Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોસાળમાં ભગવાનનું ભવ્ય સ્વાગત, જુઓ અમદાવાદની રથયાત્રાની ઝાંખી

ભક્તિમય વાતાવરણ, ત્રિભુવનના નાથ મારા આંગણે, જગન્નાથ મારા આંગણાને પાવન કરવા આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના મોસાળ સરસપુરખાતેથી હાલમા રથયાત્રા આગળ વધી રહી છે. ભગવાનની નગરચર્યાને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તો વચ્ચે ફરી આવ્યાં છે. તેથી લોકોમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે  ત્રણેય રથ પર હેલિકોપ્ટર પરથી પુષ્પવર્ષા કરાઈ હતી. તો ભગવાન, ભા
09:45 AM Jul 01, 2022 IST | Vipul Pandya
ભક્તિમય વાતાવરણ, ત્રિભુવનના નાથ મારા આંગણે, જગન્નાથ મારા આંગણાને પાવન કરવા આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના મોસાળ સરસપુરખાતેથી હાલમા રથયાત્રા આગળ વધી રહી છે. ભગવાનની નગરચર્યાને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તો વચ્ચે ફરી આવ્યાં છે. તેથી લોકોમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે  ત્રણેય રથ પર હેલિકોપ્ટર પરથી પુષ્પવર્ષા કરાઈ હતી. તો ભગવાન, ભાઈ અને બહેનની નગરચર્યામાં માનવમેદની ઉમટી પડી હતી. જય રણછોડ માખણચોરના નાદ સાથે જગન્નાથની નગરચર્યા, પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. સાથે જ આકાશી ડ્રોન અને હોલિકોપ્ટરથી પમ સતત સુરક્ષા થઇ રહી છે.  


ABVP દ્વારા સફાઇ અભિયાન 
રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી છે. 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં છે. ભક્તો પણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે.ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાના અનેરા રંગોની ભક્તિમય ઝાંખી જોવા મળી રહી છે. આજની રથયાત્રામાં 18 ગજરાજોને શણગારા છે અને સુશોભિત થયેલી અંબાડી સાથે ગજરાજા આગળ જઈ રહ્યા છે. સાથે જ 101 ટ્રકો પણ જોડાયેલી છે. સમગ્ર ભારતમાંથી પહોંચ્યા અમદાવાદના સાધુઓ 101 શણગારેલી ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી રહ્યાં છે. રથયાત્રામાં 500 કિલો જાંબુનો પ્રસાદ તૈયાર કરાયો છે. આજની 145મી રથયાત્રામાં 12 ગજનો સમાવેશ કરવામાં આવ્યોછે. સાથે જ 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડ જોડાયા છે. સાથે જ આજની અમદાવાદ રથયાત્રામાં ABVP દ્વારા સફાઇ અભિયાન પણ હાથ ઘરાયું છે. 120 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર રુટ પર સફાઇ કરવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રસ્તાની સફાઇ કરવામાં આવશે. 
અમદાવાદની રથયાત્રામાં કોરોનાકાળને પ્રદર્શિત કરતી ઝાંખી
અમદાવાદની રથયાત્રામાં કોરોનાકાળની પ્રદર્શિત કરતી ઝાંખી જોવા મળી  હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા અને હોસ્પિટલ સાથેની ઝાંખી જોવા મળી હતી. હોસ્પિટલના બેડ, ઑક્સિજન, દર્દી અને ડોકટરની કામગીરી પ્રદર્શિત કરતી ઝાંખી બતાવવામાં આવી છે. વડાપ્રધાને કોરોનાકાળ દરમિયાન કરેલા નેતૃત્વને દર્શાવતી ઝાંખી પણ જોવા મળી હતી.રથયાત્રાની ઝાંખીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છવાયા હતા. રાજપૂત યુવા સંગઠનની ઝાંખીમાં યોગીના ફોટા જોવા મળ્યા હતા. હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશની ઝાંખીમા યોગીના બેનર જોવા મળ્યાં હતાં.
Tags :
AhmedabadRathyatra2022GujaratFirstRathyatra2022RathyatrazankhiSarapurAhemedabad
Next Article