તાંત્રિક વિધિના નામે સાવકા પિતાએ દીકરી પર અવારનવાર ગુજાર્યું દુષ્કર્મ, બહેનના ગર્ભમાં રહેલ બાળક મરી જશે તેવી આપતો ધમકી
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં 19 વર્ષીય નેહા (નામ બદલેલ છે) એ સાવકા પિતા સામે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મુંબઈમાં માતા સાથે રહેતી નેહાએ આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. નેહાની માતાએ આશરે 10 વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા અને મીઠાઈનો ધંધો કરતા રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કર સાથે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી નેહા, માતા અને રà
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં 19 વર્ષીય નેહા (નામ બદલેલ છે) એ સાવકા પિતા સામે તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં મુંબઈમાં માતા સાથે રહેતી નેહાએ આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. નેહાની માતાએ આશરે 10 વર્ષ પહેલાં મુંબઈમાં રહેતા અને મીઠાઈનો ધંધો કરતા રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કર સાથે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી નેહા, માતા અને રાધે ઠક્કર સાથે મુંબઈમાં રહેતી હતી અને બાદમાં કલકત્તા ખાતે રહેવા ગયા હતા.જે બાદ વર્ષ 2021 માં નેહા માતા અને સાવકા પિતા સાથે નરોડા ખાતે રહેવા આવી ગઈ હતી..
રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર પૂજાપાઠ ભુવા અને તાંત્રિક વિધિને લગતું કામકાજ કરતો હોય અને ઘરે મંદિર બનાવીને પૂજાપાઠ કરતો હતો, તે દરમિયાન રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર નરોડા ખાતે ચાર મહિના જેટલા રહ્યા બાદ પત્ની બહાર કે માર્કેટ જાય તે વખતે સાવકી દીકરીને આપણા પર દેવું થયું છે જે દેવું ઓછું કરવા માટે આપણે વિધિ કરવી પડશે, તું મારી સાથે વિધિ કરીશ તો આપણું દેવું ઓછું થઈ જશે અને વિધિ કરવા તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે તો આપણું દેવું ઓછું થઈ જશે તેમજ વિધિ કરીશ તો તારું અને તારી મમ્મીનું સારું થશે અને જો તું મારી સાથે વિધિ કરવા શરીર સંબંધ નહીં બનાવે તો તારી બહેનના પેટમાં રહેલ બાળક મરી જશે તારી મમ્મીનું પણ સારું નહીં થાય અને દેવું પણ ઓછું નહીં થાય તે પ્રકારની વાતો કરી ડરાવતો હતો.
નેહા ડરી જતા તેણે માતાને જાણ કરી ન હતી, જે બાદ રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરે ભુવા તાંત્રિકની વાતો કરીને ડરાવીને પત્ની બહાર જાય ત્યારે ઘરમાં તાંત્રિક વિધિ કરવાનું કહીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા તેમ જ બહાર ફરવા લઈ જવાના બહાને અલગ અલગ હોટલોમાં લઈ જઈ વિધિ કરવા માટે એકાંતમાં મળવું પડશે તેવું કહીને જબરદસ્તી શરીરસંબંધ બાંધતો હતો. અને આ વાત ઘરે કોઈને કહીશ તો તારા બહેનનું અને માતાનું મૃત્યુ થશે અને આપણું દેવું માફ નહીં થાય તેવું ડર બતાવતો હતો, જેના કારણે નેહાએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી.
થોડા સમય પહેલા નેહાને જાણ થઈ હતી કે સાવકા પિતા રાધે ઉર્ફે ગોપાલ ઠક્કરને રેખા જૈન નામની યુવતી સાથે સંબંધ છે, જેથી નેહા રેખા જેનને મળી વાતચીત કરી હતી. જે બાદ તેણે માતાને સાવકા પિતા દ્વારા તેની સાથે કરવામાં આવેલા કૃત્ય અંગે જાણ કરી હતી. જેથી યુવતીની માતાએ પતિને આ બાબતે પૂછતાં આરોપીએ ઝઘડો કરીને પત્ની અને સાવગી દીકરીને ઘરમાંથી કાઢી મૂકી મુંબઈ ખાતે મોકલી દીધી હતી. જે બાદ નેહાને જાણવા મળ્યું હતું કે રાધે ઉર્ફે ગોપાલ અમદાવાદ ખાતે રેખા જૈન નામની છોકરી સાથે લગ્ન કરી અમદાવાદમાં રહે છે. જેથી યુવતી માતા અને વકીલ સાથે નરોડા પોલીસ મથકે પહોંચી હતી અને આ સમગ્ર મામલે રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ શરૂ કરી છે.
Advertisement