Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રસ્તે રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે કોર્પોરેશનને કહ્યું, મગરમચ્છના આંસુ નહીં પોતાની કામગીરી બતાવો

રસ્તે રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં બીજી વખતની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ શહેર પોલીસને ઘણા મહત્વના સૂચન તથા નિર્દેશો આપ્યા હતા, છેલ્લા કેટલાય સમયથી શહેરમાં રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે ફરી એક વખત કડક વલણ દાખવીને ઢોર પકડનાર પોલીસ પાર્ટીને આગામી મુદત સુધી એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી 24 કàª
રસ્તે રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે કોર્પોરેશનને કહ્યું  મગરમચ્છના આંસુ નહીં  પોતાની કામગીરી બતાવો
રસ્તે રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટમાં બીજી વખતની સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા તથા અમદાવાદ શહેર પોલીસને ઘણા મહત્વના સૂચન તથા નિર્દેશો આપ્યા હતા, છેલ્લા કેટલાય સમયથી શહેરમાં રખડતા ઢોરોએ અનેક લોકોને અડફેટે લીધા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે ફરી એક વખત કડક વલણ દાખવીને ઢોર પકડનાર પોલીસ પાર્ટીને આગામી મુદત સુધી એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી 24 કલાક પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે આ સાથે ઢોર પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર હુમલો કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. લગભગ એક કલાક સુધી કોર્ટમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યો હતો કે જો કોર્પોરેશન વિભાગે પોતાની કામગીરી કરી હોય તો  પછી શા માટે હજી પણ રસ્તા પર રખડતા ઢોર દેખાઇ આવે છે. કોર્ટ કોર્પોરેશનને સવાલ પૂછ્યો હતો કે આ કયા પ્રકારની કામગીરી છે.
હાઇકોર્ટે ઢોર પકડવાની પાર્ટીને 24 કલાક પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા છે ઉપરાંત શહેર પોલીસ કમિશનરને પણ એફિડેવિટ ફાઇલ કરવાનું કહ્યું છે જેમાં અત્યાર સુધીમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર હુમલા કરનારા લોકો સામે કરવામા આવેલી કાર્યવાહીની જાણકારી આપવાની રહેશે. ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે માત્ર એફઆઇઆર દાખલ કરવાથી કામ નહીં ચાલે યોગ્ય અને કડક કાર્યવાહી આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કરવી પડશે. આ સાથે જ કોર્પોરેશનના ઢોર પકડવાના વિભાગના પ્રોટેક્શન માટે શહેર પોલીસે શું કામગીરી કરી છે તેનો પણ રિપોર્ટ એફિડેવીટમાં ફાઇલ કરવાનું હાઇકોર્ટે જણાવ્યું છે .આ સાથે  રસ્તા પર પૈસાથી ઘાસચારો વેચનારાઓને ક્યારેય બંધ કરવામાં આવશે અને તેવા લોકો વિરુદ્ધ કેવી નક્કર કાર્યવાહી કરી છે તેની પણ વિગતો ગુજરાત હાઇકોર્ટે માંગી છે આ સમગ્ર બાબતે વધુ સુનવણી 05 મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
 
 
મહત્વપૂર્ણ છેકે  કોર્પોરેશન અને સરકાર રખડતા ઢોરની સમસ્યાને કાબુમાં લેવા માટે બનતી તમામ કોશીશ કરી રહ્યા છે. પરંતુ આ સમસ્યા જેટલી દેખાય છે.તેટલી નાની નથી. તંત્ર અને સરકારના પ્રયાસો સાથે આ મામલે ઢોરના માલિકો તરફથી પણ ઉદાહરણરૂપ પહેલ દાખવાય તો આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ છે.
Advertisement
Tags :
Advertisement

.