Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના એક પીઆઈના માથે ત્રણ વહીવટદારોના હાથ, SMC-PCBની રેડ બાદ પણ PI છે બેફિકર

અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં સૌથી મોટું ગ્રહણ વહીવટદારો છે, જે સમગ્ર પોલીસબેડાને બદનામ કરવાનું કામ કરે છે. ગત મહિને અમદાવાદના ઐતિહાસિક બ્રિજના છેડે આવેલા એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 દિવસમાં બે મોટી રેડ પાડવામાં આવી હતી જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડીને દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો ત્યારે તે જ સ્થળ પર ત્રણ દિવસ પછી પોલીસ કમિશનરની હસ્તક આવતી ગુના નિવારણ શાખાએ પણ દરોડà
અમદાવાદના એક પીઆઈના માથે ત્રણ વહીવટદારોના હાથ  smc pcbની રેડ બાદ પણ pi છે બેફિકર
અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં સૌથી મોટું ગ્રહણ વહીવટદારો છે, જે સમગ્ર પોલીસબેડાને બદનામ કરવાનું કામ કરે છે. ગત મહિને અમદાવાદના ઐતિહાસિક બ્રિજના છેડે આવેલા એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 દિવસમાં બે મોટી રેડ પાડવામાં આવી હતી જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડીને દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો ત્યારે તે જ સ્થળ પર ત્રણ દિવસ પછી પોલીસ કમિશનરની હસ્તક આવતી ગુના નિવારણ શાખાએ પણ દરોડા પાડ્યા હતા. જોકે બન્ને જગ્યાઓ પર રેડ કરનાર પોલીસકર્મીઓને માત્ર દારૂ જ મળ્યો હતો ત્યારે આ વિસ્તારમાં વહીવટદારોનું રાજ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે...
 પીઆઈને બચાવવાનું કામ કરે છે ત્રિપુટી
તે જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા મુકેશ ચૌધરી નામના એક પોલીસકર્મી સમગ્ર પોલીસ સ્ટેશનનો વહીવટ કરે છે. જોકે આ મુકેશ ચૌધરી શહેરનાં પશ્ચિમમાં આવેલા અન્ય બે પોલીસ સ્ટેશનનો પણ વહીવટ સંભાળતા હોવાની ચર્ચા છે. છતાં પણ પોલીસ સ્ટેશનના વહીવટદારના માથા તરીકે નિવૃત પોલીસકર્મી વિક્રમસિંહને બતાવે છે, જેના પેટા વહીવટદાર તરીકે શાહીબાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર ઠાકોર અને આ જ વિસ્તારમાં નોકરી કરતા વિપુલ નામના કર્મચારીને રાખવામાં આવ્યો છે. એમ કુલ 3 વહીવટદારોની છત્રછાયા હોવાથી  બે મોટી રેડ પડવા છતાં પીઆઈના પેટનું પાણી પણ હલ્યું નથી.

ઉચ્ચ અધિકારીઓને મેનેજ કરવામાં માહેર
પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ બ્રિજના છેડે આવેલા આ પોલીસ સ્ટેશનના વહીવટદારોની ત્રિપુટી દ્વારા ઉચ્ચ અધિકારીઓને મેનેજ કરવામાં માહેર હોવાથી સ્થાનિક અધિકારીને વાંધો પડે તેમ નથી. મહત્વનું છે કે આ વિસ્તારમાં થોડા મહિનાઓ પહેલા બે પોલીસકર્મી લાંચ લેવાના કેસમાં પકડાતા પીઆઈ પોતાના બચાવમાં દોડતા નજરે પડ્યા હતા. જોકે તે મામલામાં પણ તેઓ પર આંચ ન આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તે બાદ પણ બે મોટી રેઇડ પછી પણ સ્થાનિક અધિકારી સામે કોઈ પગલાં ન લેવાતા ખરેખર તેમના દ્વારા રાખવામાં આવેલી ત્રિપુટી ખૂબ જ મજબૂત રીતે કામ કરતી હોવાની ચર્ચા ચાલી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.