Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈને આમહત્યા કરી

અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના કેદીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વટવા GIDCના હત્યાના પ્રયાસમાં બંધ આરોપીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.મૃતક પાસેથી મળી આવેલ એક નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.21મી જૂનના દિવસે બપોરના સમયે સાબરમતી મધ્યસ્થ જેલ બેરક નંબર 2માં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી છે.વટવા GIDC પોલીસ સ્ટેશનમાં  દાખલ થયેલ હત્યાના પ્રયાસના ગુનામાં દિપક આ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈને આમહત્યા કરી
અમદાવાદ મધ્યસ્થ જેલના કાચા કામના કેદીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વટવા GIDCના હત્યાના પ્રયાસમાં બંધ આરોપીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.મૃતક પાસેથી મળી આવેલ એક નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
21મી જૂનના દિવસે બપોરના સમયે સાબરમતી મધ્યસ્થ જેલ બેરક નંબર 2માં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી છે.વટવા GIDC પોલીસ સ્ટેશનમાં  દાખલ થયેલ હત્યાના પ્રયાસના ગુનામાં દિપક આહિરે બેરેક નંબર 2ના બાથરૂમમાં ટી શર્ટ થી ગળે ફાંસો ખાધો હતો. આ બનાવની ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર  પહોંચ્યા  હતા અને બનાવની જાણ રાણીપ પોલીસને કરી હતી.
આમહત્યા મામલે પોલીસ તપાસ દરમ્યાન મૃતક પાસેથી એક મૃત્યુ પહેલા લખેલી નોટ પણ મળી આવી છે.જેમાં મૃતક ના પત્ની સાથે પારિવારિક ઝગડા અને અન્ય કેટલાક બાબતો નો ઉલ્લેખ કર્યો છે.બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે મૃતકને તેની પત્ની સહિત કેટલાક લોકો દ્વારા ત્રાસ આપવા આવતો હતો.થોડા દિવસ અગાઉ તેની સામે તેના બાળક ની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેના કારણે લાગી આવતા દીપકે આત્મહત્યા કરી છે. 

હાલમાં પોલીસે મૃતક પાસેથી મળી આવેલ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.જોકે તપાસ  દરમ્યાન આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.