Illegal Mining in Sabarmati : Gujarat First નાં અહેવાલનાં પડઘા પાટનગર સુધી પડ્યા, દોડતા થયાં અધિકારીઓ!
- અમદાવાદની સાબરમતી નદીમાં ગેરકાયદે ખનનનો ઘટસ્ફોટ (Illegal Mining in Sabarmati)
- ખનન માફિયાઓએ સાબરમતીમાં બનાવ્યો ગેરકાયદે બ્રિજ
- ફરી એકવાર સાબિત થયું, ઈમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ
- ગુજરાત ફર્સ્ટનો કેમેરો જોઈને ભાગ્યા ખનન માફિયા
- ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ સફાળું જાગ્યું તંત્ર
- ગાંધીનગર ખાણ ખનીજ વિભાગનાં ધ્યાને આવી ઘટના
- ગેરકાયદે બ્રિજ તોડી પાડવા અમદાવાદ તંત્રની કવાયત તેજ
Illegal Mining in Sabarmati : રાજ્યની નદીઓમાં ખનન માફિયા, રેત માફિયા કોઈ પણ ડર વિના બેફામ બની ગેરકાયદેસર ખનન કરતા હોવાથી કેટલીક નદીઓ વિલુપ્ત થવાની આરે છે. ત્યારે, મેટ્રો સિટી અમદાવાદ (Ahmedabad) અને રાજ્યની ઓળખ સમા સાબરમતી નદીમાં પણ રેત માફિયાઓ (Mining Mafia) બેફામ બન્યા છે અને ગેરકાયદેસર ખનન કરી લોકમાતા સાબરમતી નદીને નુકસાન પહોંચાડી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે રેતી માફિયાઓએ ગેરકાયદેસર ખનન માટે ગેરકાયદે આખેઆખો બ્રિજ પણ બનાવી દીધો. આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને સાબરમતી નદીમાં બેફામ ખનનની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. હવે, ગુજરાત ફર્સ્ટનાં આ અહેવાલની ધારદાર અસર (Gujarat First News Impact) જોવા મળી છે.
આ પણ વાંચો - Ahmedabad: ખનન માફિયા બેફામ, સાબરમતી નદીમાં બનાવ્યો Illegal Bridge
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગ્યું!
સાબરમતી નદીમાં ખનન માફિયાઓ દ્વારા પાલડી કાંકજ અને કાસીન્દ્રા વચ્ચે ગેરકાયેદસરનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં આ અહેવાલ (Gujarat First News Impact) બાદ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, તંત્રનાં સંબંધિત વિભાગ દ્વારા હવે JCB ની મદદથી બ્રિજ તોડવાની શરૂઆત કરાઈ છે. દસ્ક્રોઇ મામલતદાર તેમ જ ભૂસ્તર વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટનાં અહેવાલના પડઘા ગાંધીનગર (Gandhinagar) સુધી પણ પડ્યા છે. ગાંધીનગરમાં ખાણ-ખનીજ વિભાગનાં ધ્યાને આ ઘટના આવતા સ્થાનિક તંત્રને તપાસનો આદેશ કર્યો છે. સાથે જ અમદાવાદનાં એડી. કલેક્ટરે પણ આ કૌભાંડ અંગે તપાસનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો - KHEDA : લોહ પુરૂષ સરદાર પટેલના પરિજનની જમીનમાં ગોટાળાનો આરોપ
ગુજરાત ફર્સ્ટનો કેમેરો જોઈને રેત માફિયાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા
જણાવી દઈએ કે, સાબરમતી નદીમાં સામે કાંઠે કે જ્યાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ (Illegal Mining in Sabarmati) ચાલતી હતી ત્યાં જીવનાં જોખમે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. જો કે, ગુજરાત ફર્સ્ટનાં કેમેરાને જોઈને રેત માફિયાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું તો ડમ્પર, JCB ત્યાંથી રવાના થઈ ગયા હતા. કલેક્ટર, જીઓલોજીનાં અધિકારીઓ પહોંચે તે પહેલા જ રેત માફિયાઓ પોતાનાં વાહનો લઈને ભાગ્યા હતા. હાલ, સ્થાનિક તંત્ર દ્વારા સાબરમતી નદીમાં બનેલા ગેરકાયેદસરનાં બ્રિજને (Illegally Bridge in Sabarmati River) તોડવામાં આવી રહ્યો છે અને ખનન-રેતી માફિયાઓ સામે પણ તપાસ હાથ ધરાઈ છે. પરંતુ, તેમ છતાં અનેક સવાલ એવા છે કે જેમના જવાબ જનતા જાણે તે જરૂરી છે કે...
> સાબરમતી નદીમાં કોના આદેશથી ચાલતું હતું બેફામ ખનન?
> સાબરમતીમાં ગેરકાયદે ખનનમાં કોના કોના ભરાતા હતા પર્સ?
> કોના કહેવા પર ખનીજ માફિયાઓ સામે ન લેવાયું એક્શન?
> અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ આવી સ્થિતિ?
> અમદાવાદમાં આવું છે તો આખા ગુજરાતમાં માફિયા શું કરતા હશે?
> કોની રહેમનજર હેઠળ ચાલતું હતું બેરોકટોક ગેરકાયદે ખનન?
> કોના નાક નીચે ચાલે છે ગેરકાયદે ખનનનું આ મસમોટું કૌભાંડ?
> અમદાવાદમાં બેફામ ખનન માફિયા પર કોના છે ચાર હાથ?
> કોના આશીર્વાદથી સાબરમતીમાં બનાવ્યો ગેરકાયદે બ્રિજ?
> સાબરમતીમાં બેફામ ખનન માફિયાઓને કોનું છે પીઠબળ?
> ગેરકાયદે ખનનનાં કોના કોના ટેબલ પર જાય છે હપ્તા?
> કાર્યવાહીનાં મોટા બણગાં ફૂંકતા નેતાઓને આ ક્યારે દેખાશે?
> ખનન માફિયાઓ ફફડી ઉઠે તેવી નક્કર કાર્યવાહી ક્યારે થશે?
આ પણ વાંચો - અદાણી કંપનીની દાદાગીરી સામે નહીં નમે કર્મચારીઓ! જાણો ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા શું કહ્યું