Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફોન બંધ કરીને જઉ છું, ફરી તમને મળીશ નહીં, વ્યાજખોરથી કંટાળી યુવકે ઘર છોડ્યું

અમદાવાદમાં ફરી એક વાર વ્યાજખોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં વ્યાજે લીધેલા પૈસાનું સમયસર વ્યાજ ચુકવ્યા પછી પણ વ્યાજખોરે યુવકની ગાડી જબરદસ્તી પડાવી લેતા યુવક ઘરનો કે ઘાટનો એકેય જગ્યાનો રહ્યો નથી. અંતે તેણે પોતાના પરિવારને છોડીને જતા રહેવાનું પસંદ કર્યું છે.-વ્યાજ અને મુડી માંગી ગાડી લઈ ગયો વ્યાજખોરવટવા GIDC વિસ્તારમાં રહેતા હમીર ભરવાડે આ મામલે ફરિયાદ નોંધાવી છે. હમીર ભરવાડના બનેવી
12:06 PM Oct 05, 2022 IST | Vipul Pandya
અમદાવાદમાં ફરી એક વાર વ્યાજખોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં વ્યાજે લીધેલા પૈસાનું સમયસર વ્યાજ ચુકવ્યા પછી પણ વ્યાજખોરે યુવકની ગાડી જબરદસ્તી પડાવી લેતા યુવક ઘરનો કે ઘાટનો એકેય જગ્યાનો રહ્યો નથી. અંતે તેણે પોતાના પરિવારને છોડીને જતા રહેવાનું પસંદ કર્યું છે.
-વ્યાજ અને મુડી માંગી ગાડી લઈ ગયો વ્યાજખોર
વટવા GIDC વિસ્તારમાં રહેતા હમીર ભરવાડે આ મામલે ફરિયાદ નોંધાવી છે. હમીર ભરવાડના બનેવી સુખાભાઈ ડાંગરે બે મહિના પહેલા રામાભાઈ ભરવાડ પાસે બે લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. બે મહિલાથી તેઓએ રામા ભરવાડને 40 હજાર રૂપિયા વ્યાજ પણ સમયસર ચુકવ્યુ હતું. તેમ છતાં રામા ભરવાડે મુડી અને વ્યાજની પઠાણી ઉધરાણી ચાલુ રાખી હતી. તેમજ સુખાભાઈ ડાંગરની આઈસર ગાડી પણ લઈને જતા રહેતા અંતે તેઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.
- બહેને ફોન કરી બનેવી ગુમ થયા હોવાની કરી જાણ
2 ઓક્ટોબરના રોજ ફરિયાદી હમીર ભરવાડ પોતાની ચા ની કીટલીએ હાજર હતા તે સમયે નાની બહેન ભાવુબહેન ભરવાડે ફોન કરીને જણાવ્યું હતું કે બનેવી સુખાભાઈ ડાંગર પહેલી ઓક્ટોબરથી વટવા ખાતેની શક્તિકૃપા રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટ ઓફિસથી ક્યાંક જતા રહ્યા છે. જેથી હમીરભાઈ ભરવાડે ત્યા જઈને તપાસ કરતા સુખાભાઈ મળી આવ્યા નહોતા..ઓફિસે હાજર ભત્રીજાએ જણાવ્યું હતુ કે તેઓ ફોન ઓફિસમાં જ મુકીને જતા રહ્યા છે. જે બાદ ફરિયાદીએ અન્ય પરિવારજનો, મિત્રોની ઓફિસ અને ઘરે તપાસ કરતા બનેવી સુખાભાઈ ક્યાંય મળ્યા નહોતા.. જે બાદ તેઓએ વટવા GIDC પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.
- અન્ય વેપારીએ છેલ્લો કોલ સંભળાવ્યો
જે બાદ ફરિયાદીને જાણવા મળ્યુ હતુ કે બનેવીની ટાટા આઈસર રામા ભરવાડ પાસે છે તેમજ બનેવી સુખાભાઈ ડાંગરે રામા ભરવાડ પાસેથી બે મહિના પહેલા 2 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હોવાની જાણ થઈ હતી. તપાસ દરમિયાન ફરિયાદીને સરસ્વતી ચાર રસ્તા પાસેની ધારા ટ્રાન્સપોર્ટ ધરાવતા વિરમ ભરવાડ મળ્યા હતા અને તેઓએ સુખાભાઈને છેલ્લે ફોન કર્યો હોવાનુ જણાવી કોલ રેકોર્ડિગ સંભળાવ્યુ હતુ.
- ફોન પર સુખાભાઈ એ આપવિતી જણાવી
કોલ રેકોર્ડિંગમાં સુખાભાઈ ડાંગરે રામા ભરવાડ પાસે લીધેલા બે લાખની સામે બે મહિનાના 40 હજાર રૂપિયા વ્યાજ પેટે આપ્યા હોવા છતાં આરોપીએ મુડી અને વ્યાજ માંગી તેઓની આઈસર ગાડી લઈ જતા તેઓ કોઈ બાજુના રહ્યા નથી અને ફોન બંધ કરીને જાઉ છુ અને ફરીથી તમને જડીશ નહી તે પ્રકારની વાતચીત સાંભળી હતી. જે બાદ ફરિયાદીએ બહેનને ફોન કરી આ મામલે પુછતા તેમણે પણ અવારનવાર રામા ભરવાડ ફોન કરી પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હોવાની હકીકત જણાવી હતી. બે દિવસ બાદ સુધી સોમાભાઈ ડાંગરનો પત્તો ન લાગતા આ મામલે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 
- રાજસ્થાનમાથી મળ્યા ભોગ બનનાર
આ મામલે પોલીસે અલગ અલગ દિશામા તપાસ કરી ઘર છોડીને ગુમ થનાર સોમાભાઈ ડાંગરને રાજસ્થાનમાંથી શોધી લીધા છે જોકે આરોપીની ધરપકડની તજવીજ માટે કાર્યવાહી તેજ કરી છે.
Tags :
againGujaratFirstphoneyoungman
Next Article