Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતી મ્યુઝિકલ ફિલ્મ 'પ્રેમ પ્રકરણ' આજે રી-રિલીઝ

ગૌરવ પાસવાલા, મૌલિક ચૌહાણ, એશા કંસારા, દીક્ષા જોશી અભિનિત ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણ આજે રી -રિલિઝ થઇ છે. જેમાં ગૌરવ પાસવાલા, દીક્ષા જોશી, અને એશા કંસારા લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ અગાઉ આ ફિલ્મ 2જી માર્ચે રિલિઝ થઇ હતી જો કે પ્રેમ પ્રકરણ ફિલ્મના નિર્માતા ચંદ્રેશ ભટ્ટે 'નેશન ફર્સ્ટ' કહીને સિનેમાઘરોમાંથી તેમની ફિલ્મ પાછી ખેંચી લીધી હતી. ફિલ્મને થિયેટરમાંથી પાછી ખેંચી લેવાનો નિરà«
ગુજરાતી મ્યુઝિકલ ફિલ્મ  પ્રેમ પ્રકરણ  આજે રી રિલીઝ
ગૌરવ પાસવાલા, મૌલિક ચૌહાણ, એશા કંસારા, દીક્ષા જોશી અભિનિત ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણ આજે રી -રિલિઝ થઇ છે. જેમાં ગૌરવ પાસવાલા, દીક્ષા જોશી, અને એશા કંસારા લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. આ અગાઉ આ ફિલ્મ 2જી માર્ચે રિલિઝ થઇ હતી જો કે પ્રેમ પ્રકરણ ફિલ્મના નિર્માતા ચંદ્રેશ ભટ્ટે 'નેશન ફર્સ્ટ' કહીને સિનેમાઘરોમાંથી તેમની ફિલ્મ પાછી ખેંચી લીધી હતી. 

ફિલ્મને થિયેટરમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય
આ ગુજરાતી ફિલ્મ હવે આજે રી-રિલીઝ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ''આ એક ફિલ્મ નિર્માતા તરીકે અને એક ભારતીય તરીકે, મને લાગ્યું કે કાશ્મીર ફાઇલ્સ માત્ર એક ફિલ્મ કરતાં મોટી છે. અમારી ફિલ્મને થિયેટરમાંથી પાછી ખેંચી લેવાનો આ નિર્ણયએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વધુ શો મેળવવા માટે અમારું યોગદાન છે. સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે, મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી હતી, પરંતુ અમે થોડા સમય પછી સિનેમાઘરોમાં પાછા આવાનું નક્કી કર્યુ હતું.''
Advertisement

દરેક વ્યક્તિની લાઇફમાં એક ફ્રેન્ડ જરુરી હોય છે
આ ફિલ્મમાં આદિત્યના મિત્રનું પાત્ર નિભાવનાર રાહુલ ( મૌલિક ચૌહાણે ) ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ ફિલ્મએ માત્ર બે વિજાતીય પાત્રો વચ્ચેના પ્રેમ પ્રકરણની વાત નથી, પરંતુ જીવનમાં આવતા દરેક સંબંધોના ઇમોશન રજૂ કરતી એક સારી સિનેમોટોગ્રાફી સાથેની સુંદર રજૂઆત છે. જેમ દરેક વ્યક્તિની લાઇફમાં એક ફ્રેન્ડ જરુરી હોય છે તેમ આદિત્યની લાઇફમાં રાહુલ તેના જીવનના દરેક તબક્કામાં તેના મિત્ર સાથે છે. આફિલ્મમાં તમને લાગણીના દરેક શેડ્સ જોવા મળશે. આ દરેક સંબંધોના આયામની વાર્તા છે. 


એક સિંગરની મ્યુઝિકલ લવ સ્ટોરી 
વાર્તા: પ્રેમ પ્રકરણ એક ગાયક આદિત્યની આસપાસ ફરે છે, સિંગર આદિત્યનો તેનો સ્કૂલ સમયના  પ્રેમ આરતી (દીક્ષા જોષી) છે. જે પ્રેમ તેના જીવનમાંથી એક વખત ખોવાઈ ગયો હતો તે વર્ષો પછી રિયા (એશા કંસારા) દ્વારા તેની પાસે એક અલગ સ્વરૂપમાં પાછો આવે છે. હવે જોવાનું આ રહેશે કે શું આદિત્યની લાઇફમાં આરતીમાં પાછી આવશે કે પછી તે રિયા પ્રત્યેના પ્રેમને સ્વીકારશે અને નવેસરથી જીવનની શરૂઆત કરશે? તે માટે તમારે ફિલ્મ જોવી પડશે. 


તમારા સ્કૂલ સમયના ખોવાયેલા પ્રેમની યાદો પાછી લાવશે
ફિલ્મ રિવ્યુ: પ્રેમ પ્રકરણ કદાચ ગુજરાતી ફિલ્સ ઇન્ડસ્ટ્રીમાં બનેલી પ્રથમ મ્યુઝિકલ ફિલ્મ છે. બોલીવુડના દિગ્ગજ સિંગર અમિત ત્રિવેદીએ આ ફિલ્મમાં 9 ગીતો આપ્યા છે. ગીતોની ટ્યૂન ગણગણવાનું મન થાય એવી છે. આદિત્યના રોલમાં ગૌરવ પાસવાલા રિતીક રોશનની યાદ અપાવી દે તેવો તેમનો લુક છે. સ્ટોરીલાઇન પણ સારી છે. ફિલ્મ બે કલાકથી વધુ લાંબી હોવા છતાં, તમે જોતાં થાકશો નહીં એ ચોક્કસ. જેમ જેમ વાર્તા ખુલે છે તેમ, આદિત્યની લવસ્ટોરી વધારે આગળ વધે છે. ભલે આજના સમયમાં સ્કૂલ લાઇફ લવ સ્ટોરી થોડી જૂની લાગે પણ આ શાળા સમયના પ્રેમની વાર્તા કહેતી ફિલ્મ ચોક્કસ તમને તાજગી આપે છે અને તમારા સ્કૂલ સમયના ખોવાયેલા પ્રેમની યાદો પાછી લાવશે. 

ફિલ્મમાં મ્યુઝિક તેનો પ્રાણ છે
ફિલ્મનું શૂટીંગ જૂનાગઢ, ઉપલેટા અને અમદાવાદમાં થયું છે. સાવ ભુલાઈ ગયેલી સાયકલ ઉપર પ્રેમની જર્ની એક જુદી જ છાંટ છોડે છે. ઈન્ટરવલ પહેલા થોડી સ્લો લાગતી ફિલ્મ બાદમાં રસપ્રદ વળાંક ઉપર પહોંચે છે. ટિપીકલ કલાઈમેક્સના બદલે અહીં કંઈક જુદું તમને દેખાશે. ઓવરઓલ ફિલ્મ એક મ્યુઝિકલ જર્ની છે. જેમાં સિનેમોટોગ્રાફી પ્રતીક પરમાર અને સૂરજ ગોરાડેની છે. ફિલ્મમાં મ્યુઝિક તેનો પ્રાણ છે. ફિલ્મમાં કુલ 9 ગીતો છે. જેમાં ત્રણ ગીતો અમિત ત્રિવેદી ગાયાં છે. જેમાંનું લાગણી ગીત દર્શકોમાં સારું ટ્રેન્ડ થયું છે. સાથે ગુજરાતના પ્રખ્યાત સિંગર જીગરદાન ગઢવી, અમિત ભાવસાર, ઇશાની દવેએ પણ પોતાનો સ્વર આપ્યો છે. આ ફિલ્મનું ગીત લાગણી - જે ઇશાની ગઢવી અને અમિત ત્રિવેદીએ ગાયું છે. જીદ જીગરદાન ગઢવીએ તૂ જૂહી રે, કોરીને કાચી ગાયું છે. નવી જીંદગી ગીત સિદ્ધાર્થ અમિત ત્રિવેદીએ ગાયું છે.  

આ વાર્તા દર્શકોને પોતીકી લાગશે 
મુખ્ય સ્ટાર કાસ્ટ-ગૌરવ પાસવાલા, દીક્ષા જોષી અને એશા કંસારા-એ પ્રેક્ષકો માટે એક સુંદર વિઝ્યુઅલ વાર્તા વણાવી છે. તમામ કલાકારોએ પોતાની આગવી શૈલીથી ફિલ્મને ન્યાય આપ્યો છે.આદિત્ય તરીકે ગૌરવ પાસવાલાએ સારી મહેનત કરી છે. તમને સ્ક્રીન પર બે ગૌરવને જોવા ગમશે - જેમાં એક શાળાએ જતો છોકરો અને પછી રોકસ્ટાર. બંન્ને ટાઇમઝોન તેણે બખૂબી નિભાવ્યા છે. આરતી તરીકે દીક્ષા જોષી, એક નાના શહેરની છોકરી છે, જે છેલ્લી ફ્રેમ સુધી ખૂબ જ કન્વિન્સિંગ છે. તેણે લોકલ કાઠિયાવાડી બોલી માટે પણ સારું કામ કર્યું છે. આખી ફિલ્મમાં એક વાર પણ તમને તેના નાનકડા શહેરની કાઠિયાવાડી છોકરી હોવા પર તમને શંકા નહીં જાય. રિયા તરીકે એશા કંસારા તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળશે, સારી બાબત એ છે કે એક અમીર છોકરી હોવા છતાં, તે આદિત્ય સાથેના તેના સંબંધમાં આ બાબતને ક્યારેય સામે લાવતી નથી. 
 
Tags :
Advertisement

.