Ahmedabad : લોહીનો નહીં 'માનવતા' નો સંબંધ, ભિક્ષાવૃત્તિ કરતા 8 વર્ષીય વિશાલે 'ઇયાના' ને આ રીતે બચાવી, જાણી કરશો સલામ!
- Gujarat First News નું માસૂમ ઇયાના માટે અભિયાન રંગ લાવ્યું (Ahmedabad)
- પરિવારથી વિખૂટી પડેલી 5 વર્ષીય ઇયાનાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
- ભિક્ષાવૃત્તિ કરતા 7-8 વર્ષીય વિશાલે બાળકીને રિક્ષાચાલકથી બચાવી હતી
- જાગૃત સ્ટુડન્ટ, સંવાદદાતા ઉમંગ રાવલ બાળકી અને વિશાલને ગુજરાત ફર્સ્ટની ઓફિસે લાવ્યા
- ગુજરાત ફર્સ્ટે ઇયાનાનું પરિવાર સાથે મિલન કરાવવા મુહિમ ચલાવી
- ગુજરાત ફર્સ્ટનાં જાગૃત દર્શક ઇયાનાનાં પિતાને લઈ સ્ટુડિયો પહોંચ્યા
- ગુજરાત ફર્સ્ટનાં સ્ટુડિયોમાં માસૂમ ઇયાનાનું પિતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા
Ahmedabad : ગુજરાત ફર્સ્ટનું (Gujarat First News) વધુ એક અભિયાન રંગ લાવ્યું છે. વિખૂટી પડેલી 5 વર્ષીય માસૂમ બાળકી ઇયાનાનું (Iyana) પરિવાર સાથે પુન: મિલન કરાવી ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર જવાબદાર મીડિયા તરીકે ફરજ બજાવી છે. જો કે, આ અભિયાનનો 'હીરો' 7-8 વર્ષનો વિશાલ છે, જે ધો. 4 માં ભણે છે અને ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ, તેની બહાદુરી, નિડરતા અંગે જાણી તમે પણ તેને સલામ કરશો. વિશાલ પાસે આપણી જેમ રૂપિયા-સગવડો નથી પરંતુ, તેની પાસે નાની ઉંમરમાં આગવી સૂઝબૂઝ છે, જેનાં કારણે તેણે એક માસૂમની સગા ભાઈની જેમ રક્ષા કરી, જેણે તે જાણતો પણ નથી. વિશાલના આ કાર્યથી સમાજને 'માનવ સેવા પરમો ધર્મ' ની મોટી શીખ મળી છે.
આ પણ વાંચો - junagadh: ચણા અને રાયડાનાં વેચાણને લઈ કલેક્ટરની પ્રતિક્રિયા, ખેડૂતોને વાંધો હોય તો કરી શકશે રજૂઆત
રિક્ષાચાલકથી માસૂમ બાળકીને બહાદુર વિશાલે બચાવી
ઘટનાની વાત કરીએ તો, આજે બપોરે એક 5 વર્ષીય બાળકી પરિવારથી વિખૂટી થઈ અમદાવાદનાં (Ahmedabad) એસ.જી. હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલ પંપ (Kargil Petrol Pump) પાસે પહોંચી હતી. દરમિયાન, બાળકીને એકલી જોઈ એક રિક્ષાચાલક તેની પાસે આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે, ભિક્ષાવૃત્તિ કરતો 7-8 વર્ષનો વિશાલ ત્યાં પહોંચ્યો હતો અને બાળકીને સંકટમાં જોઈ પોતાની સૂઝબૂઝ વાપરી રિક્ષાચાલકને કહ્યું કે, 'કાકા આને ક્યાં લઈ જાઓ છો આ મારી બહેન છે..' ત્યાર બાદ બહાદુર વિશાલ બાળકીને પોતાની સાથે લઈ ત્યાંથી સામેની સાઇડ આવેલ ગુજરાત ફર્સ્ટની ઓફિસ પાસેનાં ટી સ્ટોલ પહોંચ્યો હતો. જ્યાં, કેટલાક જાગૃત વિદ્યાર્થી અને ગુજરાત ફર્સ્ટનાં સંવાદદાતા ઉમંગ રાવલ (Umang Rawal) હાજર હતા. તેમણે, વિશાલની તમામ વાત સાંભળી અને ઘટનાની ગંભીરતા સમજીને ગુમ થયેલ બાળકી ઇયાના અને વિશાલને લઈ ગુજરાત ફર્સ્ટનાં સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ઇયાનાને પરિવાર સાથે મિલન કરાવવા મુહિમ ચલાવવામાં આવી હતી.
Gujarat First એ ફરી નિભાવી સામાજિક જવાબદારી, માસુમ Iyana નું કરાવ્યું પરિવાર સાથે મિલન. 25 મિનિટના LIVE માં જ Police પણ આવી Studio માં અને પિતા પણ પહોંચ્યા સ્ટુડિયોમાં. કેમ કે અમે છીએ તમારી સાથે, તમારી માટે! @GujaratPolice @AhmedabadPolice @CMOGuj @sanghaviharsh @vishvek11… pic.twitter.com/36RNcvWngr
— Gujarat First (@GujaratFirst) April 3, 2025
વિશાલ પાસે રૂપિયા-સુખ-સુવિધા નથી, પણ 'માનવ સેવાનો ભાવ' છે
ગુજરાત ફર્સ્ટે બપોરનાં તમામ સમાચારોને અટકાવી, સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કરી ઇયાનાનું પરિવાર સાથે મિલન કરાવવાની મુહિમ પૂરજોશ ચલાવી હતી. દરમિયાન, આ ઘટનાનાં મુખ્ય હીરો' વિશાલ સાથે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે ધો. 3-4 જ ભણેલો છે અને ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે. જો કે, આ ઘટના બાદ વિશાલની બહાદુરી, નિડરતા અને નાની ઉંમરમાં તેની આગવી સૂઝબૂઝને ગુજરાત ફર્સ્ટ બિરદાવે છે. વિશાલ પાસે રૂપિયા-સુખ-સુવિધા નથી પરંતુ, તેની પાસે માનવ સેવાનો જે ભાવ છે તે આપણે સૌ માટે એક મોટી શીખ છે.
આ પણ વાંચો - Banaskantha : ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો નવો ખુલાસો, આરોપીની 2017 માં રાજકીય પક્ષે કરી હતી હકાલપટ્ટી
ગુજરાત ફર્સ્ટે ચલાવી મુહિમ, દર્શકોને કરી અપીલ
જણાવી દઈએ કે, ખોવાયેલ બાળકી ઇયાનાને (Iyana) તેનાં પરિવારથી મળાવવા માટે ગુજરાત ફર્સ્ટ દ્વારા એક કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાયો હતો અને દર્શકોને સહયોગ કરવા અપીલ કરાઈ હતી. સાથે જ પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. દરમિયાન, પોલીસની ટીમ ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ઓફિસ પહોંચી હતી. પોલીસ અધિકારી સાથે વાત કરી અને બાળકીની સુરક્ષાની ખાતરી કર્યા બાદ ગુજરાત ફર્સ્ટે ઇયાનાને પોલીસને સોંપી હતી.
ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી, બાળકીનું પરિવાર સાથે થયું મિલન
જો કે, આ દરમિયાન ગુજરાત ફર્સ્ટની મુહિમ રંગ લાવી હતી. હેર સલૂન ચલાવતા અને ગુજરાત ફર્સ્ટનાં એક જાગૃત દર્શક દ્વારા કે જેઓ માસૂમ ઇયાનાને ઓળખતા હતા, તેમણે બાળકીનાં પિતા ઈગને શયશ ગામિત (સે-3 ચાણક્યપુરી) ને સંપૂર્ણ માહિતી આપી હતી અને ગુજરાત ફર્સ્ટની ઓફિસે લાવ્યા હતા. પોતાની ગુમ થયેલી બાળકીને જોતા જ પિતા ખૂબ જ ભાવુક થયા હતા. દીકરીને ગળે લગાવી તેમણે વ્હાલ કર્યો હતો. દીકરીને સુરક્ષિત જોઈ તેમની આંખો ભીંજાઈ હતી. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ઓફિસમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે પોલીસ અધિકારી, જાગૃત નાગરિકો અને અન્ય લોકો પણ ગુજરાત ફર્સ્ટનાં સ્ટુડિયોમાં હાજર હતા. તમામની આંખોમાં ખુશી જોવા મળી હતી. ઈગને શયશ ગામિતે ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી હતી અને આભાર માન્યો હતો. જ્યારે, સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા ગુજરાત ફર્સ્ટની આ મુહિમ અને કામગીરીને બિરદાવીમાં આવી રહી છે.
આ પણ વાંચો - Anant Ambani Dwarka Padyatra : સાત દિવસમાં 70 થી વધુ કિમી ચાલ્યા, ઠેર ઠેર ભવ્ય સ્વાગત!