Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેરમાં એક મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધાયો વધારો

શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ આંકડામાં એક મહિનામાં રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં એક મહિનામાં સાદા મેલેરિયાના 23 કેસ નોંધાયા છે તો ઝેરી મેલેરિયાના 11 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના એક મહિનાના 181 કેસ નોંધાયા છે. ચિકુનગુનિયાના 12 કેસ નોંધાયા છે. બીજી તરફ વર્ષ ના આંકડાની વાત કરીયે તો  સાદા મેલેરિયાના 1273 કેસ, ઝેરી મેલેરિયાના 179 કેસ, ડેન્ગ્યુના 2538 કેસ, ચિકુનગુનà
અમદાવાદ શહેરમાં એક મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં નોંધાયો વધારો
શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલ આંકડામાં એક મહિનામાં રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં એક મહિનામાં સાદા મેલેરિયાના 23 કેસ નોંધાયા છે તો ઝેરી મેલેરિયાના 11 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના એક મહિનાના 181 કેસ નોંધાયા છે. ચિકુનગુનિયાના 12 કેસ નોંધાયા છે. બીજી તરફ વર્ષ ના આંકડાની વાત કરીયે તો  સાદા મેલેરિયાના 1273 કેસ, ઝેરી મેલેરિયાના 179 કેસ, ડેન્ગ્યુના 2538 કેસ, ચિકુનગુનિયાના 278 કેસ નોંધાયા છે
આંકડા વધ્યા
વર્ષમાં કુલ 13,71,544 લોહીના નમૂના ચકાસણી માટે લેવામાં આવ્યા છે. ડેન્ગ્યુ માટે વર્ષના 26,633 લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. શહેરમાં એક મહિનાના ઝાડા ઉલ્ટીના 369 કેસ નોંધાયો છે. કમળાના એક મહિનાના 316 કેસ નોંધાયા છે. ટાઈફોડના એક મહિનાના 365 કેસ નોંધાયા છે.  કોલેરાના એક પણ કેસ આ મહિનામાં નોંધાયો નથી.
વર્ષના આંકડા
  • ઝાડા ઉલ્ટીના 6604 કેસ
  • કમળાના 2508 કેસ
  • ટાઈફોડના 3138 કેસ
  • કોલેરાના 34 કેસ નોંધાયા છે
સીઝનલ ફલૂનો આ મહિનામાં 1 કેસ અને વર્ષ દરમિયાન 1142 કેસ નોંધાયા છે. જેમાં 2021 થી 2022 માં વધુ રોગચાળોના આંકડા નોંધાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.