Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના પાલડીમાં દર્દીને ઘૂંટણસમા પાણીમાં ઉંચકીને લઇ જવા પડ્યા

રવિવારે સાંજથી આખી રાત અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે લોકોની સ્થિતી કફોડી બની ગઇ છે. પાલડી વિસ્તારમાં જળબંબાકારના કારણે દર્દીને ઘૂંટણસમા પાણીમાંથી સ્ટ્રેચર પર ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા પડ્યા હતા. ભારે વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. વરસાદ થંભી ગયા પછી પણ ઘણા વિસ્તારોમાં હજું પાણી ઓસર્યા નથી અનà
06:49 AM Jul 11, 2022 IST | Vipul Pandya
રવિવારે સાંજથી આખી રાત અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે લોકોની સ્થિતી કફોડી બની ગઇ છે. પાલડી વિસ્તારમાં જળબંબાકારના કારણે દર્દીને ઘૂંટણસમા પાણીમાંથી સ્ટ્રેચર પર ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી લઇ જવા પડ્યા હતા. 
ભારે વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. વરસાદ થંભી ગયા પછી પણ ઘણા વિસ્તારોમાં હજું પાણી ઓસર્યા નથી અને તંત્રની પોલ ખુલી ગઇ છે. 
ભારે વરસાદના કારણે અમદાવાદમાં સ્થિતી ખરાબ થઇ ગઇ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આખી રાત પડેલા ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. પાલડી વિસ્તારની સ્થિતી ખરાબ બની છે. વરસાદ બંધ થયા પછી પણ પાલડી વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાના કારણે એબ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી ન હતી. જેથી સ્થાનિક લોકોને  સ્ટ્રેચર પર ઉંચકીને દર્દીને ઘૂંટણસમા  પાણીના પ્રવાહમાં લઈ જવા પડયા હતા. સ્ટ્રેચરની મદદ થી દર્દીને એબ્યુલન્સ સુધી લઈ જવા પડયા હતા. 
જળબંબાકારની સ્થિતીના કારણે પાલડી વિસ્તારમાં રસ્તાઓ પર 5 ભૂવા પણ પડ્યા છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ધુસી ગયા છે જેથી લોકોને બહાર નિકળી શકે તેમ નથી. 
આ ઉપરાંત લાંભા વિસ્તારમાં પણ ગોલ્ડન પાર્કમાં મકાનોમાં પાણી ભરાઇ ગયા છે જેથી ઘરવખરીને ભારે નુકસાન થયું  છે. પાંજરાપોળ વિસ્તારમાં મહાકાય વૃક્ષ તૂટી પડયું છે. સેટેલાઇટમાં આવેલા રેડિયો મીરચી રોડ પર પણ ઘૂંટણસમા પાણીભરાયા છે. 
વરસાદના કારણે શહેરની રાજપથ ક્લબ સહિત પ્રતિષ્ઠીત ક્લબમાં પણ ભારે પાણી ભરાયા છે. વેજલપુર, જીવરાજપાર્ક અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. 
આ પણ વાંચો-- ગુજરાતમાં સર્વત્ર વરસાદ, 22 કલાકમાં 211 તાલુકામાં વરસાદ
આ પણ વાંચો-- અમદાવાદમાં મેઘતાંડવ, આવતીકાલે શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ
Tags :
AhmedabadGujaratFirstRian
Next Article