શિયાળામાં કેમ થાય છે સાંધા ના દુખાવા, શું કરશો આ સાંધા ના દુખાવા માંથી મુક્તિ મેળવા
શિયાળની ઋતુ એવી છે કે જેમાં તમારે તંદુરતી માટે ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે. કહેવાય છે શિયાળામાં ખાવામા આવેલા આહારથી તમે તંદુરસ્ત રહો છો. સાથે જ જો શિયાળામાં યોગ્ય કસરત કરવામાં આવે તો આખું વર્ષ તમારું સ્વસ્થ તંદુરસ્ત રહે છે. ઘણા લોકોને ઠંડી શરુ થતા જ ઢીચણમાં દુખાવો તેમજ સાંધા માં દૂખાવો રહે છે. જેને કારણે તેવો વધુ ચાલવાનું કે કસરત કરવાનું ટાળે છે. આ દુખાવાથી કઈ રીતે મેળવશો મુક્તિ
11:59 AM Dec 15, 2022 IST
|
Vipul Pandya
શિયાળની ઋતુ એવી છે કે જેમાં તમારે તંદુરતી માટે ઘણા ઉપાયો કરવામાં આવતા હોય છે. કહેવાય છે શિયાળામાં ખાવામા આવેલા આહારથી તમે તંદુરસ્ત રહો છો. સાથે જ જો શિયાળામાં યોગ્ય કસરત કરવામાં આવે તો આખું વર્ષ તમારું સ્વસ્થ તંદુરસ્ત રહે છે. ઘણા લોકોને ઠંડી શરુ થતા જ ઢીચણમાં દુખાવો તેમજ સાંધા માં દૂખાવો રહે છે. જેને કારણે તેવો વધુ ચાલવાનું કે કસરત કરવાનું ટાળે છે. આ દુખાવાથી કઈ રીતે મેળવશો મુક્તિ એવો જાણીએ.
શિયાળામાં કરો કસરત
શિયાળામાં કસરત એ શરીરને સુડોળ અને સ્વસ્થ રાખે છે. જો તમને પણ આ ઠંડીમાં સાંધા કે ઢીચણમાં દુખાવો થતો હોય તો તમારે રોજે સવારે ઉઠીને હળવી કસરત તેમજ સામાન્ય હલચન વળી કસરત કરવી જોઈએ. રોજે 15 થી 20 મિનિટ કસરત કરો.
યોગ છે સ્વસ્થ માટે શ્રેષ્ટ
યોગ કરવાથી તમે તમામ પ્રકાર ના દુખાવાથી મુક્તિ મેળવી શકો છો.વહેલી સવારે ઉઠીને 20 થી 30 મિનિટ યોગાસન કરવાથી લાંબા ગાળે શરીરને ખુબ ફાયદો થાય છે.યોગની સાથે જો તમે પ્રાણાયામ કરો તો પણ તમને ઘણો ફાયદો થશે.
શિયાળુ પાક છે ઉત્તમ
શિયાળામાં તલ,ગોળ ,કચરિયું,મેથી ની બનાવટો,સીંગ જેવી વસ્તુઓ ખાવાથી હાડકાના જોઇન્ટ્સમાં કોઈ પણ દુખાવો થતો નથી.ખાસ કરીને ઢીચણની વચ્ચે રહેલા તેલ જેવા પદાર્થમાં આ ખોરાક વધારો કરે છે. જેથી તમને દુખાવો ઓછો થવામાં મદદ મળે છે.જેથી શિયાળામાં બનતા તમામ શિયાળા પાકનું સેવન કરવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article