેલાડીઓ સિરીઝ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા જેને પરિણામે ભારતને મોટો
ઝટકો લાગ્યો હતો છતાં ભારતે બંને વનડે મેચ પર વિજય મેળવ્યો હતો અને શિખર ધવનની ગેરહાજરીમાં પ્રથમ વન ડેમાં ઈશાને અને બીજીમાં
પંતે ઓપનીંગ કરી હતી. ત્યારે ત્રીજી વનડેમાં શિખર ધવન ઓપનિંગ કરશે અને તેની ઓપનિંગથી ટીમ વધુ મજબૂત થશે.