Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેં સિદ્ધ મૂસેવાલાનું મર્ડર કર્યું છે, તમને મારવાની સોપારી મને મળી છે..

પંજાબના સિંગર સિદ્ધ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું છે,  તમને મારવા પણ મને સોપારી મળી છે કહીને અજાણ્યા શખ્સે AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાને ફોન કરીને ધમકી આપી પૈસાની પણ માંગણી કરી હતી.ધમકી મળતા કાબલી વાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ગઈકાલે રાતે આસ્ટોડિયા દર
મેં સિદ્ધ મૂસેવાલાનું મર્ડર કર્યું છે  તમને મારવાની સોપારી મને મળી છે
પંજાબના સિંગર સિદ્ધ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું છે,  તમને મારવા પણ મને સોપારી મળી છે કહીને અજાણ્યા શખ્સે AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાને ફોન કરીને ધમકી આપી પૈસાની પણ માંગણી કરી હતી.ધમકી મળતા કાબલી વાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ગઈકાલે રાતે આસ્ટોડિયા દરવાજા પાસે ગાડીમાં બેઠા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર વૉટસએપ કોલ આવ્યો હતો.જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ઇમરાન હોવાની આપીને કહ્યું કે પંજાબના સિંગર સિધ્ધૂ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું હતું અને હવે તમારી પણ સોપારી સતયુગ મહારાજે આપી છે. 
ફોન કરનારે વૉટસએપ વિડિઓ કોલ કર્યો હતો જેમાં  બે હજારની નોટોના બંડલ ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે તમે માણસ સારા છો,મેં તપાસ કરી,તમે મને આટલા રૂપિયા આપતા હોય તો હું તેને ઠોકી દઉં .  તમારી ગાડી જ્યાં હોય ત્યાં જ ઉભી રાખી દો,મારા માણસ તમારી આગળ પાછળ જ છે.હું તમને બે કલાકનો સમય આપું છું અને એક એકાઉન્ટની વિગત મોકલું છું.તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 
ત્યારબાદ તેણે મેસેજ કરીને બેંકની વિગત મોકલી હતી અને 12 જેટલા કોલ કર્યા હતા જે કાબલી વાલાએ ઉપડ્યા નહોતા અને ત્યાર બાદ પૈસા માગનાર આરોપીએ સિદ્ધુ મુસેવાલાના મર્ડરનો વિડિઓ મોકલ્યો હતો. વૉટસએપ કોલ કરવાનું ચાલુ રાખ્યુ હતું જે કાબલી વાલાએ ઉપાડ્યા નહોતા...
ફોન ના ઉઠાવતા  આરોપી એ કાબલીવાલાને એક ઓડીઓ મોકલ્યો હતો, જે ઓડીઓમાં કહ્યું હતું કે આપ ફોન નહીં ઉઠા રહે, કોઈ બાત નહિ,તીન દિન કી વોર્નિંગ દેતા હું, કલ આપ ફોન કરતે હો તો ઠીક હે મોસ્ટ વેલકમ આપકો એ તીન દિનમે જો ભી સપને  હે પુરે કર લેના,શોખ પુરે કર લેના ચોથા દિન આખરી દિન હોગા આપકા તેવી ધમકી આપી હતી.
ત્યાર બાદ પણ ફોન આવ્યા હતા અને તેમણે ફોન ઉઠાવ્યા નહોતા.આ બાબતે ગંભીરતા દાખવી સાબીર કાબલી વાલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો, જેથી પોલીસ પહોંચી હતી અને પોલીસ સાથે   પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી.ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.