Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarati Top News : આજે 29 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat : ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ, હનુમાન જયંતીની તૈયારી; અમદાવાદમાં મ્યાનમારના વિદ્યાર્થીઓ સાથે વાતચીત, GLS-સેનેકા MOU, IPL ડાયમંડ, વાસણા રેનબસેરા કૌભાંડ, બાપુનગરમાં ખંડણીખોરી, AMC ગ્રીન કવર ગણતરી
gujarati top news   આજે 29 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

આજે 29 માર્ચ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :

Gujarat : ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલુ, હનુમાન જયંતીની તૈયારી; અમદાવાદમાં મ્યાનમારના વિદ્યાર્થીઓ સાથે વાતચીત, GLS-સેનેકા MOU, IPL ડાયમંડ, વાસણા રેનબસેરા કૌભાંડ, બાપુનગરમાં ખંડણીખોરી, AMC ગ્રીન કવર ગણતરી; રાજકોટમાં પાલિકા બેઠક, જીગ્નેશ દાદાની કથા; વડોદરામાં MSU સેન્ટર બંધ; ભાવનગરમાં લિંડીઓ નદી પ્રદૂષિત; કચ્છમાં ભુજને મહાનગરપાલિકાની માંગ, 1200 શિક્ષક જગ્યાઓ ખાલી; જામનગરમાં પાણીની સમસ્યા; નર્મદા પરિક્રમા 29થી શરૂ; નવસારીમાં વારી એનર્જી ઉદ્ઘાટન; ગીર સોમનાથમાં 300 કલાકારોની આરતી; વલસાડમાં કંજર ગેંગનો આરોપી ઝડપાયો; તાપીમાં JK પેપર હડતાળ મીટિંગ, વન પ્રહરી લોન્ચ; બનાસકાંઠામાં ડબલ ઋતુથી બીમારી; સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી ગંદી; પાટણમાં HNGU BOM બેઠક; ડભોઈમાં કુબેર ભંડારીમાં ભક્તોની ભીડ.

Advertisement

ગાંધીનગર - નીકુંજ જાની

Advertisement

1. આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. આજે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે. વિધાનસભાનું સત્ર પૂર્ણ થતા આરોગ્ય કર્મચારીઓની હડતાલ અને તેમની માંગણીઓ સંદર્ભે આજે સુખદં અંત આવી શકે છે.

2. આગામી દિવસોમાં હનુમાન જયંતીનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈને ગાંધીનગરના સુપ્રસિદ્ધ ડભોડા હનુમાન મંદિરની કેવી છે તૈયારી

અમદાવાદ - અર્પિત દરજી

1. મ્યાનમાર, થાઈલેન્ડ જેવા દેશમાં ભૂકંપની પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં મ્યાનમારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમની સાથે 9 કલાકે વાતચીત થઈ શકે છે.

2. ગુજરાત લો સોસાયટી એટલે કે GLS યુનિવર્સિટી અને કેનેડાની સેનેકા પોલીસ ટેકનિક યુનિવર્સિટી સાથે MOU થશે. જેમાં કેનેડા હાઈકમિશન ના પ્રતિનિધિ હાજર રહેવાના છે. આ MOU સંદર્ભે 3 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન એક GLS યુનિવર્સિટીમાં અને બાકીના 2 વર્ષનો અભ્યાસ કેનેડાની સેનેકા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળશે.

અમદાવાદ - સંજય જોષી

અમદાવાદમા IPL નો ક્રેઝ, ક્રિકેટ પ્રેરિત યુનિક લેબગ્રોન ડાયમંડ બનાવાયો, વિજેતા ટીમને ડાયમંડ આપવામાં આવશે. IPL શરૂ થતાં જ ક્રિકેટ ઈન્સ્પાયર્ડ લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરાયો. જેનાથી IPLનો લોગો બનાવાયો છે જેમાં, બેટ્સમેનની સ્પેશિયલ મૂમેન્ટ જોવા મળી છે. અમદાવાદના જાણીતા જ્વેલર્સે તૈયાર કરાયેલો આ ડાયમંડ 4.76 કેરેટનો છે, જેની હાઈટ 2.75 સે.મી છે. જેને બનાવવામાં 350 કલાક સમય લાગ્યો હતો. Ipl ફાઇનલ જીતનાર ટીમને આ ડાયમંડ આપવામાં આવશે..

અમદાવાદ - રીમા દોશી

અમદાવાદ રેનબસેરા બાંધવામાં કૌભાંડની આશંકા
વાસણા રેનબસેરાના હલકી ગુણવત્તાયુક્ત બાંધકામની આશંકા બાંધકામ હલકી ગુણવતાનું

અમદાવાદ - રાહુલ ત્રિવેદી

1. બાપુનગર વેપારી એસોસિએશન દ્વારા ખંડણીખોર દ્વારા બાપુનગર વિસ્તારના વેપારી પરેશાન કરવામાં આવી રહ્યા છે સાથે ખંડણીખોર અસમાજિક તત્વો સામે કાયૅવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે તેની વિગતો સાથે સ્ટોરી..
2. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર કેટલુ છે..સાથે શહેર વૃક્ષોની સંખ્યા કેટલી છે...કયા વૃક્ષ કેટલા વર્ષ જુના છે તેની ગણતરી માટે મુંબઈ એક કંપની કામગીરી સોંપવામાં આવી છે..તેની વિગતો સાથે સ્ટોરી

રાજકોટ - રહિમ લાખાણી

રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે..બેઠકમાં 39 જેટલી દરખાસ્ત આવી છે દરખાસ્ત અંગે સ્ટેન્ડિંગ બેઠક માં નિણર્ય લેવામાં આવશે...
1 કલાક સુધીમાં...

રાજકોટ શહેર ના લોહાણા સમાજ દ્વારા જીગ્નેશ દાદા ની કથા બેસાડવાના છે પત્રકાર પરિષદ રાખી છે કાંઇ ખાસ હશે તો મોકલવામાં આવશે..

વડોદરા - અલ્પેશ સુથાર

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 10 લાખના ખર્ચે બનાવેલા સેન્ટર ફોર ઇન્ડિયા નોલેજ સિસ્ટમને 6 મહિનાથી તાળાં મારી દેવાયા છે. પૂર્વ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવે સરકારમાં સારું દેખાડવા સેન્ટર ફોર ઇન્ડિયા નોલેજ સિસ્ટમ સેન્ટર શરૂ કર્યું હતું. નવી શિક્ષણ નીતિનો અમલ થયા બાદ બિલ્ડિંગને રિનોવેટ કરી સેન્ટર શરૂ કર્યું. પણ હાલમાં સેન્ટરને તાળાં લાગી જવાથી ઓનલાઇન 6 કોર્સ શરૂ કર્યા હતા તે હાલમાં કાગળ પર ચાલી રહ્યા છે. આ સેન્ટરમાં ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને લગતા કોર્સ શરૂ કરવાનું આયોજન કરાયું હતું પણ સેન્ટર બંધ હોવાથી કોર્સનું બાળમરણ થયું છે, ત્યારે આના પર સ્ટોરી કરી શકાશે.

ભાવનગર - કૃણાલ બારડ

ભાવનગર જિલ્લા ના તીર્થ નગરી પાલિતાણા શહેર ની મધ્યમાં થી પસાર થતી લિંડીઓ નદી પણ હવે દૂષિત થઈ ચૂકી છે નદી માં સાફ સફાઈ ના અભાવે લિંડીઓ નદી પ્રદુષિત થઈ ચુકી છે નદીમાં જાડી જાખરા તેમજ નદી ની જળ ક્ષમતા ઘટવા લાગી છે તેમજ નદી ની આસપાસ રહેતા લોકો ના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે નદી માં જંગલી લિલી વનસ્પતિ એ ઘર લીધું છે ત્યારે આ નદી ની સફાઈ અત્યંત જરૂરી બની છે

કચ્છ - કૌશિક છાયા

-ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળવા devlopment કાઉન્સિલની માંગ છે, આ અંગે સ્થાનિક આગેવાનો સહીતની બાઈટ સાથે સ્ટોરી મુકીશું
- કચ્છની શાળાઓમાં 1200 જેટલા શિક્ષકોની માધ્યમિક વિભાગમાં જગ્યાઓ ખાલી, આ અંગે જવાબદાર શિક્ષકના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોના ઈન્ટરવ્યૂ સાથે સ્ટોરી બનાવીશું

જામનગર - નાથુભાઈ

વિગત: જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નગરસીમ વિસ્તારોમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. નવા ભળેલા વિસ્તારોમાં દર વર્ષે ટેન્કર રાજ જેવી સ્થિતિ, મહાનગરપાલિકા હવે નગરસિમ વિસ્તારમાં મૂળભૂત સવલત ઉભી કરે તો જ સમસ્યા દૂર થાય, કેટલો વિસ્તાર, કેટલી વસ્તી પ્રભાવિત ?

નર્મદા - આશિષ પટેલ

માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ તરીકે ઓરખવામાં આવી રહી છે જે આવતી કાલ 29 માર્ચ થી શરૂવાત થવા જઈ રહી છે ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની પરિક્રમા માં લાખો ની સંખ્યા માં આવતી કાલ થી ભક્તો ઉમટશે શુ છે માં નર્મદા નો મહિમા કેમ ચૈત્ર માસમાજ આ પરિક્રમા આવે છે નર્મદા પરિક્રમા ના હિમા સાથે સ્પેશિયલ સ્ટોરી

નવસારી - સ્નેહલ પટેલ

ચીખલી નજીક આવેલ સોલાર બનાવતી કંપની વારી એનર્જી માં આવતીકાલે સેલ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત ના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહેશે સાથે જ રાજ્ય સરકાર ના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

ગીર સોમનાથ - ચેતન અપરનાથી

ગીર સોમનાથમાં પધારતા પ્રભાત ઉત્સવમાં 300 જેટલા ગુજરાતી કલાકારો
ત્રિવેણી નદી ઉપર થતી સંધ્યા ત્રિવેણી સંગમ આરતી માં તમામ કલાકારો દ્વારા સંગમ આરતી માં જોડાશે
તમામ કલાકારોને હાથે આરતી કરાશે

વલસાડ - પ્રિયાંક પટેલ

4 વર્ષ બાદ કંજર ગેંગનો આરોપી ઝડપાયો
ડુંગરીમાં 1.27 કરોડની સિગારેટ લૂંટ કેસમાં ફરાર આરોપી દેવાસથી પકડાયોવલસાડ એલસીબી પોલીસે 4 વર્ષથી ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાને મધ્યપ્રદેશના દેવાસથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 2021માં ડુંગરી વિસ્તારમાં થયેલી 1.27 કરોડની સિગારેટ લૂંટમાં સામેલ હતો. ઘટના મુજબ, મુંબઈની ઈસ્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની મારફતે એક સિગારેટ કંપનીએ ટેમ્પો નંબર MH-03-CV-3055માં 351 બોક્સ સિગારેટનો જથ્થો અમદાવાદ મોકલ્યો હતો. 7 સપ્ટેમ્બર 2021ની રાત્રે સોનવાડા હાઈવે પર ટેમ્પોમાંથી 273 બોક્સ સિગારેટની ચોરી થઈ હતી.... .એ વિષય પર ક્રાઈમ સ્ટોરી...

તાપી - અક્ષય ભદાણે
1. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવર હળપતિ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ જે.કે. પેપર મિલના 800 જેટલા કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી પોતાની માગ ને લઈ ને હડતાળ પર ઊતર્યા છે અને હજુ સુધી કોઈ ઉકેલ નહીં આવતા કાલે રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ જે.કે. પેપર મિલના અધિકારી અને કર્મચારી યુનિયન લીડરો સાથે સમાધાન માટે મીટીંગ કરશે..

2. વન પર્યાવરણ રાજ્ય મંત્રી આવતી કાલે સોનગઢ ખાતે વન વિભાગના વન પ્રહરી પ્રોજેક્ટના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે...

બનાસકાંઠા - કમલેશ નાભાણી

અત્યારે હાલ ઉનાળાની શરૂઆત થઈ છે જેના કારણે દિવસે ગરમી પડી રહી છે તો રાત્રિના સમયે ઠંડી પડી રહી છે તો આ ડબલ ઋતુના કારણે હાલ લોકો બીમાર પડી રહ્યા છે અને સિવિલ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે તો આ ડબલ ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને આ બીમાર ન પડવા માટે શું કરવું જોઈએ અને હાલ સિવિલમાં કેટલા દર્દી આવી રહ્યા છે જેને લઇને સ્ટોરી બની શકે તેમ છે...

સુરેન્દ્રનગર - વિરેન ડાંગરેચા

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં સફાઇ અભિયાન બાદ પણ સ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદીમાં સફાઇ અભિયાન અંતર્ગત ૧ હજાર ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ભોગાવો નદીમાં હજુ પણ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા દેખાવ પુરતી કામગીરીના બદલે યોગ્ય અને નિયમિત સફાઇ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ભોગાવો નદીના વિઝ્યુઅલ, અધિકારી અને સ્થાનિકોની બાઇટ સાથે સ્ટોરી

પાટણ - અખ્તર મન્સુરી

આવતી કાલે પાટણ HNGU માં પહેલીવાર BOM બોર્ડ ઓફ મેનેજમેન્ટની યોજાશે બેઠક યુનિવર્ષટી ના મહત્વના મુદ્દાઓની થશે ચર્ચા ઘણા કેટલાય સમયથી સંકટના ઘેરામાં રહીછે પાટણ યુનિવર્ષીટી. તેના ચર્ચિત મુદ્દાઓની થશે ચર્ચા તે બાબતે કયા મુદ્દાઓની ચર્ચા અને કયા વિષયોને આપ્યું પ્રાધાન્ય તેને લઇ કુલપતિ તેમજ BOM ના સભ્યોનું લેવા માં આવશે બાઈટ

ડભોઈ - પીન્ટુ પટેલ

આવતીકાલે શનિવારે અમાસને લઈને કરનાડી સ્થિત આવેલ ગુજરાતનો સુપ્રસિદ્ધ મંદિર કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે આવતીકાલે છેલ્લો દિવસ તને ત્યારબાદ ચૈત્રી નવરાત્રી ની શરૂઆત થવાની છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો કુબેર ભંડારીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરશે એટલું જ નહીં આજે રાત્રે 12 વાગ્યાથી જ ભક્તો કુબેર ભંડારીના દર્શન કરવા લાઇનમાં ઊભા રહેશે.

Tags :
Advertisement

.

×