Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત કોંગ્રેસને લાગશે મોટો ઝટકો? જયરાજસિંહ પરમાર જોડાઈ શકે છે ભાજપમાં

ગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ સર્જાયા છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમારની અવારનવાર નારાજગી સામે આવતી હોય છે. જયરાજ સિંહ પરમારે ટ્વીટ કરતા ગુજરાતના રાજકારણમાં ઉઠલપાઠલ મચી છે. જયરાજ સિંહ નારાજગીએ એક પછી એક બે ટ્વીટ કર્યા, જેમાં તેમણે સંકેત આપ્યા કે તેઓ પક્ષથી નારાજ છે, અને નવાજૂની કરી શકે છે.  જયà
ગુજરાત કોંગ્રેસને લાગશે મોટો ઝટકો  જયરાજસિંહ પરમાર જોડાઈ શકે છે ભાજપમાં
ગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ સર્જાયા છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમારની અવારનવાર નારાજગી સામે આવતી હોય છે. જયરાજ સિંહ પરમારે ટ્વીટ કરતા ગુજરાતના રાજકારણમાં ઉઠલપાઠલ મચી છે. જયરાજ સિંહ નારાજગીએ એક પછી એક બે ટ્વીટ કર્યા, જેમાં તેમણે સંકેત આપ્યા કે તેઓ પક્ષથી નારાજ છે, અને નવાજૂની કરી શકે છે. 
Advertisement

જયરાજ સિંહ પરમારે ટ્વીટ કર્યું કે- 'કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે,કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ?

જયરાજ સિંહે ત્યારબાદ હિન્દીમાં ટ્વીટ કર્યું કે- 'આજે મહેસાણાના બહુચરાજીમાં મા બહુચરના દર્શનથી નવી શરૂઆત કરીશ, જયરાજે સિંહે શાયરી લખી કે, 'કિસકો ફિક્ર હે કબીલે કા ક્યા હોંગા, સબ ઈસી બાત પર લડતે હૈ કિ સરદાર કોન હોંગા', આ ટ્વીટમાં જયરાજ સિંહ ક્યાંકને ક્યાંક એવો ઉલ્લેખ કરી રહ્યા છે કે 'કોંગ્રેસમાં પાયાના કાર્યકર્તાઓને મહત્વ નથી અપાતું'.
જયરાજસિંહ પરમારે તાજેતરમાં જ બોપલમાં એક સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જયરાજ સિંહની ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતની તસ્વીરો સામે આવી હતી. હાલમાં જયરાજસિંહ પરમારના ટ્વીટના કારણે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
કોંગ્રેસથી હવે કંટાળ્યા: જયરાજસિંહ પરમાર
ગુજરાત ફર્સ્ટની ટીમ સાથેની વાતચીતમાં જયરાજસિંહે કોંગ્રેસથી કંટાળ્યા હોવાનું જણાવ્યું, જયરાજસિંહની સાથે તેમના
પુત્ર કુવરહર્યાદિત્ય પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. જયરાજસિંહના પુત્ર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ
મેમ્બર છે, અને તેઓ NSUIમાંથી રાજીનામું આપી શકે છે. પિતા-પુત્ર બંને કોંગ્રેસ સાથે છેડો ફાડવાના મૂડમાં છે.
Advertisement
Tags :
Advertisement

.