Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા

સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતમાં 320 કેસ નોંધાયા
gujarat  સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા
Advertisement
  • ગત વર્ષ કરતા 345 જેટલા ઈમરજન્સી કેસ વધારે નોંધાયા
  • રાજકોટમાં 235 કેસ, વડોદરામાં 234 કેસ
  • સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતમાં 320 કેસ નોંધાયા

Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા છે. જેમાં ગત વર્ષ કરતા 345 જેટલા ઈમરજન્સી કેસ વધારે નોંધાયા હતા. સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતમાં 320 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 235 કેસ, વડોદરામાં 234 કેસ નોંધાયા છે. પંચમહાલમાં 134 અને દાહોદમાં 130 કેસ નોંધાયા તથા ગાંધીનગરમાં 118 કેસ, વલસાડમાં 113 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ટુ વ્હીલર અકસ્માતના 87 કેસ નોંધાયા

જામનગરમાં 104 સૌથી ઓછા બોટાદમાં 18 કેસ તેમજ અમદાવાદમાં ટુ વ્હીલર અકસ્માતના 87 કેસ નોંધાયા છે. કાર અકસ્માતના અમદાવાદમાં 34 કેસ નોંધાયા તથા રાજ્યમાં ઉંચાઈ પરથી પડવાના 284 કેસ નોંધાયા છે. ઉત્તરાયણ પર્વમાં પડવા, વાગવા, ઈજાગ્રસ્ત થવા જેવા ઈમરજન્સી કેસમાં દર વર્ષે વધારો નોંધાતો હોય છે. પાછલા વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે 30 ટકા ઈમરજન્સી કેસમાં વધારો થવાની સંભાવનાને ધ્યાને રાખીને 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરુ આયોજન કર્યું છે. જ્યારે 15મી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે ઈમરજન્સી કેસમાં 20 ટકા વધારો થવાની સંભાવના 108 ઈમરજન્સી સેવા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે, સામાન્ય રીતે, પતંગની દોરીથી ઈજા થવાના કેસ ખૂબ વધી જતા હોય છે. દોરીથી ગળા કપાવવા કે અન્ય પ્રકારે ઈજા થવાના કેસ, અકસ્માત થવાની શકયતાઓને ધ્યાને લઈને EMRI એ તૈયારી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં દૈનિક 3 હજાર લોકો 108 ની ઇમરજન્સી સેવાની મદદ મેળવે છે. સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાથી કોલ્સ વધુ આવતા હોવાનું EMRI એ જણાવ્યું હતુ. આ વર્ષે 33 જિલ્લામાંથી 8 થી 9 જિલ્લાઓમાં ઈમરજન્સીના 20 ટકાથી વધુ કોલ્સ આવવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. ધાબા ઉપરથી પડી જવાના, મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઇ ઈમરજન્સી મદદ માંગવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: YMCA કલબથી SP રિંગ રોડ તરફ પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : Dr. K.C. Barot લિખિત 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન થયું

featured-img
Top News

એલોન મસ્ક ટેક્સાસમાં ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા, ભારત-અમેરિકા સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

featured-img
ગુજરાત

Sabarkantha : તલોદ નજીક કાર અને મોપેડ ધડાકાભેર અથડાયાં, દંપતીનું મોત

featured-img
ગુજરાત

Kheda : 'લૂંટ વિથ મર્ડર' કેસમાં 48 કલાકમાં જ 4 ની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

featured-img
અમદાવાદ

Khyati Hospital Kand : કાર્તિક પટેલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ!

featured-img
Top News

પાકિસ્તાનને હવે ફરીથી લોન માંગવી પડશે, IMFએ પાકિસ્તાનનો GDP જાહેર કર્યો

×

Live Tv

Trending News

.

×