Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈ મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કર્યા તો જવુ પડશે જેલ, યુવક સામે પોલીસે કર્યો છેતરપીંડીનો કેસ

અમદાવાદમાં વાહનચાલકો ઈ ચલણથી બચવા માટે અવનતા પેંતરા અજમાવે છે પરંતુ શહેર પોલીસ જ્યારે વાહન ચેકિંગ દરમિયાન આવા ચાલકોને પકડે તો અત્યાર સુધી વાહન જમા કરવાની કામગીરી કરતી હતી. તેવામાં  અમદાવાદ શહેર પોલીસે હવે એક વાહન ચાલક સામે ન માત્ર વાહન જમા કરવાની પરંતુ તેની સામે છેતરપીંડીનો ગુનો દાખલ પણ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.દિવાળીના પર્વમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ
ઈ મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા કર્યા તો જવુ પડશે જેલ   યુવક સામે પોલીસે કર્યો છેતરપીંડીનો કેસ
અમદાવાદમાં વાહનચાલકો ઈ ચલણથી બચવા માટે અવનતા પેંતરા અજમાવે છે પરંતુ શહેર પોલીસ જ્યારે વાહન ચેકિંગ દરમિયાન આવા ચાલકોને પકડે તો અત્યાર સુધી વાહન જમા કરવાની કામગીરી કરતી હતી. તેવામાં  અમદાવાદ શહેર પોલીસે હવે એક વાહન ચાલક સામે ન માત્ર વાહન જમા કરવાની પરંતુ તેની સામે છેતરપીંડીનો ગુનો દાખલ પણ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
દિવાળીના પર્વમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ પોલીસ દંડ નહી કરે તેવુ ગૃહરાજ્ય મંત્રી દ્વારા નિવેદન અપાયુ હતુ ત્યારે આજથી તહેવારો પૂર્ણ થતા ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. શાહીબાગમાં ટ્રાફિક પોલીસ વાહન ચેકિંગમા હતી તે દરમિયાન  એક બાઈક ચાલક ઇ-મેમોથી બચવા બાઇકની આગળની નંબર પ્લેટ પણ છાણ લગાડીને અને પાછળની નંબર પ્લેટ વાળીને ફરતો નજરે પડ્યો હતો. જેથી શાહીબાગ પોલીસે  તેને ઝડપી તેની વિરુદ્ધમાં ન માત્ર મોટર વ્હિકલ એક્ટ પરંતુ છેતરપિંડીનો પણ ગુનો નોંધ્યો છે.
અમદાવાદના નિકોલમાં રહેતા મુકેશ રબારી નામનાં યુવક સામે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી જોવા મળી હતી. યુવક પાસે પોલીસે વાહનના કાગળો તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ માંગતા તે પણ તેની પાસે ન હોવાથી તેની સામે ગુનો નોંધી ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા ચાલકો સામેની કાર્યવાહીનો ઉદાહરણરૂપ દાખલો બેસાડ્યો છે.. અમદાવાદ શહેરના પૂર્વ ટ્રાફિકના DCP સફીન હસનના સ્કવોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાહનો લઈને સ્ટંટ કરનારા યુવકો સામે પણ પોલીસે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો ત્યારે હવે વાહનોની નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર સામે છેતરપીંડીનો ગુનો નોંધાયો છે..
Advertisement
Tags :
Advertisement

.