કોમ્પ્યુટર મેનેજમેન્ટમાં માસ્ટર ડીગ્રી મેળવનારા યુવકે કરી ઈડલી-કાંદાવડાની લારી, આજે કરે છે વટથી ધંધો
એક સામાન્ય માન્યતા છે કે, ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ જે તે ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી હિતાવહ છે. ભણતર પાછળ અધધ ખર્ચો કર્યા બાદ જો યુવાનોને એ ફિલ્ડમાં યોગ્ય તક ના મળે તો ઘણીવાર નાસીપાસ પણ થઈ જતા હોય છે. ત્યારે આજે વાત કરીએ અમદાવાદના એવા યુવકની કે જેમની પાસે કોમ્પ્યુટર મેનેજમેન્ટની માસ્ટર ડીગ્રી હોવા છતાં આજે કોઈપણ જાતની શરમ વગર ઈડલી અને કાંદા વડાની લારી ચલાવીને આત્મનિર્ભર તુષારભાઈ
10:20 AM May 08, 2022 IST
|
Vipul Pandya
એક સામાન્ય માન્યતા છે કે, ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ જે તે ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવી હિતાવહ છે. ભણતર પાછળ અધધ ખર્ચો કર્યા બાદ જો યુવાનોને એ ફિલ્ડમાં યોગ્ય તક ના મળે તો ઘણીવાર નાસીપાસ પણ થઈ જતા હોય છે. ત્યારે આજે વાત કરીએ અમદાવાદના એવા યુવકની કે જેમની પાસે કોમ્પ્યુટર મેનેજમેન્ટની માસ્ટર ડીગ્રી હોવા છતાં આજે કોઈપણ જાતની શરમ વગર ઈડલી અને કાંદા વડાની લારી ચલાવીને આત્મનિર્ભર તુષારભાઈ તરીકેની ઓળખ બનાવી છે.
કોઈપણ પ્રકારની શરમ કે પછી સંકોચ રાખ્યા વગર આ અમદાવાદીએ ટિફિન સેવા શરૂ કરી, પરંતુ એમાં પણ સફળતા ન મળતા તેણે આખરે ઈડલી અને કાંદાવડાની લારીની શરૂઆત કરી છે. માત્ર ચારથી પાંચ કલાકમાં જોબ કરતા પણ વધુ કમાણી કરી રહ્યા છે. આ વાત છે અમદાવાદના તુષારભાઈ ત્રિવેદીની જેમણે મણિનગર સ્વામિનારાયણ મંદિરથી માત્ર અડધો કિલોમીટર દૂર આત્મનિર્ભર તુષારભાઈ નામથી ઈડલી અને કાંદાવડાની લારી શરૂ કરી છે.
તુષારભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, 2012માં કોમ્પ્યુટર મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ પછી તમામ લોકોની જેમ મે પણ નોકરી માટે શોધખોળ શરૂ કરી દીધી. જે પછી મને એક ખાનગી કંપનીમાં જોબ મળતા મે મારી આ કામગીરીને શરૂ કરી, પરંતુ 2016માં જોબનો પ્રોજેક્ટ પૂર્ણ થતા હું ઘણો જ ચિંતામાં મુકાઈ ગયો હતો. હવે આગળ શું કરવું એ વિચાર સતત મનમાં ફર્યા કરતો હતો. આ સમય દરમિયાન ટિફિન સેવા શરૂ કરવાનો વિચાર આવતા તેની શરૂઆત કરી દીધી પરંતુ આ કામમાં પણ મને જોઈએ એવો સંતોષ પ્રાપ્ત ન થયો અને બીજી તરફ કોરોના જેવી મહામારી આવી અને એ ટિફિન સેવા બંધ થઈ ગઈ. ત્યારબાદ 2021માં ઈડલી અને કાંદાવડાની લારી શરૂ કરીને તેને નામ આપ્યું આત્મનિર્ભર તુષારભાઈ.
તુષારભાઈ ત્રિવેદી એક ઉદાહરણ છે કે, કોઈપણ સ્થિતિમાં નાસીપાસ ન થવું જોઈએ પરંતુ તે સમયનો સામનો કરીને પોતાની રીતે પગભર થવું જોઈએ.
Next Article