Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શર્ટ બદલ્યો પણ આરોપી પોતાની ચાલ બદલી ન શક્યો, આવી ગયો ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં

મને વિશ્વાસ હતો કે, મને પોલીસ ક્યારેય પકડી શકશે નહીં, પણ આજે મને અહેસાસ થયો છે કે મારો એ વિશ્વાસ સૌથી મોટો ભ્રમ હતો, કારણ કે ગુનો આચર્યા બાદ મેં પોલીસને ગુમરાહ કરવા માટે થઈને પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ઉપરાંત મોબાઈલ ફોનનો ઉપયોગ પણ નહોતો કર્યો તે છતાંય પોલીસ મારા સુધી કેમની પહોંચી ગઈ તે હું વિચારી રહ્યો છું, આ શબ્દો છે ક્રાઇમ બ્રાન્ચમાં PSIની ચેમ્બરમાં ઉભડક બેઠેલા ગુનેગારની કે જà«
શર્ટ બદલ્યો પણ આરોપી પોતાની ચાલ બદલી ન શક્યો  આવી ગયો ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં
મને વિશ્વાસ હતો કે, મને પોલીસ ક્યારેય પકડી શકશે નહીં, પણ આજે મને અહેસાસ થયો છે કે મારો એ વિશ્વાસ સૌથી મોટો ભ્રમ હતો, કારણ કે ગુનો આચર્યા બાદ મેં પોલીસને ગુમરાહ કરવા માટે થઈને પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ઉપરાંત મોબાઈલ ફોનનો ઉપયોગ પણ નહોતો કર્યો તે છતાંય પોલીસ મારા સુધી કેમની પહોંચી ગઈ તે હું વિચારી રહ્યો છું, આ શબ્દો છે ક્રાઇમ બ્રાન્ચમાં PSIની ચેમ્બરમાં ઉભડક બેઠેલા ગુનેગારની કે જેણે રૂપિયા પાંચ લાખમાં ફાયરિંગ કરવા માટેની સોપારી લીધી હતી.
રાત્રિના સવા દસ વાગ્યા હતા અમદાવાદ શહેરમાં ટ્રાફિક ધીમે ધીમે ઓછો થઇ રહ્યો હતો અને આવા સમયે શહેરના સરખેજ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ પૂરો થયો હતો અને લોકો બહાર આવી રહ્યા હતા પાર્ટી પ્લોટથી થોડા દૂર જ અચાનક ફાયરિંગનો અવાજ ત્રણ વખત સંભળાયો અને ફાયરિંગના અવાજે પાર્ટી પ્લોટની બહાર આવેલા મહેમાનોમાં નાસભાગ મચાવી દીધી હતી. થોડી જ વારમાં પાર્ટી પ્લોટથી થોડા દૂર ખુલ્લી જગ્યા પાસે એક રીક્ષામાંથી એક મહિલાની ચીસો સાંભળવામાં લાગી હતી અને લોકોના ટોળા રીક્ષાની દિશામાં દોડવા લાગ્યા હતા લગ્નમાં આવેલા લોકોએ રીક્ષામાં જોયું તો એક મહિલા ચીસો પાડી રહી હતી. એ સ્ત્રીના કમરના ભાગમાંથી લોહી પણ વહી રહ્યું હતું આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરીને મહિલાને સારવાર માટે ખસેડી દીધી હતી. બાદમાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી જેના પગલે સ્થાનિક પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ ઘાયલ મહિલાને તો સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી પોલીસની એક ટીમ મહિલાનું સ્ટેટમેન્ટ લેવા માટે નજીકની સરકારી હોસ્પિટલ કે જ્યાં મહિલા સારવાર લઈ રહી હતી ત્યાં પહોંચી જાય છે.  ઘાયલ મહિલાને સદનસીબે ગોળી આરપાર નીકળી ન હતી. એ ઘાયલ સ્ત્રીનું સ્ટેટમેન્ટ અને ફરિયાદ લેવાની કામગીરી શરુ કરી દીધી હતી. હોસ્પિટલના બિછાને પડેલી ઘાયલ મહિલાએ ફરિયાદમાં ઘણા બધાના નામો લખાવ્યા હતા, એણે કહ્યું કે બાઈક પર આવેલા લોકોએ તેની પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલાના નિવેદન મુજબ વેજલપુર પોલીસે ગુનો નોંધી દીધો હતો. બીજી બાજુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં માટે પહેલા ઘટના સ્થળે અને પછી ઘાયલ મહિલાના નિવેદન લેવા માટે પહોંચી ગઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બનાવની ગંભીરતાને જોતા બે અલગ અલગ પોલીસ ઈન્સ્પેકટરોની ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે બનાવવામાં દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજથી તપાસની શરૂઆત કરી હતી. જેમાં ક્રાઇમ બ્રન્ચને એકાદ બે સીસીટીવી ફૂટેજ શંકાસ્પદ હિલચાલ યુક્ત લાગી હતી.  ફક્ત શંકાને લઈને કોઈની પર પણ આક્ષેપ કરવો એ બાબત અયોગ્ય કહેવાય છે. આ સમગ્ર બનાવ બન્યાને તપાસ શરુ કરી હતી તે સમય દરમિયાનમાં રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા. બનાવના લીધે રોડ પર ભેગી થયેલી ભીડ પણ હવે ધીમે ધીમે છૂટી પાડવા લાગી હતી પણ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. નિખિલ બ્રહ્મભટ્ટના સ્કોવડના પીએસઆઇએ બનાવની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાની શરૂઆત કરી લીધી હતી. એ વાત સામે આવી હતી કે ફાયરિંગ કરવામાં માટે આવેલા આરોપીઓ બાઈક નહીં પરંતુ ઍક્સેસ ટુ-વહીલર લઈને આવ્યા હતા. ફાયરિંગ કરીને ત્રણેય લોકો સરખેજ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તાર તરફ ગયા છે તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇને મળી હતી. બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરખેજ જુહાપુરામાં આવેલી તમામ ઝૂપડપટ્ટીઓની તપાસ હાથ ધરી હતી સાથે જ સ્થાનિક બાતમીદારોને પણ એલર્ટ કરી દીધા હતા. અનેક પ્રયત્નો બાદ પણ ગુનેગારોની ભાળ મળતી નહોતી. 
બીજી તરફ ફાયરિંગ કરીને ભાગી ગયેલા લોકોની તપાસ માટે થઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનો બન્યો ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ફંફોસી રહી હતી. બરાબર એ જ સમયે એક શંકાસ્પદ સીસીટીવી ફૂટેજ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી જાય છે. જેમાં ફાયરિંગના થવાના થોડી મિનિટો પહેલા પાર્ટી પ્લોટના સામેના રોડ પરથી એક ટુ-વહીલર પર ત્રણ સવારી લોકો જેમાં એક શખ્સે મંકી કેપ પહેરેલી હોય છે તેવા લોકો પાર્ટી પ્લોટની સામેથી પાસાર થાય છે. જે વાહન લઈને પસાર થાય છે તે વાહનની એક સાઈડ લાઈટ કામ નહોતી કરતી અને માત્ર ડાબી બાજુની લાઈટ જ ચાલુ રહેલી હતી બસ આજ એક બાબતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આગળના સીસીટીવી ફૂટેજની સિક્વન્સ ફંફોસવાની શરૂઆત કરી દીધી હતી. રાત્રિના 12 વાગ્યા સુધી બન્ને પીએસઆઇ તેમના માણસો સાથે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસતા હતા. ક્રાઈમ કરનારને કોઈપણ રીતે શોધવો એ જ વાત મનમાં રાખીને પોલીસ કર્મચારીઓ દિવસરાત મહેનતમાં લાગી ગયા.  
સીસીટીવી ફૂટેજ ફોલો કરતા કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સરખેજ જુહાપુરા પાસે આવેલી ઝૂંપડપટ્ટી પાસે રોકાઈ ગઈ કારણકે છેલ્લા સીસીટીવી ફૂટેજ ઝૂંપડપટ્ટી સુધી જ મળી આવતા હતા. આ સમયે નિખિલ બ્રહ્મભટ્ટની સ્ક્વોડમાં એકદમ શાંત સ્વભાવના પીએસઆઈ ચીવટપૂર્વક પોતાનું કામ કરી રહ્યા હતા. આ પીએસઆઇએ પોતાના બાતમીદારોને આ વિસ્તારમાં કામે લગાડી દીધી હતા. બીજી તરફ પી.આઈ એસ.જી. દેસાઈની સ્કવોડના પીએસઆઇ કે.એમ.ચાવડા પણ શરૂઆતથી આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા તેમણે પણ પોતાના બાતમીદારો મારફતે આ સમગ્ર ઝૂંપડપટ્ટી પર વોચ લગાવીને બેઠેલા હતા. બંને પોલીસ ઈન્સ્પેક્ટરના સ્ક્વોડના પોલીસકર્મીઓ સવારે સીસીટીવી ફૂટેજના એનાલિસિ કરતા હતા. રાત્રિના સમયે વિસ્તારની રેકી કરતા હતા.  આ દિવસોમાં જ એક દિવસ ક્રાઇમ બ્રાન્ચના બંને પીએસઆઇ સવારે સરખેજ ગામમાં તપાસમાં માટે નીકળ્યા. ફાયરિંગના બનાવના ત્રણ દિવસ અગાઉના સીસીટીવી ફૂટેજ એક દુકાને જોવાની શરૂઆત કરી હતી. આ સીસીટીવી ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યા જેમાં એક વ્યક્તિ એકસેસ લઈને દૂધ લેવા જતો દેખાયો. આ સીસીટીવી ફૂટેજ જોતાંની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના બંને પીએસઆઈ એક બીજાની સામે જોવા લાગ્યા. મનોમન માની લે છે કે આ વ્યક્તિની કદ કાઠી અને ચાલ ચલગત પાર્ટી પ્લોટના બહાર દેખાતા સીસીટીવી ફૂટેજમાં ભળતા આવે છે. પરંતુ આ ગુના વખતે જે વાહન ઉપયોગમાં લેવામાં આવ્યું હતું તેમાં નંબર પ્લેટ ન હતી અને સવારે સરખેજ ગામમાં જે વાહન જોવા મળ્યું તેમાં નંબર પ્લેટ દેખાતી હતી. પરંતુ કહેવાય છે ને કે ક્યારેક ટેક્નોલોજી કરતા હ્યુમન સોર્સીસ અને વ્યકિગત અનુભવ ઘણો જ કામ લાગતો હોય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું હતું કારણકે બન્ને પીએસઆઇએ પોતાની કોઠાસૂઝ અને આગવી બુદ્ધિ વડે આરોપી સુધીની મોટા ભાગની માહિતી ભેગી કરી લીધી હતી. બીજી તરફ સમગ્ર બનાવને પગલે સિનિયર અધિકારીઓનું સતત મોનિટરીંગ રહેલું હતું. મીડિયાએ પણ આ બનાવને પૂરું કવરેજ આપ્યું આથી લોકોમાં પણ એક જાણવાની જિજ્ઞાસા હતી કે, આવો શાતિર દિમાગ આરોપી કોણ છે?  ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તેવા સમય દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક ખુદ પોતે પીએસઆઇ અને પોલીસ ઇન્સ્પેક્ટરને કોલ કરીને અથવા તો રૂબરૂ બોલાવી રોજે રોજ કેસનું અપડેટ માગતા હતા. 
ફાયરિંગની ઘટના જે સમયે ઘટી હતી તેના થોડા સમય પહેલા સીસીટીવી ફૂટેજમાં જે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ દેખતા હતા તેમાંથી એકસેસ ચલાવનારા વ્યક્તિનો આછો પાતળો નાક-નકશાવાળો સ્કેચ પણ ક્રાઇમ બ્રાન્ચના બન્ને પીએસઆઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેના ચહેરાની વિગતો પોતાના બાતમીદારોને આપી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પોતાની ચેમ્બરમાં બેસીને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા હતા. વારાફરતી એક પછી એક એમ કુલ ૫૦થી વધુ સીસીટીવી ફૂટેજ પીએસઆઈએ તપાસી લીધા હતા. આજ સમયે પીએસઆઇને સરખેજ ગામમાંથી એક સીસીટીવી ફૂટેજ પર નજર પડે છે. જેમાં ફાયરિંગ સમયે જે વ્યક્તિ વાહન ચાલવી રહ્યો હતો તેના જેવો જ એક વ્યક્તિ સીસીટીવીમાં દેખાઈ આવ્યો હતો. તરત જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પોતાની ખાનગી કાળા કલરની ગાડી લઈને સરખેજ જવા માટે નીકળી ગયા હતા. હવે જરૂર હતી તો માત્ર વોચ રાખીને બેસવાની પીએસઆઈ અને તેમના સ્ક્વોડના પોલીસકર્મીઓ સીસીટીવી દેખાઈ આવેલો વ્યક્તિની શોધમાં નજર લગાવીને બેઠેલા હતા. સવારની સાંજ પડી ગઈ હતી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આખું સરખેજ ગામ ફેંદી નાખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના બન્ને પીએસઆઈને પૂરો વિશ્વાસ હતો કે આરોપીઓ સરખેજ ગામમાંથી જ મળી આવશે. કહેવાય છે કે ને ઘણી વખત ટેકનિકલ ર્સોસ પણ સાથે છોડી દેતા હોય છે. તેવા સમયે પોતાની આગવી સૂઝ અને કુનેહ જ કામ લાગતી હોય છે. આ કેસમાં પણ આવું જ કંઈક બન્યું જેમાં પીએસઆઈની આગવી કોઠાસૂઝ જ કામ લાગી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્વે કર્યા બાદ નક્કી કરાયેલી સરખેજ વિસ્તારની ઝૂંપટપટ્ટીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કરી નાખ્યું. રાત્રિના અંધારાની રાહ જોવાઈ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચના ૧૫ થી ૨૦ જેટલા પોલીસકર્મીઓ સરખેજ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર ગોઠવાઈ ગયેલા હતા.
સરખેજની ઝૂંપડપટ્ટીઓમાં રાત્રિના ૧૨ વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ ધસી આવી. એક પછી એક ઝૂંપડીને તપાસવાની શરૂઆત કરી દીધી હતી. આખરે સોહેલ દિવાનની ખોલી પાસે પહોચી અને દરવાજો ખખડાવતાની સાથે જ ખોલીનો દરવાજો ખૂલ્યો અને સામે ઉભેલા સોહેલ દિવાનને દબોચી લેવામાં આવે છે. એક ટીમ તેને લઈને તાત્કાલિક બ્રાન્ચની કચેરીએ લાવી દેવામાં આવે છે. આવું પોલીસ એટલા માટે કરતી હોય છે કારણકે ઘટના સ્થળ પર કોઈપણ જાતની ધમાલ કે બબાલ ન થાય અને આરોપી છટકી જાય નહીં તે માટે થઈને એક ટીમ આરોપીને લઈને ઘટના સ્થળથી દૂર જતી રહેતી હોય છે. સોહેલ દિવાનને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ મોડી રાત્રે લાવવામાં આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં સવારથી સાંજ સુધી શાંત માહોલ રહેતો હોય છે પરંતુ જેમ જેમ રાત્રિનું અંધારું ઘેરાતું જાય છે તેમતેમ ક્રાઈમ બ્રાન્ચ વધુ કઠોર બનતી જાય છે અને તેની જાણકારી શહેર નહીં પરંતુ રાજ્ય બહારના એવા તમામ ગુનેગારોને છે જેઓ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આગાઉ આવી ચૂકેલા હોય છે. સોહેલ દિવાનને હવે ક્રાઈમ બ્રાન્ચ લાવીને હાથકડી બાંધીને એક રૂમમાં દીવાલ જોડે બાંધી દેવામાં આવ્યો હતો. સોહેલ દિવાનની બિલકુલ બાજુમાં ખુરશી ઢાળીને મજબૂત બાંધાના પોલીસકર્મીને બેસાડવામાં આવ્યો હતો. આ પોલીસકર્મી પણ રાહ જોઇને બેઠો હતો કે પીએઅઆઈનો ફોન ક્યારે આવે અને સોહેલ દીવાનની પૂછપરછ શરુ કરે. ત્રણ દિવસથી રાત દિવસ એક કર્યા બાદ આરોપી હાથમાં આવ્યો હતો. પરંતુ પોલીસખાતામાં વણલખાયેલો એક નિયમ છે કે જ્યાં સુધી ઉપરી અધિકારીઓના આદેશ ન થાય ત્યાં સુધી કશું પણ કરવું નહીં. બસ હવે તો આદેશની રાહ જોવાઈ રહી હતી બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમ અન્ય આરોપીઓને દબોચી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી અને તેવામાં ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા સોહેલ દીવાનની પૂછપરછ કરવાની પરવાનગી મળી ગઈ સોહેલ દીવાનની બાજુમાં ખુરશી પર બેઠેલા પોલીસકર્મીએ પોતાની જોડે રહેલી લાકડીનો દંડો ઉગામતાની સાથે જ સોહેલ દિવાને પોપટની જેમ ગુનાની કબૂલાત કરી લીધી હતી કે, મેંને તો ખાલી ગાડી ચલાઈથી બાકી સારા કામ તો સોહેલ મલિક ઓર અશફાક મુલતાની કા હે... ક્રાઈમ બ્રાન્ચમાં સોહેલ દિવાનથી થોડી આકરી પૂછપૂરછ કરતા બાકીના બંને આરોપીઓના લોકેશન અને સરનામાની વિગત પણ મળી ગઈ હતી. પી.આઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને એસ.જી દેસાઈની ટીમે વારાફરતી બંને આરોપીઓની ધરપકડ સરખેજ ગામમાંથી જ કરી લીધી. જેમાં સોહેલ મલિક અને અશફાક મુલતાની પણ ધરપકડ કરીને 09-૦૬-૨૦૨૨ના રાત્રિના ૦૩ વાગ્યે ક્રાઈમ બ્રાંચ ખાતે લાવી દેવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ લાવીને ત્રણેયને અલગ-અલગ રાખીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી. જેમાં સૌથી પહેલા સોહેલ મલિકની સામે પીએસઆઈ ખુરશી નાખીને બેઠાં અને પૂછયું કે બોલ ભાઈ ક્યા બોલના હે તુજે ત્યારે આરોપી સોહેલ મલિકે કહ્યું કે, સાહેબ ક્રાઈમ બ્રાન્ચ કો માન ગયા, સલામ હે  અભી તકતો સિર્ફ સુના થા કી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસે કામ કરતી મગર આજ દેખ ભી લીયા. 
પીએસઆઈએ થોડો કડક અવાજ કરીને પોલીસની સ્ટાઈલથી પૂછવાની શરૂઆત કરી અને સોહેલ માલિકે કેફિયત વર્ણવી કે તેણે અશફાક નામના વ્યક્તિને રૂપિયા પાંચ લાખમાં સોપારી આપી હતી અને તેણે જ પોતાની ફોઈ ઉપર ફાયરિંગ કરવામાં કરાવ્યું હતું કારણકે આજથી ત્રણ વર્ષ અગાઉ સોહેલ માલિકની બહેને આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું હતું. સોહેલ મલિકને લાગતું હતું કે તેની બહેને આપઘાત તેની ફોઈના કારણે જ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં ઉભા પગે બેઠેલો આરોપી અશફાક માલિકે પણ વટાણા વેરી નાખ્યા. સમગ્ર ગુનાની કબૂલાત કરી રહ્યો હતો કે તેણે અશફાક મુલતાની નામના વ્યક્તિને આ સમગ્ર કામ સોપ્યું હતું. છેલ્લા છએક મહિનાથી આ કાવતરું તેણે ઘડીને રાખ્યું હતું પરંતુ યોગ્ય સમય આવતો ન હતો માટે ફાયરિંગ કરી શક્યો ન હતો બાદમાં ક્રાઈમ બ્રાન્ચના બીજા રૂમમાં અશફાક મુલતાની કે જેણે ફાયરિંગ કર્યું હતું. તેની પણ મેરેથોન પૂછપરછ ચાલી રહી હતી જેમાં તેણે એવી કેફિયત વર્ણવી કે વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોમાં તેના નિર્દોષ પિતાનું પોલીસ ફાયરિંગમાં મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મારા મનમાં પણ ફાયરિંગ કરવાની ઈચ્છાઓ ઉભી થતા જ કરતી હતી. અશફાકે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ ચાલુ વ્હીકલે પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ઉપરાંત મેં કોઈ મોબાઈલ ફોન કે કશું પણ વાપર્યું ન હતું. તો હું કેવી રીતે પકડાઈ ગયો તેની મને સમજણ નથી પડતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ખુરશી પર બેઠેલા પીએસઆઈએ કહ્યું કે આરોપી ગમે તેટલો હોશિયાર હોય ક્યાંક કોઈ ક ભૂલ તો કરી જ બેસતો હોય છે. બસ  અમારું કામ એ જ ભૂલને શોધવાનું હોય છે... 
આમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ફાયરિંગના બનાવમાં આરોપીઓને દબોચીને વણઉકેલાયેલા ગુનાને શોધી કાઢ્યો હતો.
 
Advertisement
Tags :
Advertisement

.