અમદાવાદમાં નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે મંગળવારથી
નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરાવ્યો
હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ સાયન્સ સિટીના
વિવિધ પ્રકલ્પોની મુલાકાત માટેની ફીમાં ઘટાડાની જાહેરાત કરી હતી.
સાયન્સસિટીની મુલાકાતના દરમાં ઘટાડો
સાન્યસસિટી ખાતે આજથી નેશનલ ચિલ્ડ્રન્સ
સાયન્સ કોંગ્રેસનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, 'આ કોંગ્રેસમાં સવા પાંચ લાખ
વિદ્યાર્થીઓ જોડાયા તે ગૌરવની બાબત છે. વિજ્ઞાનનો
વધુને વધુ પ્રચાર કરીએ તે આવનારી પેઢીના લાભમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિજ્ઞાનના માધ્યમથી દેશને નવી દિશા સૂચવી રહ્યા છે'. કોગ્રેસમાં ભાગ લેનારા તમામ
બાળ વૈજ્ઞાનિકો માટે શિક્ષણમંત્રીએ ખાસ જાહેરાત કરતા જણાવ્યું કે, 'તમામ બાળ વૈજ્ઞાનિકો માટે સાયન્સસિટીની મુલાકાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે'. આ સાથે જ શિક્ષણમંત્રીએ સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત માટેની ઊંચા દરની ટિકીટમાં કોમ્બો ઓફરની જાહેરાત કરી હતી. જેના પગલે હવેથી સાયન્સસિટીની મુલાકાતના દરમાં ઘટાડો થયો છે. અગાઉ રુ. 900 ચુકવવા પડતા હતાં તેના બદલે હવેથી માત્ર 699માં સાન્યસસિટીની મુલાકાત લઈ શકાશે.
મિડીયા સાથેની વાતચીતમાં
પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, 'યુક્રેનમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ
અંગે મુખ્યમંત્રી સતત કેન્દ્રીય નેતાગીરીના સંપર્કમાં છે તેમજ યુક્રેન સરકાર સાથે ભારતીય એમ્બેસી સતત સંપર્કમાં છે. ભારતીયોને પરત લાવવા
માટેના પ્રયાસો ચાલુ છે.' પોલીસકર્મીઓને નડેલા અકસ્માત મામલે
પ્રવક્તામંત્રીએ જણાવ્યુ કે 'પોલીસ જવાનોના મૃતદેહ સ્પેશ્યિલ પ્લેન
મારફત ગુજરાત લવાશે. શક્ય તેટલી વધુ ઝડપે પરિવારજનોને મૃતદેહો મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે' .