શહેરકોટડા ફાયરિંગ કેસમાં ઈજાગ્રસ્તે એક નહીં બે ગોળી વાગી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું
અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં ધાબાવાળી ચાલીમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરી થયેલા હત્યાના પ્રયાસ મામલે ખુલાસો થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત દિલીપસિંહ ચૌહાણને એક નહીં બે ગોળીઓ વાગી હોવાનું તબીબી રિપોર્ટમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે આરોપી સહદેવસિંહ તોમરને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યું કે તેણે સરસપુર વિસ્તારમાં બનાવેલા બાથરૂમને ભત્રીજા પવનસિંહ તોમર અને દિલીપસિંહે નુકસાન પહોàª
Advertisement
અમદાવાદનાં શહેરકોટડા વિસ્તારમાં ધાબાવાળી ચાલીમાં જૂની અદાવતમાં ફાયરિંગ કરી થયેલા હત્યાના પ્રયાસ મામલે ખુલાસો થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત દિલીપસિંહ ચૌહાણને એક નહીં બે ગોળીઓ વાગી હોવાનું તબીબી રિપોર્ટમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે આરોપી સહદેવસિંહ તોમરને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યું કે તેણે સરસપુર વિસ્તારમાં બનાવેલા બાથરૂમને ભત્રીજા પવનસિંહ તોમર અને દિલીપસિંહે નુકસાન પહોંચાડતા તેણે ભત્રીજાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને હત્યા કરવા માટે બે મહિના અગાઉ યુપીથી હથિયાર લાવ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ આરોપી ચાલતા ચાલતા મેઘાણીનગર તરફ ગયો અને અંતે પૈસા ખૂટી જતા પરત આવતા રખિયાલમાં પઠાણની ચાલી પાસેથી ઝડપાયો હતો.
-ભત્રીજા પવનસિંહ તોમરની હત્યાનો હતો પ્લાન
રવિવારે રાતના સમયે જયપ્રકાશ સેન દિલીપસિંહ ચૌહાણના સરસપુર ખાતેના ઘરે જમવા ગયા હતા. ત્યારે સહદેવસિંહ તોમર અચાનક તેના ઘરે આવ્યો હતો અને પવનસિંહ તોમર તેમજ દિલીપસિંહ ચૌહાણ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલી બંદૂકથી ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દિલીપસિંહે પોતાની પાસે રહેલો કાચનો ગ્લાસ આરોપી તરફ ફેંકતા આરોપી સહદેવસિંહના ચશ્મા નીચે પડી જતા તે ત્યાંથી બહાર રોડ ઉપર ભાગ્યો હતો. જયપ્રકાશ સેન અને દિલીપસિંહ તોમર બંને જણા આરોપીની પાછળ ગયા હતા.
(ઇજાગ્રસ્ત દિલીપસિંહ ચૌહાણ)
જ્યાં દિલીપસિંહ તથા સહદેવસિંહ બંને જણા વચ્ચે ઝઘડો થતા સહદેવસિંહ દ્વારા પોતાની પાસે રહેલી બંદૂક કાઢી ફાયરિંગ કર્યું હતું. જોકે દિલીપસિંહે બંદૂક ઝુંટવી લેતા આરોપીએ પોતાની પાસે રહેલી અન્ય એક બંદૂક કાઢી દિલીપસિંહને છાતીના ભાગે ગોળી મારી હતી. ફાયરિંગનો અવાજ થતાં જ નજીકમાં સહજાનંદ ફ્લેટમાં રહેતો રણજીત કાબાના ત્યાં આવી ગયો હતો અને તેણે સહદેવસિંહના હાથમાંથી બીજી બંદૂક પણ છીનવી લીધી હતી. દિલીપસિંહે સ્વ બચાવમાં ચુપ્પુ હાથમાં લેતા સહદેવસિંહે ત્યાંથી ભાગી ગયો હતો.તે સમયે તેના ખિસ્સામાંથી તેનો ફોન પડી ગયો હતો. આ ઘટના બાદ દિલીપસિંહને છાતીના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
-પોતાને બે ગોળી વાગી હોવાની વાતથી ખુદ ઈજાગ્રસ્ત અજાણ
મહત્વનું છે કે છાતીમાં ગોળી વાગતા દિલીપસિંહ ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામા આવતાં તબીબોએ તપાસ કરતા તેને એક નહીં પરંતુ બે ગોળી વાગી હોવાની જાણ થઈ હતી. જેમા ઝપાઝપી દરમિયાન એક ગોળી ગળામા પાછળના ભાગે વાગી હતી જેમાં ફાયરિંગ સમયે હવામાં ફાયરિંગ થઈ હોવાની ફરિયાદીને શંકા હતી. જે ગોળી 24 કલાક બાદ પણ ઈજાગ્રસ્ત દિલીપસિંહના ગળામાં ફસાયેલી છે તેવામાં તે ગોળીને કાઢવા માટે તબીબોએ સર્જરી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને બીજી ગોળી છાતીના ભાગે વાગતા શરીરના આરપાર થઈ ગઈ હતી. જેના કારણે દિલીપસિંહની સ્થિતી ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.પકડાયેલો આરોપી સહદેવસિંહ તોમર ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને વર્ષ 2017 માં ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે તેની ધરપકડ પણ કરી હતી અને તે અનેક વાર પાસા કાપી ચુક્યો છે, તેવામા શહેર કોટડા પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.