ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમારી પાસે નકામા જીન્સ છે તો જાણો કેવી રીતે તેનો ટ્રેન્ડી યુઝ કરી શકાય

અમદાવાદની આ યુવતી અનેક લોકો માટે પ્રેરણારુપ બની છે. એમનું નામ છે પૃથા શાહ. તેમણે 2018માં પોતાનું સ્ટાર્ટઅપ 'કાયરા' શરુ કર્યું. એક અનોખા વિચારને આજે લોકોએ સ્વીકારી લીધો છે. અત્યારે પૃથા એક સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મારા ધોરણ 12ના વેકેશનમાં યુટ્યુબ પર વિડીયોની મદદથી પેઇન્ટીંગ બનાવવાનું શરુ કર્યુ હતું ત્યાર બાદ હું કેનવાસ પેઇન્ટà«
09:50 AM May 23, 2022 IST | Vipul Pandya
અમદાવાદની આ યુવતી અનેક લોકો માટે પ્રેરણારુપ બની છે. એમનું નામ છે પૃથા શાહ. તેમણે 2018માં પોતાનું સ્ટાર્ટઅપ 'કાયરા' શરુ કર્યું. એક અનોખા વિચારને આજે લોકોએ સ્વીકારી લીધો છે. અત્યારે પૃથા એક સફળ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે. 
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, મારા ધોરણ 12ના વેકેશનમાં યુટ્યુબ પર વિડીયોની મદદથી પેઇન્ટીંગ બનાવવાનું શરુ કર્યુ હતું ત્યાર બાદ હું કેનવાસ પેઇન્ટીંગ શીખી. આમ મારો આર્ટ સાથે સંબંધ જોડાયો સાથે જ થોડું સિલાઇ કામ પણ શીખી અને મેં મારા પર્સનલ ઉપયોગ માટે હેન્ડી પર્સ સેલ્ફ ડિઝાઇન કર્યું તે જ્યારે હું તે બેગ કોલેજ લઇને જતી તો મારી ફેન્ડ્સને આ ડિઝાઇન ઘણી પસંદ પડી. તેથી મેં તેમને તેમના નકામા જીન્સ માંથી  બેગ કસ્ટમાઇઝ કરી આપ્યાં આ બેગમાં યુનિક વાત એ હતી કે તે રિવર્સેબલ ટ્રેન્ડી બેગ હતી જે નકામા ટી શર્ટ અને જીન્સમાંથી બનેલી હતી. મેં તેમને પણ તેવી બેગ બનાવી આપી  પછી તો આ બિઝનેસ જર્ની શરુ થઇ અને મેં કેટલીક ડિઝાઇન મારા સોશિયલ મીડિયા પેજ પર મૂકી. આ જર્ની શરુ થઇ પહેલાં ફ્રેન્ડઝ અને ફેમિલીમાંથી મને બેગ બનાવવા માટેના ઓર્ડર મળવા લાગ્યા. પછી જાણ્યા અજાણ્યા ગ્રાહકો જોડાવવા લાગ્યા.
પૃથાના આ સ્ટાર્ટઅપનો મંત્ર છે 'રિયુઝ અને રિસાઇકલ''. તેમના મતે મોટાભાગના લોકો બહાર નીકળે ત્યારે  કેરી બેગ સાથે લઇ જવાનું પસંદ નથી કરતાં ઘણીવાર યંગ જનરેશનને જૂની પુરાણી ફેશનની કપડાંની બેગ લઇ જતાં શરમ આવે છે. દરેક વ્યક્તિ પાસે આજકાલ એકાદ જીન્સ તો નકામું પડ્યું જ રહે છે. તો આ બેગ લોકો માટે પોતાના જ ઘરમાંથી મળી આવતા નકામા જીન્સ કે ટી શર્ટ માંથી જ બની જાય છે. તેથી તે ઇકો ફ્રેન્ડલી અને ટ્રેન્ડ સેટર બને છે. જીન્સ કદાચ પહેરવા લાયક ન હોય પણ બેગને તો તમે લોંગ ટાઇમ રીયુઝ કરી શકો છો. 
પોતાના આ સ્ટાર્ટઅપને વન સ્ટેપ આગળ લઇ જતાં આ જર્ની વિશે પૃથાએ કહ્યું કે, સોશિયલ મિડીયા થ્રૂ મને ઘણાં જાણીતા અને અજાણ્યા લોકો તરફથી ઓર્ડર મળવા લાગ્યા તેથી મેં સમયસર ઓર્ડર પૂરા પાડવા માટે મારા ઘર નજીક જ ફૂટપાથ પર બેસીને સિલાઇ કામ કરતાં એક કારીગરનો સંપર્ક કર્યો. તેમને મારી સાથે આ કામમાં જોડ્યા, પહેલાં ડિઝાઇનીંગ અને કટિંગ હું કરીને આપતી ત્યારબાદ તેમને પણ આ કામ શીખવ્યું હાલમાં તેઓ રોજની 30 જેટલી બેગ સીવી શકે છે. જો કે કોરોના લોકડાઉન સમયે મારો આ બિઝનેસ દોઢ વર્ષ સુધી સંપૂર્ણ બંધ રહ્યો. તે સમય અમારી માટે ખૂબ ચેલન્જીંગ હતી.  
આ સાથે જ મેં સોશિયલ મિડીયા પર અલગ અલગ શહેરોમાં રહેતા અમારા ગ્રાહકો સુધી પહોંચવાનું નક્કી કર્યું કુરિયરથી તેઓ અમને રો- જીન્સ મોકલાવે તેમાંથી અમે બેગ બનાવીને આપીએ અને સેફલી આ બેગ  મુંબઇ, કોલકત્તા, મદ્રાસ, દિલ્હી પણ અમે સપ્લાય કરીએ છીએ. તમામ રો- મટિરિયલ્સ પણ હું લોકલ માર્કેટ માંથી જ ખરીદવાનો આગ્રહ રાખું છું જેથી નાના પરિવારને મારા આ સાહસ થકી રોજગારી મળી શકે.
પોતાના આ સ્ટાર્ટઅપ કાયરાના ફ્યુચર પ્લાનીંગ વિશે પૃથાએ જણાવ્યું કે, હાલમાં હું કોસ્મેટિક ઇન્ડ્સ્ટ્રીમાં Ph.D. કરું છું. સાથે જ માઇકા ઇન્સિસ્ટ્યૂટમાં આસિસટન્ટ તરીકે જોબ પણ કરું છું. મારા ઘરમાં હું એક માત્ર આર્ટ અને કલ્ચર સાથે સંકળાયેલી છું. પતિ કોર્પોરેટ ફિલ્ડમાં જ્યારે પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે. હાલમાં મારા સ્ટાર્ટઅપ બિઝનેસમાં સખી આર્ટ સામાજિક સંસ્થા સાથે એક પ્રોજેક્ટ અંગે કામ ચાલુ છે. તેથી જો ત્યાંની મહિલાઓ આ કામ કરવા પ્રેરાય તો તે મહિલાઓ પોતે આત્મનિર્ભર બની શકે અને તેમના પરિવારને રોજગારી મળી શકે.  

કાયરા સ્ટાટઅપ અંતર્ગત નકામા જીન્સમાંથી બનાવી આ અલગ અલગ પ્રોડક્ટની જો વાત કરીએ તો તેમાં
સ્ટીંગ બેગ
લેપટોપ બેગ
વેપ બેગ
ડબલ સાઇડ યુઝ્ડ બેગ
જીમ બેગ ફોલ્ડીંગ
શોપીંગ બેગ

વેજીટેબલ કેરી બેગ
સાથે જ જીન્સ માંથી ઇયરીંગની પણ 34થી વધુ ડિઝાઇન તેમણે બનાવી  છે. 

 
પૃથાએ વધુમાં જણાવ્યું કે, 2019માં વુમન્સ ડે તેમજ નવરાત્રિ પર એક્ઝિબિશનમાં મારા સ્ટાર્ટઅપને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.  
Tags :
BESTOUTOFWEASTCARRYBAGDESIGEGujaratFirstJEANSJEANSBAGKYARASTARTUPPRUTHASHAHREUSEDRECYCLETRENDYBAG
Next Article