Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેઘાણીનગરમાં હત્યાની હેટ્રીક, સામાન્ય બાબતમાં 3 મિત્રોએ યુવકને ચપ્પુથી રહેંસી નાખતા મોત

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સતત ત્રીજી હત્યાની ઘટના બની છે. જેમાં વાહન ચલાવવા મામલે યુવકને શરીરના ચપ્પુ તેમજ તલવારથી ઘા મારી હત્યા નીપજાવવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મેઘાણીનગરના ભાર્ગવ રોડ ઉપર રાતના સમયે અમિત રાઠોડ નામનો યુવક મોટાભાઈ સુમિત રાઠોડ અને એક મિત્ર સાથે મોટરસાયકલ પર નીકળ્યો હતો, તે સમયે રસ્તામાં કિસ્મતનગર રસ્તા પાસે વિશાલ રાજપૂત, ગુડ્ડુ રાજપુત અને અ
મેઘાણીનગરમાં હત્યાની હેટ્રીક  સામાન્ય બાબતમાં 3 મિત્રોએ યુવકને ચપ્પુથી રહેંસી નાખતા મોત
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સતત ત્રીજી હત્યાની ઘટના બની છે. જેમાં વાહન ચલાવવા મામલે યુવકને શરીરના ચપ્પુ તેમજ તલવારથી ઘા મારી હત્યા નીપજાવવામાં આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મેઘાણીનગરના ભાર્ગવ રોડ ઉપર રાતના સમયે અમિત રાઠોડ નામનો યુવક મોટાભાઈ સુમિત રાઠોડ અને એક મિત્ર સાથે મોટરસાયકલ પર નીકળ્યો હતો, તે સમયે રસ્તામાં કિસ્મતનગર રસ્તા પાસે વિશાલ રાજપૂત, ગુડ્ડુ રાજપુત અને અનિલ બઘેલ રોડ ઉપર ઉભા હતા અને તેઓએ અમિત રાઠોડની મોટરસાયકલ ઉભી રખાવી બાઈક જોઈને ચલાવો દેખાતું નથી તેવું કહીને ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.
અમિત રાઠોડના મોટાભાઈ સુમિત રાઠોડ ઉપર ત્રણે આરોપીઓએ ભેગા મળીને ચપ્પુ અને તલવારથી જીવલેણ હુમલો કરતા સુમિત રાઠોડને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો જોકે ટૂંકી સારવાર બાદ સુમિત રાઠોડનું મોત થતા આ મામલે મેઘાણીનગર પોલીસે હત્યાની કલમો ઉમેરી વિશાલ રાજપૂત તેમજ અનિલ બઘેલ નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સામેલ ગુડ્ડુ રાજપુતને પકડવા ટીમો કામે લગાડી છે.
મેઘાણીનગરમાં 5 દિવસ પહેલા 80 વર્ષીય મહિલાની હત્યા,જે બાદ બે દિવસમાં બે યુવકની હત્યાની ઘટના બનતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે પોલીસ કમિશનરના બંગ્લાની નજીકના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ બન્યા હોય તેવામાં પોલીસ માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા પડકાર બન્યો છે. તેવામાં પોલીસે વિસ્તારમાં નાની નાની ગલીઓમાં બાઈક પર પેટ્રોલીંગ શરૂ કરી લુખ્ખા તત્વોને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. તેવામાં આ હત્યા કેસમાં આરોપીઓની પુછપરછ બાદ હત્યા પાછળનું ખરુ કારણ સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.