Ahmedabad : 5 મહિના પહેલા સરખેજમાં યુવકની હત્યા કરનારા 3 આરોપી પકડાયા
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ પાંચ મહિના પહેલા સરખેજ વિસ્તારમાંથી યુવકની નગ્ન હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકની હત્યા નીપજાવનાર ત્રણ હત્યારાની ધરપકડ કરી છે. કમિશનના રૂપિયામાં ભાગ માગતા યુવકને મોત મળ્યું હોવાની હકીકત સામે આવી છે. હત્યાના...
08:25 PM Sep 30, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
પાંચ મહિના પહેલા સરખેજ વિસ્તારમાંથી યુવકની નગ્ન હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકની હત્યા નીપજાવનાર ત્રણ હત્યારાની ધરપકડ કરી છે. કમિશનના રૂપિયામાં ભાગ માગતા યુવકને મોત મળ્યું હોવાની હકીકત સામે આવી છે. હત્યાના ગુનામાં ફરાર બે આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે...
યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
24 એપ્રિલ 2023 ના રોજ સરખેજના સનાથલ બ્રિજ નજીક કાચા રસ્તા પાસે એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે છેલ્લા પાંચ મહિનાથી તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાનો ભેદ ઉકેલ લીધો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક પપ્પુ નિષાદ કે જે મૂળ ઉત્તર પ્રદેશનો અને સરખેજમાં છૂટક મજૂરી કરે છે. તેની હત્યા હત્યા કરાઇ હતી. પોલીસે ખાનગી રહે તપાસ કરતા હકીકત સામે આવી કે આ ગુનામાં અરવિંદ ઠાકોર, દિવ્યાંશુ ચૌહાણ અને બેચર ઠાકોરની સંડોવણી છે જેથી પોલીસે ત્રણેની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.પોલીસની તપાસમાં હત્યામાં અન્ય બે આરોપીની પણ સંડોવણી સામે આવી છે...
દેહ વિક્રયના ધંધાના મુદ્દે હત્યા કરાઇ હતી
પાંચ મહિના પહેલા પપ્પુનો મૃતદેહ મળી આવતા તેના શરીર પર ઇજાના નિશાનો હતા સાથે જ હત્યા કરી મૃતદેહ પરથી કપડા કાઢી લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે અંગેની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ સનાથલ બ્રિજના છેડે અવાવરું જગ્યામાં ચાલતા દેહ વિક્રયનો ધંધો શાંતી થી કરવા માટે રૂપિયા પડાવતા હતા જેમાંથી મૃતક પપ્પુ એ રૂપિયાની માંગણી કરી હતી જેનો વિરોધ કરતા આરોપીઓએ તેના પર હુમલો કરી માર મારી હત્યા કરી હતી. હત્યા બાદ અન્ય બે ફરાર આરોપી જીગર ચૌહાણ અને શંભુ પરમાર સાથે મળી મૃતદેહનો નિકાલ કર્યો હતો... જેથી પોલીસે હત્યા અને પુરાવાના નાશ ના ગુનામાં ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે...
Next Article