Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્થાનિક લોકોને નોકરીમાં 75 ટકા અનામત પર હાઇકોર્ટનો સ્ટે સુપ્રીમે હટાવ્યો

ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાના કેસમાં હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હરિયાણા સરકારના આ નિર્ણય પર સ્ટે મુક્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ સ્ટેને રદ્દ કરયો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ કેસ અંગે આગામી એક મહિનાની અંદર નિર્ણય કરવા માટે પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને આ સમય દરમિ
10:16 AM Feb 17, 2022 IST | Vipul Pandya
ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકોને 75 ટકા અનામત આપવાના કેસમાં હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હરિયાણા સરકારના આ નિર્ણય પર સ્ટે મુક્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ સ્ટેને રદ્દ કરયો છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આ કેસ અંગે આગામી એક મહિનાની અંદર નિર્ણય કરવા માટે પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને આ સમય દરમિયાન નોકરીદાતાઓ સામે કોઇ કઠોર નિર્ણય કે પગલા ના લેવાનો નિર્દેશ પણ કર્યો છે.
પંજાબ હરિયણા હાઇકોર્ટ દ્વારા સ્ટે મુકાયો હતો
ગત 3 ફેબ્રુઆરીએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં રાજ્યના રહેવાસીઓને હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવેલા 75 ટકા અનામત પર સ્ટે મુકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણય સામે ફરીદાબાદ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય ઔધ્યોગિક સંગઠનો દ્વારા હાઇકોર્ટ સમક્ષ એવી દલીલ રજૂ કરવામાં આવી હતી કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોની પસંદગી તેમની યોગ્યતા તથા કૌશલ્યના આધારે કરવામાં આવે છે. તેવામાં જો ખાનગી ક્ષેત્ર પાસેથી કર્મચારીઓને પસંદ કરવાનો આ અધિકાર પણ છીનવી લેવામાં આવશે તો ઉદ્યોગો તેમજ અન્ય વેપાર ધંધાની પ્રગતિ અટકી જશે. 
હાઇકર્ટમાં દલીલ કરતા તેમણે વધુંમાં કહ્યું હતું કે હરિયાણા સરકારના આ નિર્ણય વડે લાયક લોકો સાથે અન્યાય થશે. હરિયાણા સરકારનો આ નિર્ણંય બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. કારણ કે બંધારણ દરેક લોકોને તેમના શિક્ષણ અને લાયકાતના આધારે દેશના કોઇ પણ ભાગમાં કામ કરવા માટેની સ્વતંત્રતા આપે છે. આ સિવાય અરજદારોએ જણાવ્યું કે સરકારના આ નિર્ણય સ્થાનિકતાના આધાર પર પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી આપવાની પદ્ધતિ દાખલ કરવા માટેનો પ્રયાસ ગણી શકાય. જો આવું થશે તો હરિયાણાના પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારીને લઇને ભારે અરાજકતા સર્જાશે. આવી દલીલો બાદ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણય પર સ્ટે મુકવામાં આવ્યો હતો.
હરિયાણા સરકારે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા
હાઇકોર્ટના સ્ટે બાદ હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હરિયાણા સરકારે 4 ફેબ્રુઆરીએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અંગે તેમણે સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી હતી.  ઉપરાંત સુપ્રીમની સીજેઆઇ એનવી રમણની ખંડપીઠ સમક્ષ આ અરજીનો સંદર્ભ આપીને તાત્કાલિક સુનવણી કરવા વિનંતી કરી હતી. સાથે જ હરિયાણા સરકાર તરફથી સુપ્રીમમાં રજૂઆત કરવામાં આવી કે હાઈકોર્ટે તેમને પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના જ આ એકતરફી સ્ટે લાગુ કર્યો છે.
વિવાદની શરુઆત
ગયા વર્ષના અંતમાં હરિયાણા સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવા અંગેનો કાયદો બનાવ્યો હતો. જે 15 જાન્યુઆરી 2022થી લાગુ થવાનો હતો. કાયદામાં ખાનગી ક્ષેત્રની સ્થાનિક ઉમેદવારોને 30 હજાર રૂપિયાથી ઓછા પગારવાળી નોકરીઓમાં 75 ટકા અનામત આપવાની વાત છે. આ કાયદો લાગુ થાય તે હરિયાણાની ભાજપ સરકાર માટે ઘણુ મહત્વનું છે. 2019ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ અને દુષ્યંત ચૌટાલાની જેજેપી (જનનાયક જનતા પાર્ટી) વચ્ચે જે ગઠબંધન થયું છે. ત્યારે ભાજપ અને જેજેપી બંને દ્વારા ચૂંટણીમાં સ્થાનિક લોકોને નોકરીઓમાં અનામત આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
Tags :
GujaratFirstHaryanaharyanaHighCourtHighCourtjobsreservationsupremecourt
Next Article